નેશનલશેર બજાર

શૅરબજાર નવી ટોચે: એમકૅપમાં ₹ ૬.૮૮ લાખ કરોડનો ઉમેરો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર તેજીની આગેકૂચ સાથે શુક્રવારે નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હોવાથી બીએસઇમાં લિસ્ટેડ કંપનીના શેરોના મૂલ્યમાં આવેલા ઉછાળાને પરિણામે ચાર સત્રમાં બીએસઇની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં કુલ રૂ. ૬.૮૮ લાખ કરોડનો ઉમેરો નોંધાયો છે.

પાછલા ચાર સત્ર દરમિયાન બીએસઇ બેન્ચમાર્ક ૧૨૧૩.૨૩ પોઇન્ટ અથવા તો ૧.૭૦ ટકા ઊછળ્યો છે. આ સમયગાળા દરમિયાન શેરધારકોની સંપત્તિ રૂ. ૬,૮૮,૭૧૧.૧૯ કરોડના ઉછાળા સાથે રૂ. ૩,૭૩,૨૯,૬૭૬.૨૭ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી છે.

ભારતીય ઇક્વિટી બજારે સતત ચોથા દિવસે તેજીના ટોન સાથે ઉર્ધ્વગતિ ચાલુ રાખી હતી, જેમાં બંને બેન્ચમાર્ક શેરઆંક તાજી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વિશ્ર્વબજારમાંથી નબળા સંકેત
મળવા છતાં આઇટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ ઇન્ફોસિસ અને ટીસીએસની બજારની અપેક્ષા અનુસારની ત્રિમાસિક અર્નિંગ્સ જાહેર થયા બાદ આઇટી શેરોમાં શરૂ થયેલી નોંધપાત્ર લેવાલીને કારણે બજારમાં તેજી આગળ વધી હતી.

સત્રને અંતે સેન્સેક્સ સત્ર દરમિયાન ૭૨,૭૨૦.૯૬ પોઇન્ટની નવી ઐતિહાસિક વિક્રમી સપાટીને અથડાઇને અંતે ૮૪૭.૨૭ પોઈન્ટ અથવા ૧.૧૮ ટકાના ઉછાળા સાથે ૭૨,૫૬૮.૪૫ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૨૧,૯૨૮.૨૫ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શીને અંતે ૨૪૭.૩૦ પોઈન્ટ અથવા ૧.૧૪ ટકા વધીને ૨૧,૮૯૪.૫૦ પોઇન્ટ પર પહોંચ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…