નેશનલ

ડિપફેક વિડીયો બન્યા ચિંતાનું કારણ: આઇટી પ્રધાન એક્શન મોડમાં

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક પછી એક ડિપફેક વિડીયોના આવવાથી ચિંતિત થયેલા કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આવા કન્ટેન્ટ ચેક કરવા માટે એક અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. સોશિયલ મીડિયા કંપનીઓ સાથેની બેઠક બાદ તેમણે કહ્યું કે, ડિપફેક કન્ટેન્ટ સામે કાર્યવાહી નિશ્ચિત કરવા માટે એક અધિકારીની નિમણૂંક કરવામાં આવશે.

રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ધ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (MEITy) એક વેબસાઇટ બનાવશે. આ વેબસાઇટ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા લોકો આઇટી નિયમોના ભંગ બદ્દલ પોતાની ચિંતા વ્યક્ત કરી શકશે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, MEITy ઉપયોગકર્તાઓને આઇટીના નિયમોના ઉલ્લંઘન બાબતની જાણકારી આપશે અને એફઆઇઆર કરવા માટે મદદ કરશે.


રાજીવ ચંદ્રશેખરે વધુમાં કહ્યું કે, પોસ્ટ શેર કરનારાઓ પર એફઆઇઆર થશે. અને જો એ લોકો ખૂલાસો કરશે કે એ પોસ્ટ ક્યાંથી આવી છે તો તે વ્યક્તિ પર પણ કાર્યવાહી થશે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ્સને આવા કન્ટેન્ટ ડિલીટ કરવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. તેમણ કહ્યું કે આજ પછી આઇટીના નિયમો ભંગ કરનારને સહન કરવામાં નહીં આવે તેમની સાથે કડક કાર્યવાહી થશે.


પાછલાં અઠવાડિયામાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિપફેક વિડીયો માટે તેમણે આઇટીના દુરોપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તહ્યું કે આર્ટીફિશીયલ ઇન્ટલીજન્સના જમાનામાં એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આપણે તેનો ઉપયોગ નૈતિકતા ના આધારે કરીએ.


MEITy દ્વારા આ મહિનાની શરુઆતમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. જેમાં ડિપફેક વિડીયો જેવા વિષયોને ગંભીરતાથી લઇ તેને બનાવનાર અને શેર કરનાર પર કડક કાર્યવાહી અને ફાઇન લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી.


ચંદ્રશેખરે કહ્યું કે, ખોટા મેસેજને રોકવું ઓનલાઇન પ્લેટફોર્મની જવાબદારી છે. આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે આવું કોઇ પણ કન્ટેન્ટ રિપોર્ટ થાય તો આવો કન્ટેન્ટ 36 કલાકમાં હટાવી દેવો જોઇએ. તેમણે કહ્યું કે સરકાર ડિજીટલ ક્ષેત્રે ભારતીય માટે સુરક્ષા અને વિશ્વાસ નિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ડિપફેક વિડીયો બનાવવા કે તેના પ્રસાર પર એક લાખ રુપિયાનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…