આપણું ગુજરાત

ગાંધીનગરની રવિવારની કેબિનેટમાં શું…. શું ? જે અમિત શાહ કહી ગયા છે તે બધ્ધું જ

છેલ્લા 24 કલાકથી રાજ્યભરમાં ઉત્કંઠા, ઉત્સુકતા અને આશ્ચર્યજનક કહી શકાય તેવા નિર્ણય કે રવિવારે ગાંધીનગરમાં સરકારની કેબિનેટ બેઠક મળશે. તેના તર્ક જેટલા મોં, તેટલા નીકળ્યા છે અથવા કાઢવામાં આવ્યા છે. નવા મુખ્યમંત્રીના નામની અટકળથી માંડીને સરકારમાં મોટા ફેરબદલ સુધીની વાતો વહેતી થઈ છે. પણ ખબરદાર, આમાનું કશું જ નથી. જે છે તે સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નો અને તેના નિરાકરણ સહિત તેમણે મળવા પાત્ર લાભ સુધીની બધી જ વાત છે.

સંભવત; 2005 થી સરકારી કર્મચારીઓના જે પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, તેના તમામ જવાબ સાથે દિવાળી સુધારી દેવાનો ‘માસ્ટર પ્લાન’ સરકારે ‘ડ્રાફ્ટ’બનાવી દીધો છે. હવે પરિપત્ર થકી અમલવારી થવાની સંભાવનાઓને નકારી શકતી નથી. આ એ બધુ જ છે જે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વડાપ્રધાનના દૂત તરીકે રાજ્ય સરકારને સંદેશો આપી ગયા છે તેનું અક્ષરસ; પાલન છે.

આ પણ વાંચો: નાના માણસની મોટી બેંકના મંત્રને ADCએ સાચા અર્થમાં કર્યો ચરિતાર્થ : કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ…

રવિવારે મળનારી કેબિનેટ બેઠકમાં 2005 પહેલાના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અને સાતમા પગાર પંચના બાકી લાભો અંગે કેબિનેટ બેઠકમાં મંજૂરી મળવાની શકયાતાઓને પણ નકારી શકાતી નથી. ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળ અને રાજ્ય સરકાર વચ્ચે થયેલી બેઠકનો સકારાત્મક ઉકેલ આવ્યો છે. જો કે ફિકસ પે બાબતે કોઈ ચર્ચા નથી થઈ અને આ અંગે કોઇ સકારાત્મક સમાચાર આવે તેવી સંભાવનાઓ પણ નહિવત છે. યુનિફાઇડ પેશન સ્કીમ માટે પણ સરકારે કોઇ તખ્તો ઘડી રાખ્યો હોય તો નવાઈ નથી.

આ પણ વાંચો: ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસઃ ગાંધીનગરમાં વિવિધ જાહેર કાર્યક્રમો

કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જિતતા જ પોતાના ઢંઢેરામાં જે વચનો આપ્યા હતા તેની અમલવારી કરી દીધી હતી જેમાં યુનિફાઇડ પેન્શન સ્કીમનો પણ સમાવેશ થાય છે. હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે માત્ર ત્રણ વર્ષ જેટલો જ સમય છે ત્યારે સરકારી કર્મચારીઓની માંગ વ્યાપક છે અને લાંબા સમયથી પેન્ડિંગ છે એટલે હવે પડતર પ્રશ્નોનું ત્વરાએ નિરાકરણ લાવવું જરૂરી છે. સાથોસાથ સંસદમાં રાહુલ ગાંધીએ ‘2027 માં ગુજરાતમાં તમને હરાવીશું એવું જે નિવેદન કર્યું હતું તેનાથી સરકાર પણ સજગ થઈ ગઈ છે.

રાજનીતિક પરિસ્થિતિ બની છે મજબૂરી ?

હિમાચલમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ હવે હરિયાણામાં પણ કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી હોવાના એક્ઝિટ પોલ નાં તારણો આવી રહ્યા છે. કદાચ જમ્મુ કશમીરમાં સ્થિતિ જુદી બને, પણ આ પરિણામો પછી તરત જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ભાજપ માટે હવે રાજ્યો બનાવવા કરતાં બચાવવાની કવાયદ છે ત્યારે, નરેન્દ્ર મોદીએ ગુજરાતથી શરૂ કરેલી રાજનીતિક સફર 7 ઑક્ટોબરે 23 વર્ષ પૂર્ણ કરી રહી છે. એટલે આવા બહુહેતુક પ્રશ્નોનું નિરાકરણ પણ ગુજરાતથી જ શરૂ કરી રહ્યું હોવાનું માનીએ તો નવાઈ નહીં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker