ઇન્ટરનેશનલમનોરંજન

Chahat Fateh Ali Khanના ફેન્સ માટે આ છે ખુશખબર, બદો બદી હટી ગયું તો શું…

લાહોરઃ પાકિસ્તાની ગાયક ચાહત ફતેહ અલી ખાનનું ગીત આય હોય, ઓય હોય બદોબદીના ફેન્સ પાકિસ્તાનમાં જ નહીં ભારતમાં પણ એટલા જ છે. આ ગીતે દુનિયામાં ધૂમ મચાવી છે. પાકિસ્તાની ગાયક ચાહત ફતેહ અલી ખાનનું ગીત સોશિયલ મીડિયા પર છવાયું હતું. આ ગીત પરથી લાખો રીલ્સ બની હતી. ચાહત ફતેહ અલી ખાનને આ ગીતથી ભારતમાં ઘણી ઓળખ મળી હતી.

જોકે થોડા દિવસો પહેલા ચાહતના ચાહકોને ધ્રાસ્કો બેસી ગયો કારણ કે આ ગીત યુ ટ્યૂબ પરથી હટાવી લેવામાં આવ્યું હતું. કોપી સ્ટ્રાઈકના કારણે ગાયકનું આ ગીત યુટ્યુબ દ્વારા ડિલીટ કરવામાં આવ્યું છે. જોકે ચાહત આનાથી હતાશ ન થયા અને તેમણે હવે એક એવા સમાચાર આપ્યા છે જે ચાહકોને પણ મજા કરાવી દેશે.

Read More: TMKOCનો આ કલાકાર કરશે Bigg Boss OTT-3માં એન્ટ્રી?

    ખરેખર, સમાચાર છે કે ચાહત ફતેહ અલી ખાન ટૂંક સમયમાં બદો બદી 2.0 લઈને આવી રહ્યા છે. હા, તેણે હાલમાં જ તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો,

    જેમાં તેણે તેના ગીતને પ્રેમ કરવા બદલ ભારતથી પાકિસ્તાન સુધીના તેના ચાહકોનો આભાર માન્યો હતો. તે જ સમયે, આ વિડિયોમાં, તેણે એ પણ કહ્યું છે કે તે ટૂંક સમયમાં તેના છ નવા ગીતો સાથે બહાર આવશે, જેમાં તેણે એવો સંકેત પણ આપ્યો છે કે તે બદો બદીની સિક્વલ સાથે આવશે. ગાયકની આ જાહેરાત બાદ ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી, ગાયકે આ ગીત ક્યારે રિલીઝ થશે તે જાહેર કર્યું નથી, પરંતુ આ સમાચાર પછી, ચાહકો આ ગીતની રાહ જોઈ રહ્યા છે.

    Read More: રણબીર કપૂરની પાડોશી બની ‘એનિમલ’ની અભિનેત્રી, ખરીદ્યું તેનું ડ્રીમ હોમ

    ચાહત ફતેહ અલી ખાનનું સાચું નામ અલી અદાન છે. તેઓ 56 વર્ષના છે. સિંગર સાથે તે ક્રિકેટ પણ રમે છે. જાણીતું થયેલું આ ગીત નૂરજહાં દ્વારા 1973માં આવેલી ફિલ્મ બનારસી ઠગમાંથી કોપી કરવામાં આવ્યું હતું. ચાહત ફતેહ અલી ખાને અલગ હી સુર-તાલ ગાઈને તેને આખી દુનિયામાં ફેલાવી અને પ્રખ્યાત થયા.

    Show More

    Related Articles

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Back to top button
    પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી