Bollywood Gossip: આ બાળક દીપિકા અને રણવીરનું નથી? શું છે Social Media પર કરાઈ દાવાની હકીકત..
Bollywoodનું મોસ્ટ ક્યુ, લવેબલ અને એડોબલ કપલમાં જેમની ગણતરી થાય છે એ દીપિકા પદૂકોણ અને રણવીર સિંહ (Deepika Padukone – Ranvir Singh)ની ખુશીનો પાર નથી, કારણ કે ટૂંક સમયમાં જ તેમના જીવનમાં કોઈ ત્રીજાની એન્ટ્રી થવા જઈ રહી છે. ફેન્સ પણ આતુરતાપૂર્વક આવનાર મહેમાનની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં કપલે મોમ અને ડેડ લખેલી કેપ પહેરીને ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફોટો દીપિકા અને રણવીરનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ગઈકાલથી આ ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને એવું કહેવાઈ રહ્યું છે કે ફોટોમાં દેખાઈ રહેલું કપલ દીપિકા પદૂકોણ અને રણવીર સિંહ છે. બંને જણ એકબીજાને હગ કરીને ઊભા છે અને તેમના હાથમાં સોનોગ્રાફીની એક ફોટોકોપી પણ છે. હવે મળી રહેલી માહિતી પ્રમાણે આ ફોટો બનાવટી છે, આવો જોઈએ શું છે વાઈરલ ફોટો પાછળની સચ્ચાઈ…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ ફોટો જોઈને કોઈ પણ કહી શકે એમ છે કે દીપિકા અને રણવીર પણ ડીપફેકનો શિકાર થઈ ગયા છે, કારણ કે ફોટોમાં જોવા મળી રહેલું કપલ એ દીપિકા કે રણવીર નથી. ફોટોમાં જોવા મળી રહેલી યુવતીની સ્માઈલ, કદ-કાઠી અને ગાલ પર પડતાં ડિમ્પલ ભલે દીપિકા જેવા દેખાઈ રહ્યા છે પણ તે દીપિકા નથી.
ફેક્ટ ચેક (Fact Check) પર જ્યારે આ ફોટોની સચ્ચાઈ વિશેની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આ તસવીરમાં દેખાઈ રહેલી યુવતીનું નામ હલીમે કુકુક છે જેણે 13મી મેના દિવસે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકાએ થોડાક સમય પહેલાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને બાળકો ખૂબ જ પસંદ છે અને તે બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પદુકોણ અને રણવીર સિંહ (Deepika Padukone- Ranvir Singh) ટૂંક સમયમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ કોપ સીરિઝની ચોથી ફિલ્મમાં એક સાથે કામ કરતાં જોવા મળશે. હાલમાં દીપિકા પદૂકોણ મધરહૂડ એન્જોય કરી રહી છે.
Also Read –