મરણ નોંધ

જૈન મરણ

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
પડધરી નિવાસી હાલ મુંબઇ સ્વ. સાકરચંદ જેચંદ પટેલના સુપુત્ર જયંતીલાલના ધર્મપત્ની અ. સૌ. લીલાવંતીબેન (ઉં. વ. 90) તે મોરબી નિવાસી સ્વ. દોશી પ્રભુદાસ વીરપાળના સુપુત્રી. તે રેખા, શ્વેતા અને રાજીવના માતુશ્રી. તે અ. સૌ. કલ્પના, ચંદ્રેશકુમાર અને વિરાજકુમારના સાસુ. તે ઉત્સવના દાદી. તે કૃણાલ, હર્ષીલ, જુહી અને તન્વીના નાની. તા. 2-3-24 શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ વડાલા શાંતિલાલ માણેકચંદ દોશીના સુપુત્ર નરેન્દ્રભાઇના ધર્મપત્ની નયનાબેન (ઉં. વ. 68) તા. 3-3-24ના અરિહંતશરણ પામેલ છે. શ્રેણિક, ભૂમિકાના માતુશ્રી અને પારસકુમાર મહાસુખભાઇ દોશી-મોટાખુટાવડાના સાસુ. અને ધ્રુવીના નાની. મહાસુખભાઇ તથા દિનેશભાઇ, શશીકળા બિપીનચંદ્ર શાહના ભાભી. પિયર પક્ષ ગોપાળજી રૂગનાથ શાહ (ટાણાવાળા)ના દીકરી. લૌકિક વ્યવહાર રાખેલ નથી. શંત્રુજય ભાવયાત્રા તા. 8-3-24 શુક્રવાર સવારે 9 વાગે. ઠે. શ્રી વડાલા અચલગચ્છ જૈન સંઘ, દેરાસર લેન, વડાલા (વેસ્ટ).
ક. દ. ઓ. જૈન
સ્વ. પુનિત ગાલા (ઉં. વ. 64) ગામ મંજલ રેલડીયા રવિવાર તા. 3-3-24ના અરિહંતશરણ પામેલ છે. તે કસ્તુરબાઇ વેલજી ડુંગરશી ગાલાના પુત્ર. જયોત્સનાબેનના પતિ. નવલબાઇ ગોવિંદજી (મંગલભા) ખીમજી ખોના (કોઠારા)ના જમાઇ. પ્રિન્સપ્રતિકના પિતાજી. પંકજ, ઉષાબેન તથા રેખાબેન મણીલાલ શિયાલ (જખૌ)ના ભાઇ. મનિષ પંકજ ગાલાના કાકા. પ્રાર્થનાસભા તા. 5-3-24ના 5-30થી 7. ઠે. કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ખંભાત વિશા ઓશવાળ જૈન
ખંભાત નિવાસી હાલ બોરીવલી દિનેશચંદ્ર શાંતિલાલ શાહ, (ઉં. વ. 75) તે સ્વ.કોકિલાબેનના પતિ. રીપલ, મોનિકા, કલ્પેશ, મેઘના, કૌશલના પિતા. શૈલેષભાઈ, અરવિદભાઈ અને શોભનાબેનના ભાઈ તા. 04-03-2024ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલા.દશા શ્રી. સ્થા. જૈન.
પીપરાળી – ચોટીલા નિવાસી હાલ માલેગાવ સ્વ. સુભાષચંદ્ર રતિલાલ તુરખીયાના પત્ની મંજુલાબેન (ઉં. વ. 88) તા 2/3/24ના અરિહંતશરણ પામેલ છે. તે રૂપા, સ્વ. નરેશ, રાજેશ, સ્વ. અજયના માતુશ્રી. વિપુલભાઈ કાંતિલાલ – લક્ષા – રાજશ્રીના સાસુ. વિધિ કલ્પેશ, હાર્દિક, મૌલિક, ચાર્મી જીમી, હિતેશી, અમીશ્રીના દાદી. રાજવી રિકીન શાહના નાની. પિયરપક્ષે સ્વ. મોહનલાલ ગાંડાલાલ ખંધારના દિકરી. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાતી વિશાશ્રીમાળી શ્વે મું જૈન
ખંભાત નિવાસી હાલ બોરીવલી પ્રવિણાબેન શાહ (ઉં. વ. 67) તે 2/3/24ના અરિહંતશરણ પામેલ છે. તે ચંદ્રેશભાઇ મુલચંદભાઈ શાહના ધર્મપત્ની. યેશાના માતુશ્રી. મધુબેન મુલચંદભાઈ માણેકલાલ શાહના પુત્રવધૂ. પુષ્પાબેન ઓત્તમચંદ કલ્યાણજી કામદારના દીકરી. પંકજભાઈ તથા હર્ષાબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્થાનકવાશી જૈન
ભુરખીયા નિવાસી હાલ દામનગર સ્વ. મનસુખલાલ ગુલાબચંદભાઈ જુઠાણીના ધર્મપત્ની હીરાબેન (ઉં. વ. 93) ગુરુવાર તા.29-2-24ના અરિહંતશરણ પામેલ છે. તે મનહરભાઈ, સ્વ.મનીષભાઈ, ભુપેન્દ્રભાઈ, વિપુલ તથા સરોજબેન હરેશભાઈ મહેતા, હેમાબેન હરેન્દ્રભાઈ શાહના માતુશ્રી. વર્ષા, ઈલા, ઈશા, જયશ્રીના સાસુ. સ્વ. મગનલાલ લાલચંદભાઈ શાહના દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર તા.7-3-24ના 10 થી 12. જૈન મહાજન વાડી દામનગર મુકામે રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના ભારતી મનહર શાહ (દેઢિયા) (ઉં. વ. 70) તા. 1-3-2024ના માંદગી થી અવસાન પામેલ છે. સ્વ. કસ્તુરબેન રવજી મેઘજીના પુત્રવધૂ. મનહરના પત્ની. માધવી, નિકુંજના માતુશ્રી. પત્રીના હેમકુંવરબેન હીરજી વેલજી ગડાની પુત્રી. ભુજપુરના રંજન હસમુખ ભેદા, મનસુખ, રોહિત, ભરતના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. નિ. મનહર દેઢીયા, બી/107, સ્વીટડ્રીમ, સાઈ નગર, અંબાડી રોડ, વસઈ (વે.)
કોડાયના મુલવંતી (મીઠીબાઇ) શામજી મેઘજી દેઢીયાના જમાઇ કલોલના રજનીકાંત (રવિભાઇ) (ઉં. વ. 64) 1 માર્ચના અવસાન પામેલ છે. હર્ષાના પતિ. પુર્વાંગ, જાન્હવીના પિતા. કલોલના વિદ્યાબેન નાથાલાલ વિઠ્ઠલદાસના પુત્ર. પુનાના ગીતાબેન સુરેશચંદ્ર ગાંધી, કલોલના છાયાબેન ભરત શાહના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હર્ષા રજનીકાંત શાહ, એ-202, પવન એપાર્ટમેન્ટ, પદમાનગર, ચીકુવાડી, બોરીવલી (વેસ્ટ) 92.
નાની તુંબડીના શ્રીમતી દમયંતીબેન ટોકરશી સાવલા (ઉં. વ. 8પ) શનિવાર તા. 02-03-2024નાં અરીહંત શરણ પામેલ છે. લક્ષ્મીબેન રતનશી વેલજીના પુત્રવધૂ. સ્વ ટોકરશીભાઈના ધર્મપત્ની. ભરત, ચેતનાના માતુશ્રી. ફરાદ્રીના લક્ષ્મીબેન નરશી ગોસરના સુપુત્રી. નાનજી, ખીમજી, નવીન, કાન્તી, ચંચલ, દક્ષા, વર્ષાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : ભરત સાવલા બી/ર-104,ઓમકાર સોસાયટી, વર્ધમાનનગર, તુલીંજ રોડ નાલાસોપરા (પૂર્વ) 401209.
પ્રતાપરના કુંવરજી દામજી મામણીયા (ઉં. વ. 70) 2-3-24ના અવસાન પામેલ છે. મમ્મીબાઇ દામજીના પુત્ર. સ્વ. ચંદ્રાના પતિ. નીપા, કીંજલના પિતા. રતન, વસનજી, વનિતાના ભાઇ. કપાયા સંતોક ગાંગજી વેલજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. નીપા ગાલા, ભારત પેરેડાઇઝ, રૂમ નં. 302, બિ.નં. 29, તિલકનગર, ચેંબુર-89.
નાગલપુરના હીંમતલાલ લાલજી વીરા (ઉં. વ. 81) તા.3-3-ર4ના અવસાન પામેલ છે. વેલબાઈ/પુરબાઈ લાલજીના સુપુત્ર. હર્ષાબેન (પ્રભા)ના પતિ. અજીત, સચિનના પિતાશ્રી. શાંતિલાલ, અરવિંદ, રવિન્દ્ર, દમયંતી, હસુમતીના ભાઈ. મેરાઉ નાનબાઈ ધનજી હંસરાજના જમાઈ. પ્રાર્થના : શ્રી. વ. સ્થા. જૈ. શ્રા. સં., શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે), ટા. 2થી 3.30. ઠે. હર્ષા વીરા, 140, મગનબાગ, રજે માળે, સનમીલ રોડ, લોઅર પરેલ (વે.), મું. 13.
ભોરારાના માતુશ્રી રતનબેન મોરારજી દેઢિયા (ઉં. વ. 91) તા.3-3-ર4ના અવસાન પામ્યા છે. હાંસબાઈ રાઘવજીના પુત્રવધૂ. મોરારજીના પત્ની. કાંતિ, મનીષ, મંજુલા, નયના, ભાવના, બીનાના માતુશ્રી. વાંકી ખેતબાઈ ખેરાજ હિરાના પુત્રી. બેરાજા સાકરબેન ખીમજી વેલજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. : કાંતી દેઢિયા, 1501/ઇકો ટાવર,ગોવિંદજી શ્રોફ રોડ, ગોરેગામ (વે.), મું.104.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…