આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાવિકાસ આઘાડી ફક્ત વિકાસને કેવી રીતે રોકવા એ જ જાણે છે: વડા પ્રધાન મોદી

થાણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસને દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે એનડીએનું એકમાત્ર લક્ષ્ય વિકાસ કરવાનું છે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી માત્ર આવા કામોને રોકવાનું જાણે છે.

આપણે મુંબઈ અને તેના મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના ભાવિને વિકિસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે તૈયાર કરવું પડશે. આ માટે આપણે બમણી મહેનત કરવી પડશે. આપણે વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને અગાઉ કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા નુકસાનને સુધારવાનું રહેશે એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં વર્તમાન સરકારો હેઠળ, એમએમઆરનો વિકાસ અતિ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. થાણે અને મુંબઈના લોકો કોંગ્રેસના શાસનમાં વસ્તી અને ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અને એક સમય એવો હતો જ્યારે મુંબઈનો વિકાસ અટકી ગયો હતો. અમારી સરકાર હેઠળ, 300 કિલોમીટરનું મેટ્રો રેલ નેટવર્ક, કોસ્ટલ રોડ, અટલ સેતુ વાસ્તવિકતા બની છે, જે ઔદ્યોગિક વિકાસને પણ ગતિ આપશે અને રોજગારીનું સર્જન કરશે. મહા વિકાસ આઘાડી કામને રોકવાનું જ જાણતી હતી. મુંબઈ મેટ્રો-3 લાઇનનું કામ અહંકારને કારણે અટકાવવામાં આવ્યું હોવાથી પ્રોજેક્ટના ખર્ચમાં 14,000 કરોડ રૂપિયાનો વધારો થયો હતો અને કરદાતાઓના નાણાંનો વ્યય થયો હતો, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : હરિયાણામાં મતદાન દરમિયાન ઝપાઝપી: પૂર્વ ધારાસભ્યએ જ અન્ય ઉમેદવારનો કુર્તો ફાડી નાખ્યો

મોદીએ કહ્યું હતું કે, મેટ્રો લાઇન-3 જેનો પ્રથમ તબક્કો તેમણે આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન કર્યો હતો, તે જાપાન સરકારના સહયોગને કારણે બની રહી છે. તે ભારત-જાપાન મિત્રતાનું પ્રતીક છે, એમ તેમણે ઉમેર્યું હતું.
એમવીએએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અને અટલ સેતુ પ્રોજેક્ટ્સમાં પણ અડચણો ઊભી કરી અને રાજ્યમાં પાણી પુરવઠો અને સિંચાઈ યોજનાઓ બંધ કરી દીધી, એમ તેમણે જણાવ્યું હતું.

એમવીએ વિકાસનો દુશ્મન છે અને લોકોએ વિપક્ષી ગઠબંધનને (સત્તાથી) દૂર રાખવી જોઈએ. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અસલી રંગ બતાવી રહી છે. તે રાજ્ય સરકારની લાડકી બહેન યોજનાનો વિરોધ કરી રહી છે જેમાં મહિલાઓને માસિક 1500 રૂપિયાની સહાય મળે છે. તેમજ દર વર્ષે ત્રણ મફત એલપીજી સિલિન્ડરનું વિતરણ કરવાનો પણ વિરોધ કરે છે એમતેમણે કહ્યું હતું.

મહિલાઓએ કોંગ્રેસના ઇરાદાઓ વિશે સતર્ક રહેવું જોઈએ, જે એકનાથ શિંદે સરકાર દ્વારા કરવામાં આવતા કામને અટકાવશે અને દલાલ (વચેટો)ને પૈસા આપશે, એમ વડા પ્રધાને કહ્યું હતું.
કોંગ્રેસ શહેરી નક્સલીઓ દ્વારા ચલાવવામાં આવે છે અને ભારતની પ્રગતિનો વિરોધ કરતા દળો સાથે ઉભી છે, એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, વિરોધ પક્ષનું મિશન લોકોને વિભાજિત કરવાનું અને સત્તા મેળવવાનું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાર્ટીએ જ્યારે સત્તામાં હોય ત્યારે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોને બરબાદ કરી દીધા છે અને લોકોએ આવા કિસ્સાઓમાંથી શીખવું જોઈએ.
શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના મોદીએ કહ્યું કે રાષ્ટ્રવાદની વાત કરનાર પક્ષો હવે તુષ્ટિકરણની રાજનીતિમાં વ્યસ્ત છે.

તેઓ વકફ સુધારા વિધેયકનો વિરોધ કરે છે પરંતુ વીર સાવરકરનું અપમાન કરતી કોંગ્રેસ પર મૌન રહે છે. જ્યારે કોંગ્રેસ કહે છે કે તે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવશે, ત્યારે આ પક્ષો કોઈ પ્રતિક્રિયા આપતા નથી. જો કોંગ્રેસનું ભૂત કોઈના શરીરમાં પ્રવેશે તો તેની વિચારધારા સત્તાના કારણે નાશ પામે છે એનો જીવંત દાખલો જોવા મળી રહ્યો છે, એમ વડા પ્રધાને કહ્યું હતું.
પીએમે કહ્યું કે માત્ર ભાજપ અને મહાયુતિએ મહારાષ્ટ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસને મજબૂત કરવા માટે કામ કર્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત