શા માટે મમતા બેનર્જી રામકૃષ્ણ મિશન પર થયા ખફા ? શા માટે કરી રહ્યા છે આરોપ….
કોલકાતા : દેશમાં લોકસભાની ચૂંટણી હવે તેના અંતિમ પડાવમાં છે. અત્યારે નેતાઓ બને એટલો ફાયદો લેવા મથી રહ્યા છે. રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. આ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (West Bengal CM Mamata Banerjee) રામકૃષ્ણ મિશનને (Ram Krishna Mission) લઈને ખૂબ જ વિવાદિત નિવેદન આપ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress)ના પ્રમુખ મમતા બેનર્જીએ એક રેલીમાં રામકૃષ્ણ મિશન પર ભાજપ માટે કામ કરવાનો આરોપ લાવ્યો હતો.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના એક પ્રમુખ મઠ રામકૃષ્ણ મિશનના અમુક સંતોએ આસનસોલમાં તેમના શ્રદ્ધાળુઓને ભાજપને મત આપવા કહ્યું હતું. તો રામકૃષ્ણ મિશને તેમની પર લાગેલા આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું કે અમે કાયમ રાજનીતિથી દૂર રહ્યા છીએ. અમે ક્યારેય કોઈ પક્ષ માટે મત નથી માંગ્યા.
રામકૃષ્ણ મિશનની સ્થાપના મે 1897 માં રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદ દ્વારા કરવામા આવી હતી. આ મિશનની સ્થાપનાનો હેતુ રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોમાં આસ્થા ધરાવતા સાધુઓ અને સન્યાસીઓને સંગઠિત કરવાનો છે. જેઓ રામકૃષ્ણ પરમહંસના આદેશોને સામાન્ય જનતા સુધી પહોંચાડી શકે. તેમનો એક ઉદેશ્ય વેદાંત દર્શનનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. રામકૃષ્ણ મિશન અન્ય લોકોની સેવા અને પરોપકારને પોતાનું કર્મ માને છે, જે હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે.
રામકૃષ્ણ મિશન શિક્ષણ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ સંગઠન છે. જે લગબહગ 200 જેટલી શાખાઓ કે કેન્દ્રોના વિશાળ નેટવર્ક સાથે જાતિ, રંગ, પંથ, ધર્મ, રાષ્ટ્રીયતા, લિંગ, ક્ષેત્રીય પૂર્વગ્રહો હોવા છતાં ભારત અને વિદેશોમાં સમાજસેવાનું કાર્ય કરે છે. તેનું કાર્ય સ્વાસ્થ્ય, રાહત અને પુનર્વસન, ગ્રામ્ય અને આદિજાતિ વિકાસ , પ્રકાશન , શિક્ષણ અને ઉપદેશ સહિત સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.