આમચી મુંબઈમહારાષ્ટ્ર

વસઈ-વિરારની ગેરકાયદે છ પેથોલોજી લેબ સામે કાર્યવાહી કરવા શિંદેનો આદેશ

મુંબઈ: મુંબઈના વસઇ-વિરારમાં આવેલી છ ગેરકાયદે પેથોલૉજી લેબ અને તેનાથી સંબંધિત ડૉક્ટરો પર કાર્યવાહી કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આદેશ આપ્યા હતા, પણ આ અંગે કાર્યવાહી કરવા બદલ પાલિકા દ્વારા પોલીસોને જણાવવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

વસઇ-વિરારમાં આવેલી આવી ખાનગી લેબને લીધે અનેક દર્દીઓના જીવ જોખમમાં મૂકાતા હોવાનો પ્રકાર સામે આવ્યો છે. આ બંને શહેરમાં કુલ એવી છ ખાનગી લેબમાં રાજેશ સોની નામના માન્યતા રદ થયેલા ડૉક્ટરની સહી બાદ દર્દીઓને તેમના રિપોર્ટ આપતા હોવાનું જાણવા મળ્યું હતું. માન્યતા રદ થયા છતાં આ ડૉક્ટર લોકોના રિપોર્ટ પર સહી કરતાં દર્દીઓને ખોટા રિપોર્ટ મળતા તેમના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હતું.

આ છ લેબોમાં આ પ્રકારનું કૃત્ય ચાલતા આ બધી લેબને નોટિસ મોકલવામાં આવી હતી, અને આ લેબના રિપોર્ટ પર સહી કરતાં ડૉક્ટર સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. લેબમાં ચાલી રહેલા આ ગેરપ્રકારને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ વસઇ-વિરારમાં આવેલી લેબોમાં શ્રીજી પેથોલૉજી લેબ, પાર્થ ડાયગ્નોસ્ટીક સેન્ટર, ગેટવેલ ક્લિનિક લેબોરેટરી, ગ્લોબલ કેર અને વેલ્ફેર ડાયગ્નોસ્ટીક સેન્ટર અને ધનવંતરી આ છ લેબમાં ગુજરાતના માન્યતા રદ થયેલા ડૉક્ટરની સહી કરી રિપોર્ટ આપવામાં આવે છે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ આરોપો સામે મુખ્ય પ્રધાન શિંદેએ પણ આ વાત સાચી હોવાનું માન્ય કર્યું હતું. ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલને અને આ મામલે ગુનાઓ દાખલ કરવાનો આદેશ પોલીસને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બધી લેબને સીલ કરવામાં આવી હતી. પણ પોલીસને આ બાબતે અનેક વખત જણાવ્યા છતાં કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, તેથી હવે આ મામલે પાલિકા કમિશ્નરે પોલીસ કમિશ્નર પાસે જઈ ફરિયાદ કરી હતી.

પાલિકા કમિશ્નરે જણાવ્યું કે આ મામલે પાંચ વખત પત્ર લખી ગુનાઓ નોંધવા અંગે કહેવામાં આવ્યું હતું તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વિધાનસભામાં ઉપસ્થિત કરવામાં આવેલા પ્રશ્નોને પણ અહીં જણાવવામાં આવ્યા છે, તહતી હવે આ મામલે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…