ટ્રાફિક મુદ્દે સરકાર માત્ર કોર્ટમાં દાવા કરે છે પરંતુ તેનાથી કોઈ પરિવર્તન નહીં : હાઇકોર્ટ
એકાદ સપ્તાહ પહેલા ગુજરાત સરકારના ટ્રાફિક અને વ્યવસ્થાપન સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાફિક-પાર્કિંગ મુદ્દે તીખા તમતમતા સવાલ પૂછી ગુજરાત હાઈકોર્ટે ટાંકા-ટેભા ઉતરડી નાખ્યા હતા. હવે આજે આ જ ટ્રાફિક વ્યવસ્થાપન પર સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યુ હતું,.
સરકારે પોતાની એફિડેવિડમાં પાંગળો બચાવ કરતાં જવાબ આપ્યો હતો કે જનતાએ ફરજ સમજી હેલ્મેટ પહેરવા જોઈએ. એફિડેવિટમાં સરકારે કહ્યું કે ટ્રાફિક જાગૃતતા લાવવા માટે સરકાર પ્રયત્ન કરશે. ઘણા વાહનચાલકો ટ્રાફિક પોલીસ હોય છતાં ટ્રાફિકના નિયમો તોડે છે. જનતા ટ્રાફિક નિયમોમાં સહકાર આપતી નથી. ટ્રાફિક પોલીસ નિયમનું પાલન કરાવવા ખડેપગે હોય છે.
તો આ જ મુદ્દે અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂયાત કરતાં કહ્યું હતું કે, હજુ થોડા સેમી પહેલા જ ટ્રાફિક-પાર્કિંગ મુદ્દે સ્થાનિક પોલીસ વાહન ચાલકો પાસેથી આડેધડ દંડની વસૂલાત કરે છે.
આ પણ વાંચો: મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખની પાર, પ્રદૂષણ અને ટ્રાફિકજામનું જોખમ વધશે…
આ રજૂઆતના જવાબમાં હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, સરકાર પોતાની ફરજ બજાવે અને ખોટી રીતે બચાવ ન કરે, RTOના સર્વર વારંવાર ડાઉન થાય છે અને તેના કારણે પ્રજાને વારંવાર ધક્કા ખાવા પડે છે, જેથી યોગ્ય વ્યવસ્થા કરો જેના કારણે પ્રજા પરેશાન ના થાય. ત્યારે હાઈકોર્ટની સરકારને ટકોર કરતા કહ્યું કે ટ્રાફિક મુદ્દે સરકાર માત્ર કોર્ટમાં દાવા કરે છે પરંતુ તેનાથી કોઈ પરિવર્તન જોવા મળતુ નથી, તેથી દાવાઓ ના કરો, ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવો.
હાઇકોર્ટની ટિપ્પણી બાદ ટ્રાફીક પોલીસે મરડી આળસ : 6 હજાર વાહન ચાલકો દંડાયા
અમદાવાદ–ગાંધીનગર સરખેજ- હાઇ-વે પર વધતાં અકસ્માતો અને ગુજરાત હાઇકોતના લાંબા સમયના અવલોકન પછી શહેરનો ટ્રાફિક અને ખાસ કરીને ટૂ -વ્હીલર ચાલકોની હેલ્મેટ પ્રત્યે ઉદાસીનતા પર થયેલી ટિપ્પણીની ઘેરી અસર જોવા મળી છે.
આ પણ વાંચો: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન: ત્રણ દિવસમાં 290 ઈ-બાઈક્સ જપ્ત
અમદાવાદનું પોલીસ તંત્ર પણ ગુજરાત હાઇકોર્ટની ટિપ્પણી પછી જાણે આળસ મરડીને બેઠું થતું હોય તેમ કાર્યવાહીમાં જોતરાઈ ગયું છે . છેલ્લા બે જ દિવસમાં વાહન ચાલકોને લાખો રૂપિયાનો દંડ ફટકારી પોતાની પીઠ થપથપાવવાનો મોકો મળી ગયો છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનચાલકો સામે ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં છેલ્લા બે દિવસમાં જ હેલ્મેટ વિનાના 6 હજારથી વધુ લોકો દંડાયા છે. જ્યારે 33 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.