નેશનલ

રિયાઝ શરૂ કરી દો,’ મારું ચોમાસું ક્યાંક આસ-પાસ છે’ ગાવાનો- જુઓ વરસાદનું ટાઈમ ટેબલ

દેશભરમાં તપતા વૈશાખી દનૈયાથી નાગરિકો ત્રાહિમામ છે.ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર,રાજસ્થાન કે પછી ઉત્તરપ્રદેશ અને દિલ્લી-NCR. ગરમીના પ્રકોપ વચ્ચે પણ રાજકીય પાર્ટીના નેતાઓ સતા માટે દેશ ખૂંદી રહ્યા છે. હજુ ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. ચોથી જૂને પરિણામ સુધીમાં તો દેશ અગન ભઠ્ઠી થઈ ગયો હશે. પરંતુ આ વચ્ચે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે એ છે વહેલા વરસાદની વકી. ભારતીય હવામાન વિભાગે વરસાદનો વરતારો આપી,દેશવાસીઓના હૈયે ટાઢક આપી છે. હવામાન વિભાગના મતાનુસાર,ચોમાસાના પગરણ અંદામાન-નિકોબારમાં થઈ ચૂક્યા છે.અને 31 મે સુધીમાં કેરલથી ભારત પ્રવેશ કરશે. ઉલ્લેખનીય છે કે, વર્ષે ચોમાસુ લગભગ 1 મહિનો મોડુ હતું.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષની વાત કરીએ તો રૂમઝૂમ કરતું આવનારું ચોમાસુ નિશ્ચિત તારીખ પહેલા પણ આવી શકે છે. માનવામાં આવે છે કે, ચોમાસાના સમયાગમનની તારીખ 1 જૂન છે.પણ આ વખતે ત્રણથી ચાર દિવસ આગળ-પાછળનો વરતારો પણ છે.એટલે કહી શકાય કે 28 મેથી 4 જૂન સુધીમાં વિધિવત રીતે ચોમાસુ આવી જાય.

ચોમાસાનું ટાઈમ ટેબલ

ભારતીય હવામાન વિભાગે બીજા રાજ્યમાં પણ વરસાદના વરતારાની વાત કરતાં કહ્યું કે મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોચવાની સંભાવનાઓ નકારી શકાતી નથી. જ્યારે ઉત્તરપ્રદેશમાં 18 થી 25 જૂન સુધી અને બિહાર-ઝારખંડમાં 18 જૂન સુધીમાં પહોંચી જશે. મહારાષ્ટ્રમાં 9 થી 16 જૂન વચ્ચે તો ગુજરાતમાં 19 જૂનથી 30 જૂન સુધીમાં વરસાદ આવી જશે. ગોવામાં 5 જૂન, ઓડીસામાં 11થી 16 જૂન હિમાચલ 22 જૂન, લદાખ-જમ્મુ 22થી 29 જૂન અને દિલ્લીમાં 27 જૂનથી ચોમાસું આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ શું કહે છે ?

IMDએ જણાવ્યું કે, “છેલ્લા 24 કલાક દરમિયાન નિકોબાર ટાપુઓ પર વ્યાપક વરસાદ થયો છે. ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, દક્ષિણપશ્ચિમ ચોમાસું માલદીવ અને કોમોરિન વિસ્તારના કેટલાક ભાગો, બંગાળની ખાડીના કેટલાક ભાગો, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં આગળ વધ્યું છે.”

IMD એ આગાહી કરી છે કે ચોમાસું 31 મેના રોજ કેરળમાં પ્રવેશ કરશે. વરસાદની આગાહી અનુસાર, આ વર્ષે ભારતમાં મોસમી વરસાદ લોગ પીરિયડ એવરેજના 106 ટકા રહેવાની ધારણા છે.

હવામાન વિભાગે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 22 મે સુધી વરસાદનું ‘યલો’ અલર્ટ જાહેર કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…