Tue Nov 10 2026

Logo

યેઉરના બંગલોમાં મધરાતે ચાલતી હૅલોવીન પાર્ટી પર પોલીસ ત્રાટકીઃ 60થી 70 યુવક-યુવતીને તાબામાં લેવાયાં, આયોજક વિરુદ્ધ ગુનો...

2026-11-01 21:44:46
Author: Yogesh D. Patel
યેઉરના બંગલોમાં મધરાતે ચાલતી હૅલોવીન પાર્ટી પર પોલીસ ત્રાટકીઃ 60થી 70 યુવક-યુવતીને તાબામાં લેવાયાં, આયોજક વિરુદ્ધ ગુનો...

પ્રતીકાત્મક તસવીર


મુંબઈઃ થાણેના યેઉર ખાતે આવેલા બંગલોમાં ચાલતી દારૂ અને ઇ-સિગારેટની હૅલોવીન પાર્ટી પર મોડી રાતે વર્તકનગરની ટીમ પોલીસ ત્રાટકી હતી અને 60થી 70 યુવક-યુવતીને તાબામાં લીધા હતા. પોલીસે આ પ્રકરણે પાર્ટીના આયોજક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

યેઉર ખાતે યેઉર હિલ આશ્રમ રોડ પર આવેલો લાયન પાર્ક બંગલો વિવિધ કાર્યક્રમો માટે ભાડા પર આપવામાં આવે છે. આ બંગલોમાં શનિવારે દારૂ અને ઇ-સિગારેટની હૅલોવીન પાર્ટી ચાલી રહી હોવાની માહિતી મળ્યા બાદ વર્તકનગર પોલીસ સ્ટેશનની ટીમે મધરાતે ત્યાં રેઇડ પાડી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પાર્ટીમાં 60થી 70 યુવક-યુવતી હાજર હતાં અને તેઓ ઇ-સિગારેટ પીતા અને દારૂનું સેવન કરતાં મળી આવ્યાં હતાં. પોલીસે તેમને તાબામાં લીધા હતાં અને પાર્ટીના આયોજક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું સિનિયર પીઆઇ પ્રવીણ માનેએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીમાં આવનારા લોકો પાસેથી દોઢ હજાર રૂપિયા એન્ટ્રી ફી લેવામાં આવી હતી. આવા પ્રકારની પાર્ટીના આયોજન માટે મોટી રકમ આપીને બંગલો ભાડા પર લેવામાં આવતા હોય છે અને યેઉર ગેટ પર ફરજ પર હાજર વનવિભાગના કર્મચારીઓને વિશ્ર્વાસમાં લેવામાં આવે છે. આવા પ્રકારની પાર્ટી મોડી રાતે શરૂ થાય છે, જે મળસકે સુધી ચાલુ હોય છે અને રાતભર ત્યાં વાહનોની અવરજવર થતી હોય છે, એવું સૂત્રોનું કહેવું છે.