મરણ નોંધ

જૈન મરણ

પાટણ જૈન
પાટણ નિવાસી (પંચોટીનો પાડો), હાલ અંધેરી અરવિંદભાઈ ચીમનલાલ શાહ (ઉં. વ. ૮૨) તે સ્વ. પદમાબેન, સ્વ. મંજુલાબેન, સુધાબેન, સ્વ. ભરતભાઈના ભાઈ. સ્મિતા (ઉષા) બેનના પતિ. ચંદ્રેશ અને દર્શનાના પિતાશ્રી. અલકા અને કલ્પેશભાઈના સસરા તા. ૧૩/૨/૨૪ ને મંગળવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસસ્થાન: ૫૦૧, ચંદ્રા નિવાસ, ઓલ્ડ પોલીસ લેન. (અંધેરી ઈસ્ટ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
અમરાપુર (ધાનાણી) હાલ ઘાટકોપર સ્વ. રેવાબેન કાંતિલાલ દોશીના પુત્ર અશ્ર્વિનભાઈ (ઉં. વ. ૮૦) ૧૪-૨-૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે આશાબેનના પતિ. અલ્પા વિપુલભાઈ નથવાણી, ભાવિની જીતેનભાઈ પંચમીયા, રીના વિજયભાઈ સંઘાણી. જિંદલ પારસભાઈ ભીમાણીના પિતાશ્રી. જેવીન, પ્રિયલ મીત કવિશ અને નમનના નાના. ચણાકા નિવાસી સ્વ. નટવરલાલ છોટાલાલ રૂપાણીના જમાઈ. મેંદરડા નિવાસી સ્વ. હરખચંદ ડાહ્યાભાઈ માવાણીના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કુતાણા હાલ બોરીવલી બાલુભાઈ છગનલાલ સંઘવીની સુપુત્રી જાગૃતિબેનના પતિ જયેશકુમાર (ઉં. વ. ૬૦) ૧૪-૨-૨૪ના અવસાન પામેલ છે. તે નિશીત, સ્નેહાના પિતાશ્રી તથા રાજેશ માયા, પ્રફુલ્લા યતિન, નિલા અશોકના બનેવી. તેમની સાદડી શુક્રવાર, તા. ૧૬-૨-૨૪ના ૩ થી ૬. ઠે: આધાર હોલ, રોડ નં. ૪/૧૦, હિન્દુજા હોલની પાછળ, દોલતનગર, બોરીવલી ઈસ્ટ.
દેરાવાસી જૈન
પાલનપુર, હાલ વિલેપાર્લા શીરીષભાઈ ભણસાલી (ઉં. વ. ૮૩) તે સ્વ. તારાબેન અને સ્વ. કીર્તિલાલ ભણસાલીના પુત્ર. કલાબેનના પતિ. તેજલ, સેજલ અને સમીરના પિતાશ્રી. તે ટીમસીના સસરા તેમ જ સ્વ. મહેન્દ્રભાઈ, અશોકભાઈ, સ્વ. પદમાબેન, સ્વ. રેખાબેન, રંજનબેન, દીનાબેનના ભાઈ. તે મનન, દિવ્યા, તાન્યા, વિહા, આશ્ના અને જયના દાદા. શુક્રવાર, ૯-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે.
સ્થાનકવાસી જૈન
ઓડુ નિવાસી હાલ કાંદીવલી ગં. સ્વ. શાંતાબેન દયાળજીભાઈ શાહ (ઉં. વ. ૯૦) ૧૩-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. ગુણવંતલાલ, વીમળાબેન નગીનદાસ ડોઢીવાળા, રસીલાબેન ભરતભાઈ શાહના બેન. સ્વ. ધનવિદ્યાબેનના નણંદ. રાજુભાઈ, યોગેશભાઈ, અલકાબેન મુકેશભાઈ વાઘાણી, કિરણબેન અજયભાઈ મહેતાના ફૈબા. સંગીતાબેનના ફૈયસાસુ તથા સાસરા પક્ષે ભરતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સતીષભાઈ, દિનેશભાઈ, અશોકભાઈ, કેતનભાઈ મિયાણીના કાકી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ ગં. સ્વ. મંજુલાબેન પ્રભુદાસભાઈ તુરખીયાના પુત્રવધૂ. મહેન્દ્રભાઈ તુરખીયાના ધર્મપત્ની જ્યોત્સનાબેન (ઉં. વ. ૬૮) તા. ૧૪/૨/૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. જે રાહુલ અને શીતલના માતુશ્રી. નેહા અને સચિન ભાઈના સાસુ. સ્વ. કિશોરભાઈ, ભરતભાઈના ભાઈના પત્ની. દિપકભાઈ, ધિરેનભાઈ, મીનાબેન, ધ્રુવના ભાભી, સ્વ.મંજુલાબેન જયંતીભાઈ ઉદાણીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી શ્ર્વે. મુ.પૂ. જૈન
સાયલા નિવાસી હાલ સાંતાક્રુઝ (વેસ્ટ), સ્વ. રમણલાલ મણીલાલ મહેતાના પૌત્ર ચિ. નૈનેશ બિપિનકુમાર મહેતા (ઉં.વ. ૪૮) તે અ.સૌ. કિજલના પતિ. તે ચિ. રાજવીના પિતાશ્રી. તે અ.સૌ. શીતલ આશિષકુમારના ભાઈ. તે જીતેન્દ્ર ધીરજલાલ શાહના જમાઈ. તે સ્વ. કિર્તીકાંત અને ભરતભાઈના ભત્રીજા બુધવાર, તા. ૧૪-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તેમજ સાદડીની પ્રથા રાખેલ નથી.
દશા શ્રીમાળી જૈન
પાલનપુર નિવાસી હાલ વાલકેશ્ર્વર, મુંબઈ, સ્વ.રમણીકલાલ લલ્લુભાઈ દફતરીના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૭), તે સંધ્યા અનિકેત શાહ, રેણુકા કુંદન ગાંધી, સોનલ પ્રશમ શાહ, આશા વિજય શાહ, રૂપલ કમલ શેઠ, જયશ્રી પારસ શાહ, પાયલ સ્વપનિલ કોઠારી તથા શ્રીપાલના માતુશ્રી. પુર્વિ શ્રીપાલના સાસુ. અયાન, અનાયાના દાદી. તથા રાજુલ, રૂષભ, મનન, સોનમ, નિશા, મિત, સંભવ, સુબાહુ, નમિ, અભી, મન, આશી, રાજ, રિયાના નાની ગુરુવાર, તા. ૧૫-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મંજલ રેલડીયાના માતુશ્રી લક્ષ્મીબેન લક્ષ્મીચંદ હીરજી ગડાના જમાઇ સચીન શાંતારામ સૂળે (ઉં. વ. ૫૭) તા. ૧૩/૨ના અવસાન પામેલ છે. ભાવનાના પતિ. પનવેલના માતુશ્રી વિજયાબેન શાંતારામના સુપુત્ર. સર્વમના પિતા. સુચીતા નિતીન રાસ્તેના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : ભાવના સચીન, બી -૭૦૨ મૈત્રી અભંગ, સુનિલ નગર, ડોંબિવલી-ઇસ્ટ.
નાના આસંબિયાના સરોજબેન (દમયંતી) સુંદરજી છેડા (ઉં.વ. ૬૪) તા. ૧૪/૨/૨૪ના મુંબઇમાં અવસાન પામેલ છે. સુંદરજીના ધર્મપત્ની. ખીમઇબાઇ પ્રેમજી તેજશી છેડાના પુત્રવધૂ. વિજય, ચેતનના માતુશ્રી. લિલાવંતી ચાંપશીના પુત્રી. ગિરીશ, ભારતી, નીલાના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રી સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. ૨ થી ૩.૩૦. નિ. સુંદરજી છેડા, બી/૪૦૬, કિષ્ણગીરી, ટાંકી રોડ, નાલાસોપારા (ઇ.) ૪૦૧૨૦૯.
બિદડા (દખણો ફ.) ના લક્ષ્મીચંદ (બાબુભાઇ) પાંચારીયા શિવજી મોતા (ઉં. વ. ૮૬) તા ૧૪-૨-૨૪ ના અવસાન પામેલ છે. માતુશ્રી દેવકાબેન પાંચારીયાના પુત્ર. સ્વ મણીબાઈના પતિ. મનોજ, શૈલેષ, શીલાના પિતા. ભુજપુરના માતુશ્રી વેજબાઈ નરશી રાયશી દેઢિયાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી ઘરે આવવાની તસ્દી લેવી નહિ. બાર નવકાર ગણવા. નિ. મનોજ મોતા, ૧/૧૦ બંસી પાર્ક, નર્સિંગ લેન, મલાડ-વે. મું-૬૪.
દેશલપુરના સરલાબેન વિસનજી શાહ (નિસર) (ઉ.વ. ૮૫) તા. ૧૪-૨-૨૪ના સમાધિપૂર્વક દેહપરિવર્તન કરેલ છે. વિસનજીના ધર્મપત્ની. લક્ષ્મીબાઇ વીરજી સોજપારના પુત્રવધુ. (સાકરબાઇ) વિમળાબેન વીરજી શીવજીની પુત્રી. ભવાનજી, શિરિષ, લક્ષ્મીબેન, હેમકુંવર, પુષ્પા, જસ્મીન, જયશ્રીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. સરલાબેન નીસર, મિશ્રાભુવન, ગોપાલ નગર, ડોંબિવલી (ઇ.)
વડાલા ના મહેશ (મુકેશ) સાવલા (ઉં. વ. ૫૨) તા. ૭/૨/૨૪ના અવસાન પામેલ છે. તે કુંવરબાઇ દેવશી દનાના પૌત્ર. હેમલતાબેન માવજી સાવલાના સુપુત્ર. બિપીન (રાજુ), કલ્પના ભરત શાહ (લાલન)ના ભાઇ. છસરાના કુંવરબાઇ ડુંગરશી મેરગ ગંગરના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કલ્પના ભરત શાહ, સોસાયટી નં. ૪૪૭, રૂમ નં. ૪૫, સેક્ટર-૪, હરિઓમ મેડીકલની સામે, અંબે માતા રોડ, ચારકોપ, કાંદિવલી (વેસ્ટ), મુંબઇ- ૪૦૦ ૦૬૭.
નવીનાળના માતુશ્રી પ્રમિલાબેન રતનશી વોરા (ઉં. વ. ૭૭) તા. ૧૪-૨-૨૪ ના દેહ પરિવર્તન કરેલ છે. મેઘબાઈ ટોકરશી પાંચારીયાના પુત્રવધૂ. રતનશીભાઈના ધર્મપત્ની. હીનાના માતુશ્રી. સાકરબાઇ કુંવરજી પુંજા મારૂની પુત્રી. અરવિંદ, દિનેશ, સુશિલા લક્ષ્મીચંદ, પ્રભાવંતી પ્રાણજીવન, પુષ્પા ધીરજલાલ, જયા નવનીતના બહેન. પ્રા. યોગી સભાગૃહ, ૧લે માળે, દાદર (ઈસ્ટ), ટા. ૪ થી ૫.૩૦.
દશા શ્રીમાળી સ્થા. જૈન
લીંબડી નિવાસી હાલ વસઈ, સ્વ. કમળાબેન ગુણવંતરાય તુરખીયાના સુપુત્ર પ્રસન તુરખીયા (ઉં. વ. ૫૪) ૧૫/૨/૨૪ ગુરુવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તે પલ્લવીબેનના પતિ. ધ્રુવેન અને ભૂમિના પપ્પા. દિવ્યાના સસરા. મહેન્દ્રભાઈ શેઠ (સુરેન્દ્ર્રનગર) ના જમાઈ અને હિનાબેન બિપીનભાઈ મિીના વેવાઈ. તે ઉલ્લાસ, નિર્મળ, રૂપિન અને પ્રાપ્તિના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૭/૨/૨૪ ના બપોરે ૩ થી ૫ કલાકે રાખેલ છે. પ્રાર્થના સ્થળ: સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, માણેકપુર, વસઈ (વે).
સોરઠ વિશા શ્રીમાળી દેરાવાસી જૈન
થાણાદેવડી નિવાસી હાલ ઘાટકોપર (મુંબઈ) સ્વ. મંજુલાબેન નગીનદાસ મહેતાના સુપુત્ર મયુરભાઈ (કિર્તી ડીયામ-(ઉં. વ.૬૨) તા. ૧૪-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કિર્તીબેનના પતિ. મહેક-પ્રગતિ-મનય, રોનક-અદિતી, બીજલ-જીગરકુમાર, સૌરભ-જીનાલી, અંકિત-કોમલના પિતાજી. તે મોંઘીબેન રામજીભાઈ ભાનુશાલીના જમાઈ. મધુબેન રમેશચંદ્ર, ઉર્મિલાબેન હસમુખભાઈ, તુલાબેન કમલેશકુમાર, કમળાબેન ભવાનજીભાઈ, નિર્મળાબેન સુરેન્દ્રભાઈ, ભારતીબેન માધવજીભાઈ, હંસાબેન રમેશભાઈ, કલ્પનાબેન દિપકભાઈના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૨-૨૪ના રવિવારે સવારે, ૧૦ થી ૧૨ કલાકે, સ્થળ- ઈન્ટરલિંક બેન્કવેટ્સ, વિદ્યાવિહાર-વેસ્ટ ખાતે રાખવામાં આવેલ છે.
માંગરોળ દશા શ્રીમાળી દેરાવાસી જૈન
માંગરોળ નિવાસી, હાલ પૂના ઈલાબેન શાહ (ઉં. વ. ૭૫) તે સ્વ. વસંતપ્રભા અને સ્વ. કાંતિલાલ શાહના પુત્રવધૂ. મહેન્દ્રભાઈ કાંતિલાલ શાહના પત્ની. નિલય અને જેસિકાના માતુશ્રી. ધ્રુવી શાહ અને નિલેશ પટેલના સાસુ. પોરબંદર નિવાસી સ્વ. નિર્મળાબેન અને સ્વ. છોટાલાલ સુંદરજી માલિયાના સુપુત્રી. પિયુષભાઈના બેન. સોમવાર, તા. ૧૨-૨-૨૪ના પુના મુકામે અરિહંતશરણ પામેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભરૂડિયાના સ્વ. લક્ષ્મીબેન રામજી છાડવા (ઉં. વ. ૭૪) તા. ૧૩-૨-૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. અરઘાબેન રવજી અરજણના પુત્રવધૂ. સ્વ. રામજીના ધર્મપત્ની. પ્રફુલ, વિમળા, કમળા, પુષ્પાના માતુશ્રી. છગનલાલ નંદુ, ભરત ફુરીયા, યોગેશ ગાલાના સાસુમા. તનવી, કૃતીકા, પાર્થ, અશ્મી, દર્શન, અકશી, દિવ્ય, ડિમ્પલના નાનીમા. સ્વ. પરમાબેન ગાંગજી ગાલાની દીકરી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૬૦૧, ડી-વિંગ, નેપ્ચૂન એપાર્ટમેન્ટ, પુષ્પાપાર્ક, મલાડ (ઈ.).
સોરઠ વિશાશ્રીમાળી જૈન
થાણા દેવળી નિવાસી હાલ ડોંબિવલી નૌતમલાલ ભગવાનજી શાહના સુપુત્ર નવીનભાઈના ધર્મપત્ની સુધાબેન (ઉં. વ. ૭૪) તા. ૧૨-૨-૨૪, સોમવારના અરિહંતશરણ પામેલ છે. તે આદિત્ય તથા ચિંતનના માતુશ્રી. રુચિ અને એન્ટોનેટના સાસુ. સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. જગદીશભાઈ, પ્રદીપભાઈ તથા હર્ષદાબેન પ્રફુલ્લભાઈ વોરાના ભાભી. પિયરપક્ષે જૂનાગઢ નિવાસી હાલ કોલ્હાપુર વનમાળીદાસ વાલજી શાહના સુપુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન
રંગપર બેલા મોરબી નિવાસી હાલ ડોંબિવલી સ્વ. વ્રજકુંવરબેન તથા સ્વ. કેશવલાલ ગોપાલજી પારેખના સુપુત્ર મહાસુખભાઈ (ઉં. વ. ૬૮) તે સ્વ. જ્યોતિબેનના પતિ. કેયુર તથા હિરલ સોમિકકુમાર શાહના પિતાશ્રી તથા સ્વ. સ્વરૂપચંદભાઈ, ઈન્દુભાઈ, ચંદ્રકાંતભાઈ, સ્વ. ભાનુબેન રજનીકાંત શાહ, પારૂલબેન હરીશકુમાર વોરા, ચંદ્રિકાબેન અશોકકુમાર પુનાતરના ભાઈ તથા પાર્શ્ર્વના નાના. શ્ર્વસુરપક્ષે વાટાવદર નિવાસી હાલ ભાયંદર સ્વ. જયંતીલાલ હરજીવન સંઘવીના જમાઈ તા. ૧૩-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza