આ વખતે શ્રાદ્ધ પક્ષના છેલ્લાં દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થશે, જ્યારે શ્રાદ્ધના પહેલાં દિવસે ચંદ્રગ્રહણ લાગ્યું હતું
બીજી ઓક્ટોબરના બુધવારે વર્ષનું બીજું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, સૂર્ય ગ્રહણ હસ્ત નક્ષત્ર અને કન્યામાં રાશિમાં લાગી રહ્યું છે
આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય એટલે અહીં સૂતકકાળ માન્ય નહીં ગણાય
સર્વપિતૃ અમાસ પર થઈ રહેલું સૂર્ય ગ્રહણ એક ખાસ સંયોગ મનાઈ રહ્યો છે
એટલું જ નહીં પણ આ સૂર્ય ગ્રહણને એક મહત્ત્વની જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે
આ ગ્રહણને કારણે અનેક રાશિઓના જાતકોને લાભ થશે ભાગ્યનો સાથ મળશે
આવો જોઈએ કઈ છે આ રાશિઓ-
મિથુનઃ આ રાશિના લોકો માટે ગ્રહણ શુભ રહેશે. આર્થિક સ્થિતિ સુધરશે, નોકરીમાં તક મળશે, બિઝનેસમાં લાભ થશે
કર્કઃ ભાગ્યનો સાથ મળશે. નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ સમય. પરિવારનો સાથ-સહકાર મળશે
વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યગ્રહણ શુભ રહેશે. જીવન સુખ-સમૃદ્ધિથી ભરપૂર રહેશે. દરેક કામમાં સફળતા સફળતા મળશે