મત આપવા આવેલી Gauhar Khan કેમ ગુસ્સામાં બેસીને કારમાં રવાના થઈ ગઈ?
મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં આજે લોકસભાની ચૂંટણી-2024 (Loksabha Election-2024)નું પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. મુંબઈગરાઓ પણ પોતાના મતદાનની ફરજ બજાવવા માટે કાળઝાળ ગરમીમાં પણ બહાર નીકળ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ પણ મતદાન કરવા પહોંચ્યા હતા અને તેમણે મતદાન કર્યા બાદ પેપ્ઝને ફોટો અને વીડિયો પણ આપ્યા હતા.
હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ ગૌહર ખાન (Gauhar Khan)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં ગૌહર ખાન ખૂબ જ ગુસ્સામાં મળી રહી છે. આવો જોઈએ આખરે કેમ મતદાન કર્યા બાદ ગૌહર ગુસ્સામાં જોવા મળી હતી અને તેણે પેપ્ઝને શું કહ્યું…
મુંબઈમાં મત આપવા પહોંચેલી એક્ટ્રેસ ગૌહર ખાને મિનીમલ મેકઅપ કર્યો હતો અને ડાર્ક સનગ્લાસીસમાં તે એકદમ સુંદર દેખાઈ રહી હતી. લોકોને એક્ટ્રેસનો આ લૂક ખૂબ જ પસંદ આવ્યો હતો. પરંતુ મતદાન કર્યા બાદ એક્ટ્રેસ ખૂબ જ ખરાબ મૂડમાં જોવા મળી હતી.
ગૌહર જેવી વોટ આપીને બહાર આવી કે પેપ્ઝે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ગૌહરે કહ્યું કે હમણાં નહીં… અંદર બહુ જ કન્ફ્યુઝન છે અને ખૂબ જ અવ્યવસ્થા જોવા મળી રહી છે. આટલું કહીને ગૌહર પોતાની કારમાં બેસીને ત્યાંથી રવાના થઈ ગઈ હતી. પરંતુ ગૌહરના આ વાઈરલ વીડિયો બાદ એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ હતી કે ગૌહર મતદાન મથક પર કરવામાં આવેલી વ્યવસ્થાથી બિલકુલ ખુશ નથી.
ગૌહર ખાન સિવાય અક્ષય કુમાર, ધર્મેન્દ્ર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, હેમા માલિની, એશા દેઓલ, વરુણ ધવન, વિદ્યા બાલન, આયરા ખાન, સલીમ ખાન, જ્હાન્વી કપૂર, હૃતિક રોશન અને રાકેશ રોશન સહિતના સેલેબ્સ મુંબઈમાં મતદાન કરીને પોતાની ફરજ બજાવી ચૂક્યા છે.