Mon Nov 16 2026

Logo

દક્ષિણ ભારતમાં ફરી વાવાઝોડાનું સંકટ: 5 જિલ્લામાં રેડ એલર્ટની સાથે આંધ્રના CMનો પ્રવાસ રદ...

2026-11-01 22:52:00
Author: Mumbai Samachar Team
દક્ષિણ ભારતમાં ફરી વાવાઝોડાનું સંકટ: 5 જિલ્લામાં રેડ એલર્ટની સાથે આંધ્રના CMનો પ્રવાસ રદ...

AI પ્રતીકાત્મક તસવીર


બંગાળની ખાડીમાં  સર્જાયેલું ચક્રવાત ‘મુરાસુ’ ધીમે ધીમે વધુ શક્તિશાળી બની રહ્યું છે. અગાઉ ચક્રવાત ‘અર્નબ’ની અસરનો સામનો કરી રહેલા દક્ષિણ અને પૂર્વ ભારતમાં રાજ્યો સામે હવે નવા વાવાઝોડાનું જોખમ ઊભું થયું છે. રવિવાર, 1 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં સર્જાયેલું ગાઢ દબાણ વધુ તીવ્ર બનતા ચક્રવાતી તોફાન મુરાસુમાં  ફેરવાયું છે. ભારતીય હવામાન વિભાગ આગાહી કરી છે કે 2 નવેમ્બર સવાર સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 નવેમ્બરની મધરાતથી 3 નવેમ્બરની સવાર વચ્ચે આ વાવાઝોડું દક્ષિણ આંધ્રપ્રદેશના નેલ્લોર અને નારસાપુર વચ્ચે દરિયાકાંઠે ટકરાઇ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જ્યારે પવનના જોરદાર ઝાપટાં 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે લોકોને તાજી આગાહી અને સત્તાવાર ચેતવણીઓ પર નજર રાખવા સૂચના આપી છે. 

આંધ્રપ્રદેશના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ

સમાચાર એજન્સી PTIના અહેવાલ અનુસાર, ચક્રવાત ‘મુરાસુ’ની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશના મધ્ય અને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે 2 નવેમ્બર માટે રાજ્યના પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહે કર્યું છે. તેમમ કૃષ્ણા, ગુંટૂર, બાપટલા, પ્રકાશમ અને SPSR નેલ્લોરનો સમાવેશ થાય છે. 

આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 અને 3 નવેમ્બરના રોજ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ ઉપરાંત રાયલસીમા અને તેલંગાણામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.  

ચક્રવાતના જોખમને પગલે CMએ દિલ્હી પ્રવાસ રદ કર્યો 

ચક્રવાત મુરાસુના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ 2 નવેમ્બર, સોમવારના રોજ યોજાવનારો પોતાનો દિલ્હી પ્રવાસ રદ કર્યો છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે હવામાન પ્રણાલી 2 નવેમ્બર સુધીમાં પશ્ચિમ - મધ્ય બંગાળની ખાડી પર ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે છે . 3 નવેમ્બરની સવાર સુધીમાં તે બાપટલા નજીક દરિયાકાંઠે ટકરાવવાની શક્યતા છે. 

ઓડિશા સરકારે પણ તૈયારીઓ તેજ કરી 

ચક્રવાત મુરાસુના સંભવિત પ્રભાવને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે પણ સાવચેતીના પગલાં શરૂ કરી દીધા છે. રાજ્યના સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) દ્વાર સમગ્ર રાજ્યમાં તૈયારીઓ સુનિશ્ચિત કરવા માએ એક્શન પલાન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે સંભવિત વિભાગોને કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. ચક્રવાતી અસરને કારણે ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવવાની શક્યતા છે. નોંધનીય છે કે અગાઉ ચક્રવાત અરણબની અસરથી ગંજામ અને ગજપતિ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જોકે 31 ઓકટોબર, શનિવાર સુધીમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્વા લાગ્યું હતું અને નદીઓના જળસ્તરમાં પણ ઘટાડો નોંધાયો હતો.