Wed Jun 17 2026

Logo

દુનિયાના 36 દેશ એવા છે જેની પાસે કોઈ જ પ્રકારનું સૈન્યબળ નથી છતાં સૌથી સુરક્ષિત

2026-03-14 16:23:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે અનેક દેશમાં ઊર્જા કટોકટી ઊભી થઈ રહી છે. સમગ્ર મિડલ ઈસ્ટનો માહોલ તણાવગ્રસ્ત છે પણ દુનિયામાં ઘણાય એવા દેશ છે જેની પાસે પોતાનું કોઈ પ્રકારનું સૈન્યબળ જ નથી. કોઈ પ્રકારની આર્મી નથી અને એક પણ પ્રકારની મિસાઈલ નથી. આવી કોઈ સૈન્યશક્તિ ન હોવા છતાં આવા રાષ્ટ્ર  દુનિયામાં વટભેર વસ્યા છે. આવા બે-ચાર કે આઠ રાષ્ટ્ર નહીં, કુલ 36 રાષ્ટ્ર છે. આમાંથી કેટલાક સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી તો કેટલાક સુરક્ષા માટે બીજા દેશ પર આધારિત છે. 

ન ટેંકનો અવાજ ન કોઈ મિસાઈલ મારો

કોઈ પ્રકારના સૈન્ય વગર પણ દુનિયામાં ઘણાય એવા દેશ છે જે સુરક્ષિત છે. આ દેશ પાસે ન કોઈ ટેંક છે ન તો કોઈ મિસાઈલ છે.ઈન્ટરનેશનલ ડીફેન્સ પેક્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય રક્ષા સમજૂતીના કારણે તેઓ સુરક્ષિત છે. આ દેશ પાસે પોતાની સેના બનાવવા કે હથિયારો પર કરોડો રૂપિયા ખર્ચવાના બદલે તેઓ દુનિયાની મહાશક્તિ સાથે હાથ મિલાવીને બેઠા છે, જ્યારે  કોસ્ટારિકા જેવા દેશે પોતાનું સૈન્ય સત્તાવાર રીતે ખતમ કરી દીધું છે. આનો અર્થ એ થયો કે, સેના માટે જે ગઠન કરવામાં આવ્યું હતું એમાંથી માણસોને છૂટા કરી દીધા. 

ગ્રીનલેન્ડ, જિબ્રાલ્ટર જેવા દેશની સુરક્ષા

ગ્રીનલેન્ડ અને જિબ્રાલ્ટર જેવા દેશની સુરક્ષાની જવાબદારી મોટા દેશે લીધી છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે પણ આ દેશને એક આંચ આવી નથી. આ તમામ દેશનું સુરક્ષા મોડલ પણ સમજવા જેવું છે. આ 36 દેશની સુરક્ષા ત્રણ ભાગમાં વિભાજીત થયેલી છે. આ તમામ દેશને મોટા દેશનું સુરક્ષા કવચ પ્રાપ્ત છે. જેમ કે વેટિકન સિટી પાસે પોતાની સેના નથી પણ ઈટાલી તેને સુરક્ષા પૂરી પાડે છે.

ભૂટાન પાસે પણ કોઈ સૈન્ય નથી પણ ભારત તેને સુરક્ષા પૂરી પાડે છે. મોનાકો જેવા દેશની સુરક્ષાની જવાબદારી ફ્રાંસ લઈને બેઠું છે. આઈસલેન્ડ પાસે પણ પોતાનું કોઈ સૈન્યબળ નથી પણ તે નાટોનું સભ્ય છે. હવે જો આઈસલેન્ડ પર કોઈ દેશ હુમલો કરી બેસે તો 30 થી વધારે દેશ પર થયેલો એ હુમલો ગણાશે. ગ્રીનલેન્ડની સુરક્ષા ડેનમાર્ક પાસે છે જ્યારે જિબ્રાલ્ટર અથવા બરમુડાની સુરક્ષા યુકે પાસે છે. આ તમામ દેશ પાસે પોતાના પેરેન્ટ દેશ છે. 

મજબૂત પોલીસ ફોર્સ

કેટલાક દેશ એવા છે જેની પાસે સૈન્યબળ નથી પણ મજબૂત પોલીસફોર્સ છે. કોસ્ટારિકા અને પનામા દેશમાં દમદાર પોલીસ ફોર્સ છે, જે ગમે તેવી સ્થિતિને સરળતાથી મેનેજ કરી શકે છે. અહીંયાની પોલીસ એટલી હાઈટેક છે કે, આંતરિક સુરક્ષા અને બોર્ડર સિક્યોરિટીમાં પણ તેને પોતાના જવાનોને જવાબદારી સોંપી છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધે અનેક દેશની સિક્યોરિટી સિસ્ટમને એલર્ટ કરી છે.વાનુઆતુ, સોલોમન આઈલેન્ડ, તુવાલુ, પલાઉ, માઈક્રોનેશિયા, પનામા, મોરેશિયસ, ગ્રેનાડા, ડોમિનિકા, કોસ્ટારિકા (આની સુરક્ષા અમેરિકા પાસે છે), સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેટ, વેટિકન સિટી, પ્લૂટોરિકો, કેમૈન આઈલેન્ડ, મોન્ટસેરાટ, ફોકલેન્ડ આઈલેન્ડ, સિન્ટ માર્ટન, અરૂબા, સમોઆ, નીયુ, આઈસલેન્ડ,સૈન મેરિનો, અંડોરા, ન્યુ કૈલેડોનિયા, ફ્રેંચ પોલિનેશિયા, મોનાકો, ફેરો આઈલેન્ડ, ગ્રીનલેન્ડ, હોંગકોંગ, મકાઉ, કુક આઈલેન્ડ, નાઉરા, માર્શલ આઈલેન્ડ, કિરિબાતી આઈલેન્ડ, લિકટેસ્ટીન (ઓસ્ટ્રેલિયા અને સ્વિત્ઝરલેન્ડ તેને સુરક્ષા આપે છે) આ એવા દેશ છે જેની પાસે પોતાનું કોઈ સૈન્યબળ નથી.