કન્હૈયાલાલ હત્યાંકાંડ મામલે કોંગ્રેસનો દાવો! આરોપી રિયાઝનું ભાજપ સાથે કનેકશન, ભાજપે પણ આપી પ્રતિક્રિયા

Udaipur: ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની બે મુસ્લિમ યુવકો દ્વારા કરવામાં આવેલી હત્યા મામલે નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસે (Congress) કન્હૈયાલાલની હત્યાના મુખ્ય આરોપી રિયાઝ અટારીનું કનેક્શન ભાજપના નેતાઓ સાથે જોડ્યુ છે. કોંગ્રેસના પ્રવકતા પવન ખેડાએ પ્રેસ કોન્ફ્રેન્સ કરીને દાવો કર્યો છે કે રિયાઝ અટારી રાજસ્થાનમાં ભાજપના કદાવર નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ગુલાબ ચંદ કટારિયાના અનેક […]

Continue Reading

ભોળાનાથના ભક્તો માટે ખુશખબર! હવે કેદારનાથ ધામના ગર્ભગૃહમાં જઇને કરી શકાશે દર્શન

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા આવનારા તીર્થયાત્રીઓ માટે ખુશખબરી છે. હવે ભક્તો કેદારનાથ ધામ (Kedarnath dham)ના ગર્ભગૃહમાં પ્રવેશ કરીને દર્શન કરી શકશે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ હટાવી દીધો છે. આ પ્રતિબંધ રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવાના કારણે લગાવવામાં આવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી ભક્તો સભા મંડપથી જ બાબા કેદારનાથના દર્શન કરી રહ્યા હતા.

Continue Reading

પાકિસ્તાનમાં સેમસંગ કંપની પર ઈશનિંદાનો આરોપ, 27 કર્મચારીઓની અટકાયત કરાતા કંપનીએ માફી માંગી

ભારતમાં પયગંબર વિરુદ્ધ ટીપ્પણી મુદ્દેના અશાંતિનો માહોલ પેદા થયો છે એવામાં પાકિસ્તાનમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે. સેમસંગ પાકિસ્તાનના 27 કર્મચારીઓની ઇશનિંદા કરવા બદલ અટકાયત કરવામાં આવી છે. કરાચીના સ્ટાર સિટી મોલમાં, લોકોએ ઇશનિંદાનો હિંસક વિરોધ કર્યો હતો અને તોડફોડ કરી હતી. સેમસંગ પાકિસ્તાનના 27 કર્મચારીઓને પ્રોફેટ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ અટકાયતમાં લેવામાં […]

Continue Reading

દિલ્હીમાં સ્પાઈસજેટ એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરોના જીવ અદ્ધર

શનિવારે સવારે દિલ્હીથી જબલપુર જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. મળતી મહતી મુજબ જ્યારે પ્લેન ટેકઓફ થયું ત્યારે થોડી જ વારમાં પ્લેનની અંદર કાળો ધુમાડો દેખાવા લાગ્યો હતો. ધુમાડો જોયા બાદ તમામ મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયા હતા. તે સમયે  પાઈલટે પાછા ફરીને વિમાનને દિલ્હી ઉતરવાનું નક્કી કર્યું હતું. […]

Continue Reading

ભગવાન જગન્નાથની રથયાત્રા હર્ષનાદ સાથે નીકળી

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: દેશમાં ઓડિશાના પુરી ખાતે ભગવાન જગન્નાથજીની યાત્રા સાથે જ ગુજરાતમાં કોરોના કારણે સાદગીથી યોજાતી અમદાવાદની રથયાત્રા બે વર્ષ બાદ અષાઢી બીજના દિવસે ધામધૂમથી પરંપરાગત રીતે યોજાઇ હતી. કચ્છના નૂતન વર્ષ અષાઢી બીજે જય જગન્નાથના નાદ સાથે ગુજરાત ગુંજી ઊઠ્યું હતું. અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં આવેલા જગદીશ મંદિરેથી ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા જય […]

Continue Reading

સત્તા મળી, પણ શું તેમ છતા ખુશ નથી દેવેન્દ્ર ફડણવીસ?

Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા રાજકીય ભૂંકપ શાંત પડ્યા છે. ભાજપના સમર્થનથી ગુરુવારે શિવસેનાના એકનાથ શિંદે મુખ્યપ્રધાન બની ચૂક્યા છે, જયારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે.
ચર્ચા થઇ રહી છે કે ફડણવીસ નારાજ છે. ફડણવીસની કથિત નારાજગીને ત્યારે બળ મળ્યું જયારે એમણે આજે ભાજપ કાર્યાલયમાં થનારી ઉજવણીનો બહિષ્કાર કર્યો છે. દરમિયાન નાયબ મુખ્યપ્રધાન બનવા પર મનસે પ્રમુખ રાજ ઠાકરેએ લખેલા શુભેચ્છા પત્રમાં ફડણવીસ માટે લખ્યું હતું કે મને એમ કે તમે જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે પરત ફરશો.

Continue Reading

પટના સિવિલ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ, ઈન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ

Patna : બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર આવ્યા છે. પટના સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક કોનસ્ટેબલ ઘાયલ થયો છે. બોમ્બ વિસ્ફોટ થતા સંપૂર્ણ કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બિહારની રાજધાની પટનાની સિવિલ કોર્ટમાં પૂરાવા તરીકે બોમ્બને લાવવામાં આવ્યો હતો,

Continue Reading

Inspiring success story છે… કંગના રણોટે CM એકનાથ શિંદેની કરી પ્રશંસા

Mumbai: અભિનેત્રી કંગના રણોટે મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદેને શુભેચ્છા આપી છે. એભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમાં લખ્યું હતું કે એક ઓટો રિક્ષા ડ્રાઇવરથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવા સુધીની સફર ખૂબ પ્રેરણાદાયક રહી.
કંગનાએ સોશિયલ મીડિયા સ્ટોરી પર એકનાથ શિંદેનો ફોટો શેર કરતા લખ્યુ છે કે ‘શું ઇનસ્પાયરિંગ સ્ટોરી છે…રોજગાર માટે ઓટો રિક્ષા ચલાવવાથી લઇને દેશના શક્તિશાળી વ્યક્તિ બનવા સુધીની કહાણી. શુભેચ્છા સર.

Continue Reading

જૂન મહિનામાં આટલુ રહ્યું GST કલેકશન

જૂન મહિનામાં જીએસટી કલેક્શન 1,44,616 કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલમાં 1,67,540 કરોડ રૂપિયા GST કલેકશન રહ્યું હતું. જૂનનો આ જીએસટી કલેકશનનો આંકડો બીજો સૌથી વધુ છે. 2021ના જૂન મહિનાની સરખામણીએ આ વખતે જૂન મહિનામાં જીએસટી કલેકશનમાં 56 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

Continue Reading

મહારાષ્ટ્રઃ એકનાથ શિંદે 4 જુલાઈએ વિધાનસભામાં બહુમત સાબિત કરશે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનું કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈએ યોજાશે. 2 જુલાઈએ સ્પીકરની ચૂંટણી માટે નોમિનેશન દાખલ કરવામાં આવશે, 3 જુલાઈએ સ્પીકરની ચૂંટણી યોજાશે અને 4 જુલાઈએ વિશ્વાસનો મત લેવામાં આવશે.

Continue Reading