નેશનલમનોરંજન

Dubai Airport પરથી કરાઈ Rahat Fateh Ali Khanની ધરપકડ? જાણો શું છે આખો મામલો…

નવી દિલ્હીઃ પ્રખ્યાત પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ (Pakistani Singer Rahat Fateh Ali Khan Arrested From Dubai Airport) કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર પોલીસ સ્ટેશન પર રાહત ફતેહ અલી ખાનની કલાકોથી પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, હવે જે વીડિયો સામે આવ્યો છે તેમાં કંઈક અલગ જ સ્ટોરી સાંભળવા મળી રહી છે.

સામે આવેલાં વીડિયોમાં રાહત ફતેહ અલી ખાન ધરપકડની વાતને નકારતા જોવા મળી રહ્યા છે. જોકે, તેમણે સીધેસીધું કે સ્પષ્ટ કંઈક પણ કહેવાનું ટાળ્યું હતું. તેમણે ધકપકડની વાત તરફ આંખ આડા કાન કરતાં રહ્યું હતું કે હું અહીંયા દુબઈમાં મારા એક ગીતની રેકોર્ડિંગ કરવા માટે આવ્યો છું અને બધું બરાબર છે.

આ પણ વાંચો: બિશ્નોઈનો પાકિસ્તાની ગેંગસ્ટરને કોલ, ભાજપની બોલતી બંધ

હું તમને વિનંતી કરું છું કે આવી બધી વાતો તરફ દુર્લક્ષ કરો. આ બધી અફવાઓ પર ધ્યાન આપશો નહીં, એવું કશું જ નહીં જેવું મારા શત્રુઓ વિચારી રહ્યા છે. હું ટૂંક સમયમાં જ મારા વતન પાછો ફરીશ અને તમને બધાને એક નવા ગીતથી સરપ્રાઈઝ કરીશ.

એક તરફ તમામ ઓનલાઈન વેબસાઈટ્સ અને સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ રાહત ફતેહ અલી ખાનની ધરપકડ કરવામાં આવી છે એવા સમાચારો આવી રહ્યા છે ત્યાં બીજી બાજું રાહત ફતેહ અલી ખાનનો આ વીડિયો જોતા લોકોનો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

રાહત ફતેહ અલી ખાને વીડિયોમાં ક્યાંય ધરપકડનો ઉલ્લેખ કર્યો નથી અને ન તો એ વાતનું ખંડન કર્યું છે. ફેન્સને સવાલ સતાવી રહ્યો છે કે જો દુબઈમાં સિંગરની ધરપકડ નહોતી કરવામાં આવી તો આખરે સિંગરે આ વાતનું વીડિયોમાં ખંડન કેમ નથી કર્યું.

મળી રહેલી માહિતી પ્રમાણે સિંગર ભૂતપૂર્વ મેનેજન અને શોબીઝ પ્રમોટર સલમાન અહેમદે સિંગર વિરુદ્ધ દુબઈમાં ફરિયાદ નોંધાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસા ગાયકને હાલમાં સત્તાવાર રીતે તો ધરપકડ નથી કરવામાં આવી અને રાહત પોતાના સિંગિગ શો માટે દુબઈ પહોંચ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button