વેપાર અને વાણિજ્ય

ખાંડમાં ધીમો સુધારો

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૬૦૦થી ૩૬૫૦માં ગુણવત્તાનુસાર ધોરણે થયાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. બેનો સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડો આવ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો. ગઈકાલે વર્તમાન લોકસભાની ચૂટંણીને કારણે બજાર બંધ રહ્યા બાદ આજે સ્થાનિકમાં અંદાજે ૩૦થી ૩૨ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ તેમ જ રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૯થી ૩૦ ટ્રકનો રહ્યો હકતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૩૬થી ૩૮૧૨માં ટકેલા ધોરણે થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વૃદ્ધ થતાં આવા દેખાશે આ Bollywood Celebs, Salman Khanને જોઈને તો… Shloka Mehtaનો એ ખાસ ડ્રેસ કે જેનું સુશાંત સિંહ રાજપૂત સાથે છે કનેક્શન… સોનાક્ષી- ઝહિર પહેલા આ ફિલ્મ સ્ટાર્સ કરી ચૂક્યા છે inter caste marriage વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો…