ટોપ ન્યૂઝનેશનલ

CAA વિરુદ્ધ અરજીઓ પર આજથી સુપ્રીમ કોર્ટ સુનાવણી શરુ કરશે, કોર્ટને 200 થી વધુ અરજીઓ મળી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ(CAA),2019 લાગુ કરી દીધો છે. આ કાયદા માટે કેન્દ્ર સરકારે બીલ રજુ કર્યાના બાદથી વિરોધ થતો આવ્યો છે. ડિસેમ્બર 2019માં સાંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ ગત 11 માર્ચથી કાયદો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે સતત વિરોધ ઉઠાવવામાં આવીઓ રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ કાયદાના અમલીકરણ વિરુદ્ધ લગભગ 200 જેટલી આરાજીઓ કરવામાં આવી છે, આજથી આ અરજીઓ પર એકસાથે સુનાવણી શરુ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પોતે CAA પર દાખલ અરજીઓની સુનાવણી શરૂ કરશે, તેમની બેન્ચમાં અન્ય બે જજ પણ સુનાવણી માટે સામેલ છે. CAAને વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દેશભરમાંથી 237 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ઘણા વિરોધ પક્ષો CAAનો વિરોધ કરી રહ્યા છે.

Also Read:https://bombaysamachar.com/national/kerala-govt-reaches-supreme-court-caa-calls-stay-law-unconstitutional/

CAA 11 નવેમ્બર 2019 ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. તે સમયે તેના વિરોધમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. હવે 11 માર્ચ, 2023 ના રોજ તેને અમલમાં લાવ્યા બાદ પણ, તેની વિરુદ્ધ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. CAA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં કાયદાને બંધારણની વિરુદ્ધ અને ધર્મના આધારે ભેદભાવપૂર્ણ હોવાનું કહેવામાં આવ્યું છે.

ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા, આસામ કોંગ્રેસના નેતા દેવબ્રત સૈકિયા અને આસામ સંગઠન AJYCPએ CAA નોટિફિકેશન પર પ્રતિબંધની માંગણી કરતી અરજી દાખલ કરી છે.

Also Read:https://bombaysamachar.com/national/supreme-court-caa-rules-stay-hearing/

જો કે, વિરોધ વચ્ચે ગૃહપ્રધાન અમિત શાહે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે CAA આ દેશનો કાયદો છે, આ કાયદાઓ કોઈ શરતે પાછો નહીં લેવામાં આવે. અમે મેનિફેસ્ટોમાં વચન આપ્યું હતું, ભાજપનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. મોદીની દરેક ગેરંટી પૂરી કરવામાં આવશે. ગૃહ પ્રધાને કહ્યું હતું કે NRC અને CAA વચ્ચે કોઈ સંબંધ નથી, આ કાયદો પાછો ખેંચવામાં આવશે નહીં. આ શરણાર્થીઓને ન્યાય આપવાનો મુદ્દો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…