આ ફેમસ પ્રોડ્યૂસરની નજીકની વ્યક્તિનું નિધન, સાંત્વના આપવા પહોંચ્યા બોલીવૂડ સેલેબ્સ…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવૂડના ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર રિતેશ સિધવાની (Famous Bollywood Producer Ritesh Sidhvani) પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. રિતેશે ફેન્સ સાથે પોતાનું દુઃખદ સમાચાર શેર કરતાં જણાવ્યું હતું કે મારી માતા લીલુ સિધવાની (Lilu Sidhwani Death)નું 17મી મેના નિધન થયું છે. આજે લીલુ સિધવાનીને અંતિમ વિદાય આપવા માટે આખું બોલીવૂડ પહોંચ્યું હતું.
મળી રહેલી માહિતી પ્રમાણે લીલુ સિધવાનીએ ગઈકાલે મુંબઈમાં આવેલી હિંદુજા હોસ્પિટલમાં સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. રિતેશ સિધવાનીએ જેવા આ સમાચાર શેર કર્યા કે બોલીવૂડના સેલેબ્સ તેમને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા.
લીલુ સિધવાનીની અંતિમ યાત્રામાં પુલકિત સમ્રાટ અને તેની પત્ની કૃતિ ખરબંદા, અલી ફઝલ, સૈફ અલી ખાન અને તેની પત્ની કરિના કપૂર ખાન, અભિષેક બચ્ચન, કરિશ્મા કપૂર, વિજય વર્મા પણ સહભાગી થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રિતેશ સિધવાની (Ritesh Sidhwani)એ આપેલા ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં પોતાના માતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી હતી. આ નિવેદનમાં તેમણે એવું પણ હતું કે હું ભારે દુઃખ સાથે તમને બધાને જણાવવા માંગુ છું કે ગઈકાલે એટલે કે 17મી મેના મારી માતા લીલુ સિધવાનીનું નિધન થયું છે.
લીલુ સિધવાની પર આજે એટલે કે 18મી મેના દિવસે બપોરે 3.15 કલાકે ક્વાન્ટમ પાર્ક, આરજી લેવલ ખાતે પ્રાર્થના યોજાઈ હતી. અંતિમ સંસ્કાર સાંતાક્રુઝ ખાતે હિંદુ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા.