નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં 21મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6/216 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સ 19 ઓવરમાં 159 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. આ મેચમાં એક નવો ઈતિહાસ રચાયો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદના 24 વર્ષીય બોલરે તેની આઈપીએલ ડેબ્યૂમાં કરિશ્મા કર્યો હતો. પ્રફુલ હિન્ગેએ પ્રથમ ઓવરમાં જ 3 વિકેટ લીધી હતી. તેણે ત્રણેય બેટ્સમેનોને ખાતું ખોલવા દીધું નહોતું. જેમાંથી એક વૈભવ સૂર્યવંશી પણ હતો. આઈપીએલ 2026માં પ્રથમ મેચ રમતા પ્રથમ ઓવરમાં જ ત્રણ બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કરીને તેણે આઈપીએલમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.
આઈપીએલની કોઈ ઈનિંગની પ્રથમ ઓવરમાં જ કોઈ બોલર દ્વારા ત્રણ વિકેટ લેવાનો પ્રથમ મોકો છે. આ પહેલા આઈપીએલની પ્રથમ કે બીજી ઈનિંગની પ્રથમ ઓવરમાં બે વિકેટ લેવાનું કારનામું 32 વખત થયું છે. સનરાઈઝર્સ માટે આ કારનામું માત્ર ભુવનેશ્વર કુમારે જ કર્યું હતું.
Into the History Books 📚✍️
— IndianPremierLeague (@IPL) April 13, 2026
Praful Hinge becomes the first bowler in #TATAIPL to pick 3⃣ wickets in the opening over 🫡 #TATAIPL | #KhelBindaas | #SRHvRR | @SunRisers pic.twitter.com/uGv2ggCaXm
ડેબ્યૂ કરી રહેલા પ્રફુલ હિન્ગેએ બીજા જ બોલ પર ખતરનાક વૈભવ સૂર્યવંશીને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. સૂર્યવંશી આઉટ થતાં એસઆરએચની માલિક કાવ્યા મારન ઝૂમી ઉઠી હતી. જે બાદ ચોથા બોલ પર તેણે ધ્રુવ જુરેલને પણ પેવેલિયન મોકલ્યો હતો. હિન્ગેએ ત્રીજો શિકાર લુઆન-ડ્રે પ્રિટોરિયસને બનાવ્યો હતો. તે પણ બે બોલ રમીને આઉટ થયો હતો. હિન્ગેએ તેના સ્પેલની બીજી ઓવરના અંતિમ બોલ પર કેપ્ટન રિયાન પરાગને આઉટ કરીને ચોથી વિકેટ ઝડપી હતી.
નાગપુરમાં જન્મેલો હિન્ગે વિદર્ભ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. હિન્ગેએ પહેલી જ ઓવરમાં કલાકે 140 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકીને ત્રણ વિકેટનો તરખાટ મચાવ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં વિદર્ભ વતી રમતા હિન્ગેને હૈદરાબાદે 30 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. તેણે 10 ડોમેસ્ટિક મેચોમાં 27 વિકેટ લીધી છે.
W 0 W x 2️⃣! 🔥🔥
— IndianPremierLeague (@IPL) April 13, 2026
That’s how Praful Hinge started his #TATAIPL journey 🫡
WATCH HIS SPELL ▶️ https://t.co/TfdxX8zcQ2#KhelBindaas | #SRHvRR | @SunRisers pic.twitter.com/OBg64uuyTI