આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભારતમાં અકસ્માતમાં મહારાષ્ટ્ર મોખરે, મુંબઈના ડેથ સ્પોટ્સ ખબર છે?

મુંબઈ: રાજ્યમાં શિયાળુ સત્ર નાગપુરમાં ચાલી રહ્યું છે ત્યારે શિયાળુ અધિવેશનમાં મહારાષ્ટ્રના આર્થિક પાટનગર મુંબઈમાં જાન્યુઆરીથી જૂન 2023 દરમિયાન 132 રોડ અકસ્માતોમાં 147 લોકોના મોત થયા હોવાની માહિતી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપી હતી. હવે બીજો એક નવો રિપોર્ટ જાણવા મળ્યો છે દેશભરમાં સૌથી વધુ અકસ્માતો મહારાષ્ટ્રમાં થાય છે અને અકસ્માતમાં સૌથી વધુ મોત પણ મુંબઈમાં થાય છે.

મુંબઈ મહાનગરમાં દિવસે દિવસે વાહનોની વધતી સંખ્યાને કારણે શહેરમાં ટ્રાફિનની સમસ્યા સતત વધી રહી છે. મુંબઈ એક મોટું શહેર હોવાથી અનેક બીજા રાજ્યોમાથી લોકો અહીં સ્થળાંતર કરે છે. મુંબઈના મોટાભાગના રસ્તાઓ પરના ફૂટપાથ પર ફેરિયાઓએ કબજો કરતા અનેક વખત લોકોને ફૂટપાથ પર ચાલવું પડે છે જેને કારણે રોડ અકસ્માતો થવાનું જોખમ રહે છે.

મુંબઈમાં આવા અકસ્માતોને રોકવા માટે પ્રશાસન પણ કોઈપણ પ્રકારની ઉપાય યોજના કરવામાં અ સફળ સાબિત થઈ રહી છે. મુંબઈ પાલિકા દ્વારા શહેરની 214 વિસ્તારોમાં સૌથી વધુ અને ગંભીર અકસ્માતો થાય છે. આ વિસ્તારોને બ્લેક સ્પોટ યા ડેથ સ્પોટ કહેવાય છે. શહેરમાં અકસ્માતોને રોકવા માટે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે, જેમાં અમુક વિસ્તારોની ડિઝાઇનમાં બદલાવ કરવામાં આવશે.

અકસ્માતોને નિવારવા માટે પ્રશાસન દ્વારા અનેક પગલાં ભરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને ડેથ સ્પોટની ડિઝાઈનમાં બદલવા કર્યો છે. ટૂ-વ્હિલર, ફોર વ્હિલર, ચાલીને જનારા અને સાઈકલસવારો માટે અકસ્માત વિનાની ડિઝાઈન તૈયાર કરી છે. એટલા માટે ડેથ સ્પોટ જેવા વિસ્તારમાંથી પસાર થનારા લોકો પણ હવે અકસ્માતનો ભોગ બને નહીં. આ ઉપરાંત, ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કર્યો છે. એના સિવાય અલગ લેન બનાવવાની સાથે હાઈ ટેક કેમેરા લગાવવાની સાથે સ્પીડોમીટર અને ચાલનારા લોકો માટે ખાસ ફૂટપાથ જેવો વિકલ્પ પૂરો પાડવા પર ભાર મૂકવાનું જરુરી છે. આ બધા ઉપાયો અજમાવવાને કારણે વાહનો અને રાહદારીઓને અકસ્માતથી બચાવી શકાય છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીબીઆર) દ્વારા મુંબઈમાં રોજ આશરે સાત માર્ગ અકસ્માતો થાય છે, જેમાં અંદાજે બે લોકો મોતને ભેટે છે. 2022માં મુંબઈમાં 364 લોકોનું માર્ગ અકસ્માતોમાં મૃત્યુ થયું હતું. ઉપરાંત, સમગ્ર મહારાષ્ટ્રમાં 2021માં 13320 લોકોના મોત થયા હતા, જે સૌથી વધુ છે.

મુંબઈ શહેરમાં જારી કરેલા ડેથ સ્પોટના વિસ્તારો આ પ્રમાણે છે, જેમાં ચેમ્બુરના અમર મહલ જંકશન, કંજુરમાર્ગ પૂર્વ, ઘાટકોપર પૂર્વ, ઘાટકોપર-માનખુર્દ જંકશન, ગોવંડી પશ્ચિમ, સાયન ચોક, એલબીએસ માર્ગ કુર્લા, સાયન-પાનવેલ એકપ્રેસ વે અને ઘાટકોપર છેડા નગર જંકશન વગેરે વિસ્તારોમાં સૌથી વધુ અકસ્માત થાય છે. ઉપરાંત, બાન્દ્રા કલાનગર, જવાહરલાલ નહેરુ માર્ગ, જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ, ગોરેગાવ-મુલુંડરોડ, સાંતાક્રૂઝ-ચેમ્બુર, સાકીનકા અંધેરી અને બોરીવલીનું સંજય ગાંધી નેશનલ પાર્ક પણ આ યાદીમાં સામેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…