મનોરંજન

Raha Kapoor કોનાથી પરેશાન થઈ ગઈ? વીડિયો થયો વાઈરલ…

હમણાં હમણાંથી પેજ થ્રી પર Aalia Bhatt-Ranbir Kapoor કરતાં તેમની લાડકવાયી Raha Kapoor વધારે ચર્ચામાં રહે છે. પછી ફોઈ કરિના કપૂરના ઘરે જવાની વાત હોય કે માસી શાહિન કે નાની સોનીના ઘરે ડે આઉટની વાત હોય. કપૂર ફેમિલી પણ દર વીક-એન્ડ પર Raha Kapoorને બહાર ફરાવવા માટે લઈ જાય છે.

હાલમાં જ Raha Kapoor ચાચુ Ayan Mukherjee સાથે ડાઈન ઈન કરવા માટે બહાર ગઈ હતી. રાહાના આ ડે આઉટને કારણે પેપ્ઝને તો મજા પડી ગઈ હતી અને એના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર રાહાનો એક આ ડે-આઉટનો એક બીજો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં રાહા કપૂર એકદમ હેરાન-પરેશાન જોવા મળી રહી છે. અહં… તમને એવું લાગતું હોય કે રાહા પેપ્ઝ અને એમની ક્લિકાક્લિકથી હેરાન-પરેશાન થઈ ગઈ હોય તો એવું બિલકુલ નથી. રાહાને પરેશાનીનું કારણ હતું ગરમી. અયાન મુખર્જીના ખોળામાં જોવા મળી રહેલી રાહા ગરમીને કારણે જે એક્સપ્રેશન આપ્યા હતા એ જોઈને નેટિઝન્સ એકદમ ચોંકી ઉઠ્યા હતા.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રેસ્ટોરાંમાં જગ્યા નહીં મળતાં અયાન રાહાને લઈને બહાર નીકળી જાય છે. પરંતુ આટલી વારમાં જ રાહા ગરમીથી પરેશાન થઈ જાય છે અને ઈરિટેટ થવા લાગે છે. રાહાના એક્સપ્રેશન જોઈને ફેન્સ એવો ક્યાસ લગાવી રહ્યા છે કે રાહા ખૂબ જ પરેશાન થઈ ગઈ છે.

જોકે, ફેન્સને રાહાના આ એક્સપ્રેશન પણ ફેન્સને એકદમ ક્યૂટ લાગી રહ્યા છે. જે રીતે રાહા એકદમ આંખો બંધ કરીને નાક અને મોઢું બગાડી રહી છે અને વાળ અને ગાલથી રમી રહી છે અને તે એકદમ ક્યૂટ લાગી રહી છે. આ સમયે રણબીર કપૂર પણ અયાન સાથે જ હતો પમ તે કારમાં બેઠો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…