મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાંગાણા નિવાસી હાલ મુલુન્ડ રંજનબેન કિશોરભાઈ દામોદરદાસ વોરા ના પૌત્રી તથા કાજલ મેહુલ વોરાની પુત્રી વિહા (ઉં.વ.૧૪) તે ૧૮/૫/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે આર્વીના બહેન. વૈશાલી હેમંતકુમાર તથા પરેશા અમિતકુમારના ભત્રીજી, મોસાળપક્ષે હર્ષદભાઈ અમૃતલાલ દોશી શેલણાવાળા હાલ બોરીવલીના દોહિત્રી પ્રાર્થનાસભા તા.૨૧/૫/૨૪, ના ૯.૩૦ થી ૧૧.૩૦ કલાકે જીવરાજ ભાણજી અશોક હોલ, જે એન રોડ મુલુન્ડ વેસ્ટ.

ઘોઘારી વિસા શ્રીમાળી જૈન
દુદાણા (મહુવા) નિવાસી હાલ ડોમ્બીવલી ચન્દ્રાબેન જીવરાજ દોશીના સુપુત્ર ચંદ્રકાંત જીવરાજભાઈ દોશી (ઉંમર વર્ષ ૭૭) તારીખ ૧૮/૫/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ.ડોલર બેનના પતિ, હેમલભાઈ ના પિતાશ્રી. સ્વ.હસમુખભાઈ, સ્વ.અનંતરાય ભાઈ, સ્વ.કિર્તીભાઈ, નરેન્દ્રભાઈ, બીપીનભાઈ તથા સ્વ.રસીલાબેન કાંતિલાલ શાહના ભાઈ, તે શીતલના સસરા, સાસરા પક્ષ સ્વ.જયંતીલાલ રવચંદ ભાઇ શાહ (ઘોઘાવાળા) ના જમાઈ. તે સ્વ.ઠાકરશી ભાઇ વેલજી ભાઈ શાહ (નેઇપ વાળા)ના ભાણેજ. સાદડી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડ્રેસ ઇ/૧૪, ત્રી ગીતાંજલિ, ૩ ફ્લોર, શાંતિનગર, પાંડુરંગ વાડી, ડોમ્બિવલી ઇસ્ટ.

મેરાઉના શા. ટોકરશી કુંવરજી મામણીયા (ઉં.વ. ૮૨) તારીખ ૧૮-૫-૨૦૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી વેલબાઇ કુંવરજી મામણીયાના પુત્ર. પ્રેમીલાના પતિ. શિલ્પા, હીના, ભાવેશ, પરેશના પિતા. લક્ષ્મીચંદના ભાઇ. ડોણના માતુશ્રી સુંદરબેન ગણશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રેમીલા મામણીયા, ઇ/૭૦૨, સાલાસર એપાર્ટમેન્ટ, ટાંકી રોડ, નાલાસોપારા (ઇ.)

મોટા કપાયાના લતાબેન (ચંચળ) નવિનચંદ્ર મામણીયા (ઉ.વ. ૭૮) તા. ૧૭-૫-૨૦૨૪ના દેહ પરીવર્તન કરેલ છે. ભચીબેન ગાંગજીના પુત્રવધુ. નવિનચંદ્રના પત્ની. કીરીટ, ભારતી, અરૂણના માતુશ્રી. જીવીબાઇ ગગુ નરશીના સુપુત્રી. પ્રાગપુરના હેમકુંવર વશનજી, હરીલાલ, ગુંદાલાના કસ્તુર ધનજી, પ્રવિણના બેન. પ્રાર્થના રાખેલ નથી. રહેઠાણ : લતાબેન મામણીયા, બી-૭૦૪, શેલ્ટોન બી, નહેરૂ રોડ, વાકોલા, સાંતાક્રુઝ (ઇ.)

રતાડીયા (ગ) ના પ્રેમચંદ કુંવરજી પાસુ છેડા (ઉ. ૬૮) તા. ૧૮-૫-૨૪ ના અરિહંત શરણ પામ્યા છે. દેમીબાઇ પાસુના પૌત્ર. પાનબાઈ કુંવરજીના પુત્ર. બા. બ્ર. પુ. મા. સ. હેમલતાબાઇ, મણિલાલ કુંવરજી, ગુંદાલાના ચંદન પ્રવીણ, ના. ભાડિયાના રસીલા લક્ષ્મીચંદ, મેરાઉના જ્યોતિ મનસુખના ભાઇ. લાખાપુરના કુંવરબાઇ વેલજીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રેમચંદ કુંવરજી છેડા, ૩૧૬, ઝીપરુ સદન, ગુપ્તે રોડ, ડોંબીવલી (વેસ્ટ).

બેરાજાના જયંતીલાલ ખીમજી ફુરીયા (ઉં.વ. ૭૫) તા. ૧૮-૫-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી વેલબાઇ ખીમજી ફુરીયાના સુપુત્ર. જયશ્રીના પતિ. રાજેશ, કલ્પેશ, વિપુલના પિતાશ્રી. ભુજપુરના સુંદરબેન પોપટભાઇ શેઠીયાના જમાઇ. પત્રીના રતનબેન હીરજી, ચંચળબેન પ્રેમજી, પુષ્પા નરેશના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે આવવાની તસ્દી લેવી નહીં. ઠે. જયંતીલાલ ખીમજી ફુરીયા, વાય-૧૦૪, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (ઇસ્ટ).

નવાવાસના હંસરાજ ખીમજી શાહ/મામણીયા (ઉં.વ. ૯૦) તા. ૧૮-૫-૨૦૨૪ ના અરિહંત શરણ પામેલ છે. ખેતબાઈ ખીમજી તોયરાના સુપુત્ર. જયાબેનના પતિ. કલ્પના, વિપુલ, રાજીવના પિતાશ્રી. ધનજી, હીરજી, જયંતિલાલ, સં.પ.પૂ. અનંતપૂર્ણાશ્રી મ., સાકરબેન નાનજી શામજીના ભાઈ. બિદડાના જેઠીબાઈ ઓભાયા ફુરિયાના જમાઈ. પ્રા : માટુંગા ક.શ્ર્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી (૧લે માળે), ટા. ૪ થી ૫.૩૦. નિ. હંસરાજ ખીમજી, એ-૨૦૪, જય વૈભવ, જાંબલી ગલી, બોરીવલી-વે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી