મુંબઈઃ હેલોવીનનો તહેવાર હોય અને તેમાં પ્રિયંકા ચોપરાનો અંદાજ જોવા ન મળે એવું તો બને જ નહીં! ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ પતિ નિક અને દીકરી માલતી મેરી સાથે હેલોવીનની ઉજવણી ખાસ અંદાજમાં કરી છે, તેમાંય દીકરી માલતીના ‘ઘોસ્ટ પ્રિન્સેસ’ લુકે સૌનું ધ્યાન ખેંચી લીધું છે.
પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર હેલોવીન સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ તેના પરિવાર પર પ્રેમ વરસાવી રહ્યા છે. હેલોવીન માટે પ્રિયંકાએ કાઈલી જેનરના લોકપ્રિય ‘કિંગ કાઈલી’ લુકને પસંદ કર્યો હતો. લાંબી પિંક વિગ, બ્લેક બીની, મોટા સનગ્લાસેસ અને બ્લેક ક્રોપ ટોપ સાથે મેચિંગ જેકેટ તથા પેન્ટમાં તેનો અંદાજ એકદમ અલગ જોવા મળ્યો હતો.
હેલોવીન એટલે શું
'હેલોવીન'એ દર વર્ષે 31મી નવેમ્બરે ઉજવવામાં આવે છે, આજે આ તહેવાર એક મનોરંજન બની રહ્યો છે, જેમાં બાળકો અને બાળકી ભૂત, ચૂડેલ કે સુપરહીરો જેવા ડરામણા કોસ્ચ્યુમ પહેરે છે, ચોકલેટ-કેરી એકઠી કરે છે.
બીજી તરફ પતિ નિક જોનાસ પણ કાઉબોયના અવતારમાં જોવા મળ્યો હતો, સફેદ કાઉબોય હેટ, બ્રાઉન સ્યુડ જેકેટ, ડાર્ક જીન્સ અને બ્રાઉન બૂટ્સમાં નિકનો લુક હેલોવીન માટે એકદમ પરફેક્ટ હતો.આ સેલિબ્રેશનમાં સૌથી ક્યૂટ લાગી નાનકડી માલતી મેરી. તેણે સફેદ રંગની સુંદર ફ્લોઇંગ ડ્રેસ સાથે કેપ, વિગ અને હાર્ટ શેપના સનગ્લાસેસ પહેર્યાં હતાં. ‘ઘોસ્ટ પ્રિન્સેસ’ના આ અવતારમાં માલતી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
પ્રિયંકાએ તસવીરો સાથે મજેદાર કેપ્શન પણ લખ્યું હતું. તેણે જણાવ્યું કે પરિવાર કાઉબોય, ઘોસ્ટ પ્રિન્સેસ અને કિંગ કાઈલી બનીને ટ્રિક-ઓર-ટ્રીટિંગ માટે નીકળ્યો હતો. સાથે જ તેણે સૌને હેલોવીનની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રિયંકાએ પોતાની સોશિયલ મીડિયા સ્ટોરીમાં મિલેનિયલ માતાઓ માટે પણ ખાસ મેસેજ શેર કર્યો હતો. તેણે મજાકિયા અંદાજમાં લખ્યું કે, ‘થેન્ક્યુ કહ્યું કે નહીં?’ કહેતી રહેતી તમામ મિલેનિયલ મમ્મીઓને હેપ્પી હેલોવીન!
પ્રિયંકાની આ વાતે અનેક માતાઓને હસાવી દીધી છે, તેની આ પોસ્ટ પરથી સ્પષ્ટ છે કે હેલોવીનનો આનંદ પરિવાર સાથે માણવાની તેની રીત પણ એકદમ મજેદાર છે. પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં એસ.એસ. રાજામૌલીની બહુચર્ચિત ફિલ્મ ‘વારાણસી’ને લઈને ચર્ચામાં છે.
આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ પણ જોવા મળશે. ફિલ્મને લઈને દર્શકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. અહેવાલ મુજબ ફિલ્મ 7 એપ્રિલ, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હાલમાં તો પ્રિયંકાની હેલોવીન તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ખાસ કરીને માલતીના ક્યૂટ ‘ઘોસ્ટ પ્રિન્સેસ’ અવતારે પરિવારની આ ઉજવણીને વધુ યાદગાર બનાવી દીધી છે.