વડા પ્રધાને કરી મેટ્રોમાં મુસાફરી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈ મેટ્રો લાઇન 3 ના બીકેસીથી આરે તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાંતાક્રુઝ સ્ટેશન અને પાછા મેટ્રોમાં મુસાફરી કરી હતી, જે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ, મહારાષ્ટ્ર સરકારની લાડકી બહિન યોજનાના લાભાર્થીઓ અને ભૂગર્ભ લાઇન બાંધવામાં સામેલ મજૂરો સાથે વાતો કરી હતી.
તેમણે પ્રવાસીઓ માટે મુસાફરીના અનુભવને વધારવા માટેના મેટ્રોકનેક્ટ3 એપ લોન્ચ કરી અને ભૂગર્ભ મેટ્રો પ્રવાસના અદભૂત ફોટા ધરાવતી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કર્યું હતું.
આ પણ વાંચો: ‘ખૂલ જા સીમ સીમ’ ; મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મોદીનો ‘જાદુઇ ચિરાગ’ 32 હજાર કરોડથી વધુની યોજના ભેટ કરી
આરે કોલોની અને બીકેસી વચ્ચેનો 12.69 કિલોમીટરનો પટ્ટો એ 33.5 કિલોમીટરની કોલાબા-સીપ્ઝ-આરે મેટ્રો લાઇન-3નો એક ભાગ છે, જેને આ સપ્તાહની શરૂઆતમાં મેટ્રો રેલવે સેફ્ટી (સીએમઆરએસ)ના કમિશનર તરફથી અંતિમ મંજૂરી મળી હતી.
આરે-બીકેસી સ્ટ્રેચ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 અને 2 તેમજ મરોલ નાકા સ્ટેશન પર ઘાટકોપર-અંધેરી-વર્સોવા મેટ્રો લાઇન 1 બંનેને કનેક્ટિવિટી પ્રદાન કરે છે.
આ પણ વાંચો: ઓવૈસી અને મહાવિકાસ આઘાડીનું ‘હમ સાથ સાથ હૈ’ થશે? મહારાષ્ટ્રનું રાજકીય સમીકરણ બદલાય તેવી શક્યતા
એકવાર દક્ષિણ મુંબઈમાં આરેથી કોલાબા વચ્ચે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, લાઇન-3 લગભગ 3-4 મિનિટની ટ્રેનની આવર્તન સાથે દરરોજ લગભગ 13 લાખ મુસાફરોને સેવા આપશે. તે આઠ કોચના દરેક રેકમાં અંદાજે 2500 મુસાફરોને લઈ જશે. આ લાઇન પર લઘુત્તમ ભાડું 10 રૂપિયા હશે, જ્યારે મહત્તમ 50 રૂપિયા હશે.