આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ

ચૂંટણીના પરિણામ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન

મુંબઈ: દેશના મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, છત્તીસગઢ આ ચાર રાજ્યો માટે વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વોટ કાઉન્ટિંગમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બહુમતે આગળ છે ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપ સાથે યુતિ કરી રાજ્યના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદેએ હવે વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે પહેલા ઘર ઘર મોદી કહેતા હતા અને મન મન મોદી થઈ ગયું છે. એની સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી ખોટું બોલે છે તમામ મુદ્દા પર લોકોએ પીએમ મોદીને સાથ આપ્યો છે.

શિંદેએ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું કે વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ફરી સાબિત થઈ કર્યું છે કે લોકપ્રિયતામાં મોદી નંબર વન છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે મોદીનો ચમત્કાર સમાપ્ત થઈ ગયો છે આવું કહી મોદીને બદનામ કરવાના પ્રયાસો છે. આ ચૂંટણીમાં લોકોએ મોદીને સમર્થન આપ્યું છે. મોદીની લોકપ્રિયતાની વચ્ચે ફરી એક વખત લોકોએ કર્યું છે મોદી લોકપ્રિયતામાં નંબર વન છે. રાહુલ ગાંધીએ વિદેશમાં દેશને બદમાન કર્યો. મોદીને હરાવવા માટે ઈન્ડિયા ગઠબંધન એકસાથે આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા આખું વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન બનીને સાથે આવ્યું છે. પણ મોદીજી દ્વારા કરવામાં આવેલા કામો અને અમિત શાહની યોજનાને કારણે એનડીએ ગઠબંધનને ચૂંટણીમાં મોટી સફળતા મળી છે. ઘર ઘર મોદી અને મન મન મોદીનું પરિણામ આપણને જોવા મળી રહ્યું છે જેને જનતાએ સાથ આપ્યો છે. મોદીની લોકપ્રિયતા દુનિયાના શિખરે પહોચી ગઈ છે.

સીએમ શિંદેએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું હતું પણ તે પૂરું કર્યું નહીં. પણ મોદી-શાહ દ્વારા કરવામાં આવેલા કામકાજને કારણે આજે તેમને સફળતા મળી છે. ભાજપે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, છત્તીસગઢના પરિણામોમાં મોટા પ્રમાણમાં લીડ મેળવી છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…