મરણ નોંધ

હિન્દુ મરણ

ખીમત નિવાસી હાલ મલાડ, ગિરધરભાઈ રતનચંદ શાહનું 6-4-24ના અવસાન થયેલ છે. પત્ની: શુશીલાબેન. પુત્ર-પુત્રવધૂ: સંજયભાઈ-ભાવનાબેન, સુનિલભાઈ-સોનલબેન. દીકરી-જમાઈ: નીતાબેન વસંતકુમાર વારૈયા, રીનાબેન વિપુલકુમાર શાહ. પૌત્ર-પૌત્રવધૂ: જીમિત-દ્વિશા, પાલમી-કવન, સ્લેશા, કરણ-નતાશા, રાજવી-યશ. ભાઈ-ભાભી: સ્વ. પ્રવિણભાઈ-સ્વ. જ્યોત્સનાબેન, અશોકભાઈ-ઈન્દીરાબેન. સ્વસુરપક્ષ: સ્વ. પ્રેમચંદભાઈ ચુનીલાલ જોગાણી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
સૌરાષ્ટ્ર લેવા પટેલ
ગામ-સુલતાનપુર, હાલ-બોરીવલી સ્વ. ગોરધનભાઈ રણછોડભાઈ ચોવટીયા (ઉં.વ. 86) તા. 4-4-24ના ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ગં.સ્વ. મુક્તાબેનના પતિ. સ્વ. અશોકભાઈ, દિલીપભાઈ અને શોભનાબેનના પિતા. ગં.સ્વ. જયશ્રીબેન અશોકભાઈ ચોવટીયા (પટેલ), જ્યોતિબેન દિલીપભાઈ ચોવટીયા અને સુરેશભાઈ ગોંડલીયાના સસરા. મેઘા, સ્નેહા, ધૈર્યના દાદા અને જીતના નાના. પ્રાર્થનાસભા-સોમવાર, તા. 8-4-24ના 4થી 6. સ્થળ: દહિસર લેવા પટેલ સમાજ, હનુમાન ટેકરી, અશોક વન, દહિસર (ઈસ્ટ).
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
તલગાજરડા હાલ બોરીવલી નિવાસી ગં.સ્વ. રેખાબેન અશોકભાઈ ઓઝા (ઉં.વ. 64) તા. 6-4-24ના કૈલાસવાસી થયેલ છે. તે નિલેશભાઈ, દિવાનગીબેન કૌશિક મહેતાના માતુશ્રી. તેમ જ ઠાકર દમવતીબેન રામશંકેર ચકુરામ મહુવાવાળાની દીકરી તેમની પ્રાર્થનાસભા તા. 7-4-24 5થી 7 પ્રાર્થનાસભા સ્થળ: કચ્છી કડવા પાટીદાર વાડી, દૌલત નગર, ઝવીએસ સ્કૂલની બાજુમાં, બોરીવલી (ઈસ્ટ).
પાટણવાડા લિમ્બચીયા
સ્વ. ચંચળબેન શંભુલાલ લિંબાચિયા (ઉં.વ. 95) ગામ-ઉમતા હાલ-ઘાટકોપર તા. 5-4-24ના રામશરણ પામેલ છે. તે જયંતિભાઈ અને સ્વ. રમેશભાઈ, સ્વ. મંજુલાબેન, સરોજબેન અને પ્રવીણાબેનના માતુશ્રી. ચંદ્રેશ, ધીમંત, પ્રજ્ઞેશ, ભાવિનીના દાદીમા અને ચિ. નિમિત, કાર્તિક, અક્ષત, હંસવી અને હિતાંશીના મોટાદાદીમા. તેમ જ સ્વ. દશરથલાલ, બાબુલાલ અને વિષ્ણુકુમારના સાસુમા. તેમની પ્રાર્થનાસભા તેઓના નિવાસસ્થાન: બી-103, મહાવીર એપ્રેસ, કિરોલ રોડ, ઘાટકોપર (વેસ્ટ) રવિવાર, તા. 7-4-24ના 4.00થી 6.00.
ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
મૂળગામ હળવદ નિવાસી હાલ નાલાસોપારા સ્વ. નટવરલાલ મોતીલાલ ચૌહાણના ધર્મપત્ની નર્મદાબેન ચૌહાણ (ઉં. વ. 85) 5-4-24ના વૈકુંઠવાસ પામેલ છે. કમલેશભાઈ, ભરતભાઈ, વિજયભાઈ, પલ્લવીબેન, કામીનીબેનના માતુશ્રી. કાશમીરાબેન, વિનોદભાઈ, અતુલભાઈના સાસુ. રામજી ચતુર ઝાલાની દીકરી. જય, સોમા, રિધ્ધી, દેવાંગના દાદી. પ્રાર્થનાસભા જાનકી નિવાસ, રૂમ નં. 10, મહેશ પાર્ક, સરસ્વતીનગર, તુલીંજ રોડ, શિવ શક્તિ બિલ્ડિંગની સામે, નાલાસોપારા (ઈ), સમય: 4થી 6, 7-4-24, રવિવારના રોજ. લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા મોઢ માંડલિયા વણિક
ઉના નિવાસી ગં.સ્વ. મંગળાબેન દેસાઈ (ઉં. વ. 92) તે સ્વ. નારણદાસ ઠાકરશીભાઈ દેસાઈના ધર્મપત્ની. તે નવીનભાઈ દેસાઈ, રમેશભાઈ, ભૂપેશભાઈ કુંદનબેન, જયશ્રીબેનના માતુશ્રી. તે સ્મીતાબેન, હર્ષદાબેન, ડિમ્પલબેન, મધુભાઈ શાહ, સ્વ. મુકુંદભાઈ કલ્યાણીના સાસુ. તે સર્વાંગ, અંકિત, હર્ષિલ અને જયના દાદી. તે ખ્યાતિ, પરિતા, અંજલિ અને શ્યામલીના દાદીસાસુ. તે સ્વ. શાંતિભાઈ, સ્વ. મુકુંદભાઈ અને સ્વ. વસંતભાઈ ભીખાલાલ સોલંકી, સ્વ. જયાબેન જયંતીલાલ મહેતાના બેન 31-3-24ના ઉના મુકામે શ્રીજીચરણ પામેલ છે.
કચ્છી રાજગોર
સ્વ. ચંદ્રકાંત બોડા (ઉં. વ. 68) ગામ ગુંદિયાલી હાલ દિવા 6-4-24 કૈલાસવાસી થયા છે. તે સ્વ. ગોદાવરીબેન મંગલદાસ લક્ષ્મીદાસ બોડાના સુપુત્ર. હીનાબેનના પતિ. ઉત્કર્ષ અને અવની નીલેશ માકાણીના પિતા. નીલેશ ગૌરીશંકર માકાણીના સસરા. સ્વ. પ્રતાપભાઈ, સ્વ. જનકભાઈ, પ્રકાશભાઈ અને ગં.સ્વ. પુર્ણિમાબેન મહેન્દ્રભાઈ રાજગોરના ભાઈ. ગામ ભીટારા હાલ મુલુંડ ગં.સ્વ. તારાબેન શિવજી મકાજ્ઞીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે. 7-4-24, રવિવાર 5થી 6.30, સ્થળ: મુક્તેશ્વર મહાદેવ મંદિર, ડૉ. આર.પી. રોડ, ડંપિંગ રોડ કોર્નર, મુલુંડ (વેસ્ટ).
પાટણ દશા પોરવાડ વૈષ્ણવ
પાટણના (હાલ મુંબઈ) સુરેશભાઈ મહેતા (ઉં. વ. 83) સ્વ. દેવીલાબેનના પતિ. સ્વ. સવિતાબેન કનૈયાલાલ મહેતાના પુત્ર. દિલીપભાઈના ભાઈ. વિનીત અને નેહાના પિતા. સેજલ અને નિમેષના સસરા. આદિત્યના દાદા 5-4-24, શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 7-4-24, રવિવારના 10થી 12 `વનિતા વિશ્રામ હોલ’, રિલાયન્સ એચ. એન. હૉસ્પિટલની બાજુમાં, પ્રાર્થના સમાજ, મુંબઈ-4.
મેઘવાળ
ગામ વેજળકા, હાલ – સાયનના સ્વ. મોહનલાલ પુંજાભાઈ સિંધવા (ઉં. વ. 70), તા. 3-4-24, બુધવારના રામચરણ પામ્યા છે. તે જીવાભાઈ કરશનભાઈ, સ્વ. પાલજીભાઈ કરશનભાઈ, તે સ્વ. અર્જુનભાઈ તુલશીભાઈ, સ્વ. ગોવિંદભાઈ પુંજાભાઈ, ગં. સ્વ. દેમાબેન દુધાભાઈના ભાઈ. ગં. સ્વ. કેશરબેનના પતિ. પરેશભાઈ અને નમ્રતાબેનના મોટાપપ્પા. સ્વ. તેજુબેન તથા સ્વ.રાણાભાઈ ગાંડાભાઈ જાદવના જમાઈ. પારધીના ભાણેજ. શોકસભા- મનોરંજન કેન્દ્ર હોલ, માલા ગાર્ડન પાસે, પ્રતિક્ષાનગર, સાયન-પૂર્વ અને તેમના કારજની વિધિ રવિવાર તા. 07-04-2024ના 5.00. – બિપીન સ્મૃતિ, બિલ્ડીંગ નં-6, રૂમ નં-412, કર્મવીર સ્કુલની સામે, પ્રતિક્ષાનગર, સાયન પૂર્વ.
કચ્છી પરજીયા પટ્ટણી સોની
ગામ ફરાદી હાલ વિરાર સોની જયેશ જેરામ ધકાણ (ઉં. વ. 58) તે 5/4/24ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. સોની પાર્વતીબેન જેરામભાઈના પુત્ર. દિલીપ તથા સ્વ. યોગેશના નાનાભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવસારી વિશા લાડ વણિક
લતાબેન પ્રિયવદન ગાંધી (ઉં. વ. 93) તે 4/4/24ના શ્રીજીશરણ પામ્યા છે. તે મણીબેન ડાહ્યાભાઈ હરજીવનદાસ કાપડિયાના પુત્રી. ઉમા, ઉદય, ઉલુપી, અપૂર્વના માતુશ્રી. મહેશભાઈ, હર્ષાબેન, આસિતભાઈ, અમિતાબેનના સાસુ. આકાશ, આલોક, શ્રુતિ, શ્રેયા, સૌરભ, શૌના, સેરા, સચિન, અજયના દાદી. ધનસુખભાઇ, રમેશભાઈ, ઉમિયાબેન, હસમુખબેન, ખુશ્મનબેન, રજનીબેન, ચંદનબેન, મીનાબેનના બહેન. તેમની પ્રાર્થનાસભા 7/4/24ના 4 થી 6. લાહોરાઈઝન ગોલ્ડ, ચારકોપ સેક્ટર 3, ભગવતી રેસ્ટોરન્ટ સામે, કાંદિવલી વેસ્ટ.
ઔદિચ્ય શિહોર સંપ્રદાય બ્રાહ્મણ જ્ઞાતિ
ભરતભાઈ પ્રાગજીભાઈ ભટ્ટ (ઉં. વ. 91) તે સ્વ. ભગવતીપ્રસાદ ગં. સ્વ. જયશ્રીબેન ભાનુશંકર જોષી, સ્વ. અરવિંદભાઈના ભાઈ. સદૈવ યતિનભાઈ, સોનલબેન, કમલભાઈના પિતાશ્રી. વિભૂતી, સંજયકુમાર સાટા, પુનિતાના સસરા. ક્રિષ્નાંગી અનિરુદ્ધ શ્રીવાસ્તવ, શિવાંગી, રિષભદેવ, યશસ્વી, કાશ્વીના દાદા. કૈરવી દિવ્ય પટેલ, સાક્ષી દર્શન કામદારના નાના તા.4 એપ્રિલ 2024ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
બાવીસી પંચાલ
ગામ વિસનગર (કરલી) હાલ અંધેરી સ્વ. ગોરધનદાસ શંકરલાલ પંચાલ (ઉં. વ. 89) તે સ્વ. આશાબેનના પતિ. ઉદય, સંજય, પ્રજ્ઞા તથા પૂજાના પિતાશ્રી. તથા ગામ ઊઝાનાં પંચાલ ચુનીલાલ લીલાચંદના જમાઇ. તે શનિવાર, તા. 6-4-24ના દેવલોક પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. 7-4-24ના નીચેના સ્થળે અને સમયે રાખેલ છે. ઠે. સંજય પંચાલ, બી-205, સિલ્વર સ્ટ્રીમ, ફિલ્માલય સ્ટુડિયોની સામે, સીઝર રોડ, અંધેરી (પ.) સાંજે 5થી 7.
ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ
મનોહર વિશ્વનાથભાઇ જોષી (ઉં. વ. 86) હાલ લોનાવાલા નિવાસી તા. 2-4-24ના મંગળવારે કૈલાસવાસી થયેલ છે. ઉત્તર ક્રિયા તા. 13-4-24ના શનિવારના રોજ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
લુહાર સુથાર
સુરેન્દ્રનગર નિવાસી હાલ નાલાસોપારા દુષ્યંત હરગોવિંદદાસ પરમારના ધર્મપત્ની અ. સૌ. પુષ્પાબેન (ઉં. વ. 55) તા. 5-4-24ના દેવલોક પામેલ છે. તે ગં.સ્વ. નીતાબેન વસંતભાઇ, સૌ. પારૂલબેન જીતેન્દ્રભાઇ, ગં. સ્વ. નીતાબેન યોગેશભાઇના દેરાણી. તે વૈશાલીબેન ચેતનકુમાર પિત્રોડા, ભાવિની ચિરાગકુમાર રાઠોડ, મોનિશ, જતીન, સિદ્ધિ તથા વત્સલના કાકી. તે સ્વ. શકુંતલાબેન જગન્નાથ કોઠાવલેના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દસા સોરઠિયા વણિક
બેંગલોર નિવાસી ભાવનાબેન એચ. શાહનું (ઉં. વ. 79) નિધન 2જી એપ્રિલ-24ના અમૃતલાલ મોતીચંદ અને નંદુબેન રાઘાણીના પુત્રી. હરેન્દ્ર હીરાચંદ લાલજી લોટીયાના પત્ની. સ્મિતા શેઠ, જાગૃતિ શેઠ, જતીન શાહના માતા. સ્વ. નિલેશ વી. શેઠ, યોગેશ વી. શેઠ અને વંદના શાહના સાસુ. નિશીલ, ત્રિમાલા, કુણાલ, રાહિલ અને નીલની દાદી. સ્વ. જશવંતીબેન હિંમતલાલ ધ્રૂવ, શારદાબેન સુમનલાલ પારેખના બહેન. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ ભાટીયા
મુંબઇ નિવાસી સ્વ. મોતીબાઇ હિરજી પુરુષોતમ કાપડીયાના સુપુત્ર ચંદ્રસિંહ હિરજી કાપડીયા (ઉં. વ. 97) શુક્રવાર તા. 5-4-24ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મધુરીબેનના પતિ. તે સાસરા પક્ષે સ્વ. પરમાનંદ લક્ષ્મીદાસ દલાલના જમાઇ. તે સ્વ. કમુબેન, સ્વ. હંસરાજ, સ્વ. ઇન્દુબેન, સ્વ. સુંદરસિંહભાઇ, સ્વ.હેમીના હેમંતના કાકા સસરા. ચાંદની-ધ્વનીતના દાદા. રેવા, શોર્યના પરદાદા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…