મરણ નોંધ

હિન્દુ મરણ

કોચીન નિવાસી પ્રતાપભાઇ જસાપરા (ઉં. વ. 84) હાલ કાંદિવલી તા. 28-4-24 રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. જીનેશ તથા ધર્મેશના પિતા. તે સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. કુમનદાસ, સ્વ. જયંતિલાલ, સ્વ. હરગોવિંદદાસ, નવીનભાઇ, સ્વ. નબુબેન, સ્વ. ઉજીબેન, સ્વ. નિર્મલાબેન, સ્વ. સરોજબેન, સાધનાબેનના ભાઇ. તે સ્વ. પભુદાસ વાલજીભાઇ સાંગાણી (અકોલા)ના જમાઇ. તે મીનલ, સુચિતાના સસરા અને વિવાનના દાદા. સાદડીની પ્રથા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
હળવદ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મુકુંદભાઇ મુલજીભાઇ ગાંધીના ધર્મપત્ની ગં. સ્વ. કુમુદબેન (ઉં. વ. 85) સોમવાર, તા. 29-4-24ના શ્રીજીચરણ પામેલ છે. તે વિપુલ, શિલ્પા કેતન શાહ, રીના ધવલ ગાંધીના માતુશ્રી. લોપાના સાસુ. આકાશના દાદી. તે સ્વ. રસિકભાઇ, બકુલભાઇ, મધુભાઇ, કિશોરભાઇ, વિનોદભાઇ, રૂપેશભાઇના ભાભી. નાનાલાલ વોરાના સુપુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 30-4-24ના 5થી 6.30. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (પૂર્વ).
ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ
રાણપુર નિવાસી હાલ સાંતાક્રુઝ વાડીલાલ મનજીભાઇ મકવાણાના ધર્મપત્ની ગં. સ્વ. દમયંતિબેન મકવાણા (ઉં. વ. 77) તે સ્વ. સુરેશભાઇના ભાભી. તે કાશ્મીરા, મયૂરી, ફાલ્ગુની, દેવેન્દ્રના માતુશ્રી. તે નિકેતાના દાદી. તે કમલેશકુમાર, નિલેશકુમાર (માટુંગા), નિલેશકુમાર (બોરીવલી) અને જીજ્ઞાબેનના સાસુ. મનુભાઇ બેચરદાસ મકવાણાના દીકરી. રવિવાર, તા. 28-4-24ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની સાદડી તા. 30-4-24ને મંગળવારના 4થી 6. ઠે. આર્ય સમાજની વાડી, સાંતાક્રુઝ લીંક રોડ, બીઇંગ હ્યુમન શોરૂમ પાસે, લીંકીગ રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).
કચ્છી લોહાણા
દિનેશ ઠક્કર (ઉં. વ. 68) કચ્છ ગામ આરીખાણા હાલ કાંદિવલી તે સ્વ. પુષ્પા લાલજી ઠક્કરના સુપુત્ર. સ્વ. બબાબાઇ ખીમજી ઠક્કરના પૌત્ર. સ્મિતા ઠક્કરના પતિ. શ્યામ અને રાખીના પિતા. રૂચી શ્યામ ઠક્કરના સસરા. સાધના મારૂના ભાઇ. સ્વ. હેમલતા ભગતભાઇ જોબનપુત્રાના જમાઇ. તા. 27-4-24ના શનિવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી
ગામ બામણા નિવાસી હાલ ઘાટકોપર મોતીબેન નટવરલાલ કૃષ્ણરામ ભટ્ટ (ઉં. વ. 84) તા. 27-4-24ના દેવલોક પામ્યાં છે. તે નટવરલાલ કૃષ્ણરામ ભટ્ટના પત્ની. કંકુબેન પ્રભાશંકર કસનજી ત્રિવેદીના પુત્રી. ચેતનભાઇ, રશ્મિબેન પ્રવીણકુમાર જોશી, જયશ્રીબેન ચંદ્રકાંતભાઇ ત્રિવેદી, ચારુબેન ચંદ્રશેખર ઉપાધ્યાયના માતા. અમિષાબેનના સાસુ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-5-24ના ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હોલ, 1લે માળે, ઘાટકોપર (પૂ.), 5-30થી 7-30, લૌકિક વ્યવહાર વિધી મુંબઇમાં રખાઇ છે.
સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણ
મૂળ વાંકાનેર નિવાસી હાલ મુંબઇ ઘાટકોપર સ્વ. નવલશંકર પ્રભાશંકર રાવલ, સ્વ. રંજનબેન નવલશંકર રાવલના સુપુત્ર દિપકભાઇ (ઉં. વ. 68) રવિવાર, 28 એપ્રિલ 24ના અવસાન પામેલ છે. તે સ્વ. હર્ષદભાઇ, સ્વ. રમાબેન, વીણાબેન, અલકાબેન, ભૂપેન્દ્રભાઇના ભાઇ. રીસીભાઇના મામા.
કચ્છી લોહાણા
સ્વ. પાર્વતીબેન શીવજી ગોકલદાસ માખીસોતા કચ્છ ગામ લાખાપર હાલે મુલુંડના પુત્ર સ્વ. દામજી માખીસોતા (ઉં. વ. 89) તે સ્વ. જશોદાબેન (સ્વ. શારદાબેન)ના પતિ. તે સ્વ. બબલાભાઇ નેણશી દેવચંદ કેસરિયાના જમાઇ. તે જગદીશ. ગં. સ્વ. શીલા સુરેશભાઇ તન્ના, આશા તરુણભાઇ આડઠક્કર, માલતી શૈલેશભાઇ ગણાત્રાના પિતાજી. તે સ્વ. પ્રધાનભાઇ, સ્વ. દેવજીભાઇ, સ્વ. હીરજીભાઇ, સ્વ. ધારશીભાઇ, સ્વ. જેરામભાઇ, સ્વ. ડેમાબાઇ (દમયંતીબેન) ગોવિંદજી આઇયા, સ્વ. નાનબાઇ દેવજી કારિયા, સ્વ. કુંવરબાઇ પઠાઇ ગણાત્રાના ભાઇ. તે ફાલ્ગુનીબેનના સસરાજી. તા.28-4-24ના રવિવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 30-4-24ના મંગળવારના 5.30થી 7. ઠે. પવાણી હોલ, કચ્છી લોહાણા મહાજનવાડી, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કચ્છી ભાટીયા
ગં. સ્વ. અરુણાબેન પ્રવીણચંદ્ર, બાબલા (ઉં. વ. 83) ભદ્રેશ્વરવાળા (હાલ મુકામ ઘાટકોપર) તા. 28-4-24ના શ્રીજીચરણ પામેલ છે. તે કમલેશ અને રાહુલના માતુશ્રી. કાલિંદી અને ધૃતિના સાસુ. હ્વિદિકા, રીટા, તનય અને માહીના દાદી. કલાવંતી લક્ષ્મીદાસ દયાલના પુત્રી. મધુરીબેન નરેન્દ્રભાઇ હિંગવાલાના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
આંબારેલીવાળા સ્વ. મંગળાબેન વિઠ્ઠલદાસ ગાંધીના પુત્ર નગીનભાઈ ગાંધી (મહેતા) હાલ સુરત નિવાસીના ધર્મપત્ની શાંતાબેન (ઉં. વ. 86) તે 26/4/24 શુક્રવારના શ્રીજીશરણ પામેલ છે. તે નીતિન, સ્વ. અજય તથા હંસાબેન સંઘવીના માતુશ્રી. ભગીરથ સંઘવી, કાદમ્બરીના સાસુ. સ્વ. ચંપકભાઈ, સ્વ. ધનસુખભાઇ, વિજયભાઈ, રંજનબેન નલિનકાંત સંઘવી, જ્યોતિબેન જયંતીલાલ લક્કડ, રેખાબેન અજિતરાય શેઠના ભાભી. કૌકાવાળા સ્વ.ત્રિભોવનદાસ ખુશાલદાસ મહેતાના દીકરી. પ્રાર્થનાસભા રાખેલ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…