મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દિહોર નિવાસી હાલ ભાયંદર સ્વ. ચંપકલાલ ચુનીલાલ લાખાણીનાં ધર્મપત્ની પ્રભાબેન
(ઉં. વ. ૯૫) તા. ૨૧/૫/૨૪ ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. સુરેશભાઈ સ્વ. કિર્તીભાઇ હર્ષદભાઈ દિલીપભાઈ રસીલાબેન ભારતીબેન સ્મિતાબેનનાં માતુશ્રી. પદમાબેન લતાબેન નયનાબેન રીટાબેન સ્વ. ચીમનલાલ રમેશભાઈ શૈલેશભાઈનાં સાસુ હિમાંશુ અને ચિરાગના દાદી. પિયરપક્ષે ટાણા નિવાસી કાલિદાસ વિઠલદાસની દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી હાલ કાંદિવલી અ.સૌ. રેણુકાબેન જતીનભાઈ મહેતા (ઉં. વ. ૬૩) તે ૨૦/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઇન્દુમતી હર્ષદભાઈ ભટ્ટના પુત્રી. સ્વ. હર્ષિદાબેન રમણીકલાલ મહેતાના પુત્રવધૂ. નેહા તથા અંકિતના માતુશ્રી. ચિંતન તથા પ્રિયંકાના સાસુ. દીનાબેન, મીનાબેન, રાજુભાઈ, ચેતનાના ભાભી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૬૦૧, મુનિસુરત એપાર્ટમેન્ટ, મથુરાદાસ રોડ, કાંદિવલી વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
પુનડીના કેસરબેન લાલજી મેઘજી મામણીયાના જમાઇ ક્રિષ્ના અનિલ સાલિયન (ઉં. વ. ૫૪) તા. ૨૦/૫/૨૪ના અવસાન પામેલ છે. બેંગ્લોરના અપ્પી અનિલના સુપુત્ર. હર્ષાના પતિ. ઉર્વી, આયુષના પિતા. પ્રાર્થના રાખેલ નથી. નિ. હર્ષા સાલિયન, એ-૩૦૭, શ્રોફ એપાર્ટમેન્ટ, સોડાવાલા લેન, બોરીવલી (વે.)

કપાયાના કાંતિલાલ માણેક સંગોઈ (ઉં. વ. ૬૨) તા. ૧૯/૫/૨૪ના અવસાન પામેલ છે. સુંદરબેન માણેક સંગોઇના પુત્ર. પૂનમના પતિ. માયરાના પિતા. દેશલપરના કસ્તુરબેનના ભાઈ. પ્રેમચંદ ગુપ્તાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : પુનમ કાંતિલાલ સંગોઇ, ૨૧૭/૫. અલી પુરીયા મેન્શન, દાદર, મુંબઇ ૪૦૦૦૧૪.

બાડાના કંચનબેન કાંતિલાલ ગડા (ઉં. વ. ૬૪) તા. ૧૯-૦૫-૨૦૨૪ના અવસાન પામેલ છે. ખેતબાઇ ઓભાયા ગડાના પુત્રવધૂ. ગામ મેરાઉના લક્ષ્મીબેન દામજી હેણિયાના પુત્રી. દિપક, શૈલેષના માતાજી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. શૈલેષ ગડા, સી-૧/૪૧૯, ઓમકાર એસ.આર.એ. બિલ્ડીંગ, જાનુ ભોયે નગર, શાંતારામ તળાવ, મલાડ (ઇસ્ટ), કુરાર વિલેજ.

બાડાના સુંદરજી ભીમશી વિસરીયા (ઉં. વ. ૭૨) ૧૯/૫ના અવસાન પામેલ છે. મુલબાઇ ભીમશીના પુત્ર. મીનાના પતિ. અમિત, પલ્લવી, ઉર્વીના પિતા. ડો. ગોવિંદ, નાગલપુર દમયંતી ચંપક, વિઢ પ્રવિણા જયંતી, સમાઘોઘા દક્ષા દિનેશના ભાઇ. ડુમરા પુરબાઇ મેઘજી ઉમરશીના જમાઇ. પ્રા. શ્રી.વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦. નિ. મીના વિસરીયા, એ-૩૦૪, યમુના હાઇટસ, દાદાસાહેબ ગાયકવાડ રોડ, મુલુંડ (વે.).

બિદડા ઘેલાણી ફરિયાના તારાબેન છેડા (ઉં. વ. ૭૨) તા. ૨૦.૫.૨૪ના અવસાન પામેલ છે. નાનબાઇ હંસરાજ હેમા છેડાના પુત્રી. સ્વ. નવિનચંદ્ર, નાનાલાલ, સ્વ. મુલચંદ, સ્વ. તિલક, સ્વ. રમણીકના બેન. નાના ભાડીયાના સ્વ. વરજાંગ જેઠાના દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નાનાલાલ છેડા, ૧૧, પટેલ સોસાયટી, વી.બી. લેન, ઘાટકોપર (ઇ.), મુંબઇ-૭૭.

ડુમરાના સરલાબેન મોહનલાલ ગાલા (ઉં. વ. ૭૫) તા. ૧૮/૫/૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી લક્ષ્મીબેન નાગજીના પુત્રવધૂ. મોહનલાલ નાગજીના ધર્મપત્ની. મીના, ટીના, આશીષના માતુશ્રી. લઠેડીના માતુશ્રી ગોરબાઇ રવજીના પુત્રી. કેશરબાઇ, ખેતબાઇ, હીરબાઇ, સુંદરજી, શામજી, ભવાનજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મોહનલાલ નાગજી ગાલા, દેરાસર ફરિયો, ગામ – ડુમરા (કચ્છ) ૩૭૦૪૯૦.

કાંડાગરાના ચંદ્રકાંત કાનજી ગાલા (ઉં. વ.૭૬) તા. ૧૯/૫/૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી લાછબાઇ કાનજી નેણશીના સુપુત્ર.પ્રભાબેનના પતિ. દીપા, દીપેશ, ઉર્વીના પિતાશ્રી. નાની ખાખરના જયાબેન મગનલાલ, રાયણના લક્ષ્મીબેન જયંતીલાલ, લાખાપુરના નિર્મળાબેન તલકશી, બિદડાના સરોજબેન કલ્યાણજી, ભાઇલાલના ભાઇ. પ્રાગપુરના દેવકાબેન હરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દીપેશ ગાલા, બી-૧૦૧, સુખ આંગન, એસ.ટી. ડીપો સામે, નાલાસોપારા (વેસ્ટ).

માપરના અ.સૌ. હેમલતા મુલચંદ છેડા (ઉં. વ. ૭૬) ૧૯.૫.૨૪ના અવસાન પામ્યા છે. જેતબાઇ ખીમજી રાયશીના પુત્રવધૂ. મુલચંદના ધર્મપત્ની. અશ્ર્વિની, જયેશ, મહેશના માતુશ્રી. સાભરાઇના દેવાંબાઇ લખમશીના પુત્રી. રતનશી, ખીમજી, હાલાપરના મણીબેન વિશનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મુલચંદ છેડા, ૧૬, રૂચીર એપા., કર્ણીક રોડ, કલ્યાણ (વે.).

ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ભાવનગર નિવાસી હાલ મુલુંડ સ્વ.લીલાવતીબેન લલ્લુભાઈ ગાંધીના પુત્ર લલીતભાઈ (ઉં. વ. ૮૩) ગં.સ્વ.અરૂણાબેનના પતિ. ચંદ્રેશ, સ્વ.આશીષ, વૈશાલીના પિતા. મનીષા તથા દર્શન કાપડીયાના સસરા. સ્વ. કમળાબેન કાંતીલાલ સંઘરાજકાના જમાઈ. સ્વ.રજનીભાઈ, સ્વ.હંસાબેન હસમુખભાઈ પારેખ, સ્વ. અશોકભાઈના ભાઈ. તા. ૧૮-૫-૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. એડ્રેસ- બેવરલી હીલ, યોગી હીલ, સ્વપ્ન નગરી પાસે, મુલુંડ-વેસ્ટ.

દિગંબર જૈન
લાઠી નિવાસી હાલ માટુંગા સ્વ.કેશવલાલ વાલજી ઝવેરીના ધર્મપત્ની સવિતાબેન ઝવેરી (ઉં. વ. ૯૦)નું શુક્રવાર તા. ૧૭-૫-૨૪ના દેહપરિવર્તન થયેલ છે. તે સ્વ.રમેશભાઈ, મહેન્દ્ર, મીનાબેન ભુતા, રાજુભાઈના માતુશ્રી. વિણાબેન, સ્વ.પ્રિતિબેન, શૈલેશભાઈ ભૂતાના સાસુ. ગારીયાધર વાળા સ્વ.કાનઝીભાઈ જાગાણીના પુત્રી, સેજલ, અમીષા, ડોલી, હેમલ, કુમાલ, બંસીના દાદી, નતાસ, રીષીના નાની, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
નીના શૈલેષકુમાર શાહ (ઉં. વ. ૭૪) તે હિંમતલાલ મોતીલાલ શાહના દીકરી. ચિરાગભાઇ અને રૂપાબેન જયેશભાઇ ભદ્રેશ્ર્વરાના માતુશ્રી. રેખાબેન ભોગીલાલ વોરા, પંકજભાઇ અને જયેશભાઇના બહેન. નિકી ચિરાગ શાહ અને જયેશ ભદ્રેશ્ર્વરાના સાસુમા. માન્યાના દાદી તથા યશ ને પ્રાંજલના નાની. તા. ૧૮-૫-૨૪ ના અરિહંતશરણ થયેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
સાયલા નિવાસી, હાલ ન્યૂયોર્ક સ્વ. પ્રભાબેન સ્વ. સારાભાઇ પરીખના પુત્ર હસમુખભાઇ (ઉં. વ. ૭૨) બુધવાર, તા. ૮-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દક્ષાબેનના પતિ. સૌરભ-વૈદેહિ-નીવા, સમીર-હેમાલીના પિતા. ચારિત્રશીલાજીના સંસારીભાઇ. સ્વ. રમેશભાઇ શોભાબેન, દીપકભાઇ-માલાબેન, કલાબેન સ્વ. મહેન્દ્રભાઇ વોરાના ભાઇ. સ્વ. ચંપાબેન રમણલાલ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા સદંતર બંધ રાખેલ છે. નિવાસસ્થાન: ૧૬૯/એ, મયુર નિવાસ, ૩જે માળે, ડો. આંબેડકર રોડ, દાદર ટી.ટી. મુંબઇ-૧૪.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટા લીલીયા (પીપળવા) નિવાસી હાલ મલાડ (મુંબઇ) ધીરજલાલ દુર્લભજી ગોસલિયાના ધર્મપત્ની સૌ. વિનોદબાળા (વીનુબેન) (ઉં. વ. ૮૧) તા. ૨૦-૫-૨૪ના સોમવારના અરિહંતશરણ પામેલ છે. દીપક-જયેશના માતુશ્રી. અલકા-દર્શનાના સાસુ. સ્વ. લાભુબેન પારેખ, સ્વ. કાંતાબેન બોટાદરા, સ્વ. રતિલાલ મનસુખલાલ, જયાબેન વોરા, શાંતાબેન વોરાના ભાભી. પિયર પક્ષે પ. પૂ. સ્વ. લલિતાબાઇ મહાસતીજી (બાપજી) સ્વ. રમણીકભાઇ, સ્વ. ચીમનભાઇ દોશી, સ્વ. દમયંતીબેન કામદાર, નગીનભાઇ, સ્વ. સનતકુમાર દોશીના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૩-૫-૨૪ના ગુરુવાર સવારે ૧૦થી ૧૨. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, લોકમાન્ય ટિળક રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (વેસ્ટ).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ