મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર કોંગ્રેસનાં ઉમેદવારનું વરિષ્ઠ નેતાઓની હાજરીમાં વિવાદ સર્જતું નિવેદન

ચંદ્રપુર: ભાજપના સ્થાનિક ઉમેદવાર લક્ષ્મીનાં દર્શન કરાવીને કોંગ્રેસના પદાધિકારી અને કાર્યકર્તાઓને સાથે લઇ જાય છે. એ જ સમયે ચૂંટણીમાં આવનારી લક્ષ્મી સ્વીકારો અને મતદાન કરો એવું વિવાદાસ્પદ વક્તવ્ય કોંગ્રેસનાં ઉમેદવાર પ્રતિભા ધાનોરકરે કર્યું છે.

દરમિયાન વિધાનસભ્ય ઘાનોકરે એકદમ સહેલાઈથી પૈસો સ્વીકારો, એવું ઊલટીસૂલટી ચર્ચા પણ ચાલી રહી છે. I.N.D.I.A. આઘાડી અને મહાવિકાસ આઘાડીના નેતાઓની સભા અને બેઠક ઈમ્પીરિયલ પેલેસ ખાતે થઇ હતી. આ પ્રસંગે ધાનોરકર બોલી રહ્યાં હતાં.

એ સમયે મંચ પર કોંગ્રેસના ભૂતપૂર્વ ઈન્ચાર્જ રમેશ ચેન્નીથલા, પ્રદેશાધ્યક્ષ નાના પટોલે, વિરોધી પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર, સાંસદ મુકુલ વાસનિક, સાંસદ ચંદ્રકાંત હાંડોરે, જિલ્લાધ્યક્ષ વિધાનસભ્ય સુભાષ ઘોટે, ભૂતપૂર્વ પ્રધાન શિવાજીરાવ મોઘે, ભૂતપૂર્વ વિધાનસભ્ય વામનરાવ કાસાવર હાજર હતા. આ પ્રસંગે માર્ગદર્શન કરતાં કોંગ્રેસના ઉમેદવાર વિધાનસભ્ય ધાનોરકરે મહાયુતિના ઉમેદવાર વનપ્રધાન સુધીર મુનગંટીવારની ટીકા કરી હતી.

આપણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતા પાર્ટીને રામરામ કરી શકે અને…

ભાજપના સ્થાનિક ઉમેદવાર પૈસાનું જોર કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર લક્ષ્મીનાં દર્શન કરાવીને કોંગ્રેસના અનેક પદાધિકારી અને કાર્યકર્તાઓને સાથે લઇ ગયા છે. ચૂંટણીમાં આવેલી લક્ષ્મીને પાછી ન કરતા. ચૂંટણીમાં આવેલી લક્ષ્મીને તમામ લોકોએ સ્વીકારવી અને કોંગ્રેસને મતદાન કરવું, એવી અપીલ ઘાનોરકરે કરી હતી.

દરમિયાન ચૂંટણીમાં લક્ષ્મીનાં દર્શન થતાં હોવાનું વિધાનસભ્ય ધાનોરકરે જ કહ્યું હોવાથી કાર્યકર્તાઓએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. હું રડીશ નહીં, તેમ છતાં હું લડવાની છું, એવું જણાવીને ધાનોરકરે ઉમેદવારીપત્ર ભરવા જઇ રહ્યાં હતાં ત્યારે માનવમહેરામણ ઊમટ્યું હોવાનું જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button