પૂરનો સામનો કરવા માટે અમને આવકની જરૂર છે’: આસામની હોટલમાં બળવાખોર મહારાષ્ટ્રના ધારાસભ્યો પર CM હિમંતા

ગુવાહાટી: શિવસેનાના અસંતુષ્ટ નેતા એકનાથ શિંદની આગેવાની હેઠળ મહારાષ્ટ્રના ધારાસભ્યોનું એક જૂથ આસામ પહોંચ્યું અને તેને એક વૈભવી હોટલમાં રાખવામાં આવ્યાના કલાકો પછી, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે તેઓ બધાને આસામની મુલાકાતે આવકારે છે કારણ કે રાજ્યને આવકની જરૂર છે. રાજ્ય વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે.

Continue Reading

બાર વર્ષની દીકરીના બે વાર લગ્ન, માતા અને પતિ બંનેની ધરપકડ

ઉત્તરાખંડના પિથોરાગઢમાંથી આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ તેની 12 વર્ષની દીકરીના લગ્ન 36 વર્ષના યુવક સાથે કરાવી દીધા અને હવે તે ગર્ભવતી છે. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે કિશોરીના આ બીજા લગ્ન છે. પહેલા લગ્ન ઘરેલુ હિંસાને કારણે તૂટી ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ એકશનમાં આવી છે […]

Continue Reading

દેશના આ એરપોર્ટ પર સંસ્કૃતમાં જાહેરાતો શરૂ થઇ

વારાણસી એરપોર્ટ પર બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) ના સહયોગથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા કોવિડ -19ની મહત્વપૂર્ણ ઘોષણાઓ સંસ્કૃત ભાષામાં કરવાની શરૂઆત કરવામાં આવી છે. તેથી તમે જો વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લો છો તો તમને સંસ્કૃત ભાષામાં કોવિડ-19 ની જાહેરાતો સાંભળવા મળશે. અત્યાર સુધી એરપોર્ટ પર તમામ પ્રકારની જાહેરાતો માટે […]

Continue Reading

ભાજપના દાવમાં ફસાયા કેજરીવાલ, મુર્મુથી મોં ફેરવવું મુશ્કેલ બનશે

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિરોધ પક્ષોએ ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહા પર દાવ લગાવ્યો છે. ઉમેદવારોની જાહેરાત બાદ એક તરફ સત્તા અને વિપક્ષે પોતપોતાના ગણિતને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે, તો બીજી તરફ કેટલાક એવા પક્ષો પણ છે, જેમણે […]

Continue Reading

મુખ્તાર અબ્બાસ નકવી બની શકે છે J&Kના નવા લેફ્ટનન્ટ ગવર્નર

કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાનું સ્થાન લે તેવી શક્યતા છે કારણ કે ચૂંટણી પંચ વર્ષના અંત પહેલા કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની તૈયારી કરી રહ્યું છે, એમ ટોચના સૂત્રોએ જણાવ્યું હતું. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, “જમ્મુ કાશ્મીરમાં તાજેતરના ટાર્ગેટ કિલિંગ્સ અને લોકતાંત્રિક રીતે […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં ધરતીકંપ ૧૦૦૦થી વધુનાં મોત, ૬૦૦ ઘાયલ

ભૂકંપે વેર્યો વિનાશ: અફઘાનિસ્તાનના પૂર્વ ભાગના પકતિકા પ્રાંતમાં બુધવારે આવેલા ધરતીકંપને કારણે હજારો મકાનો તૂટી પડ્યાં હતાં અને સાર્વજનિક મિલકતોને નુકસાન થયું હતું. આંચકા આવી ગયા પછી થયેલા વિનાશને અફઘાન નાગરિકો નિરાશાથી નિહાળતા હતા. (તસવીર: એપી/ પીટીઆઈ) નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વીય પહાડી પ્રાંતમાં બુધવારે શક્તિશાળી ભૂકંપ આવતાં ઓછામાં ઓછા ૧૦૦૦ લોકો માર્યા ગયા હતા અને […]

Continue Reading

રાજ્યની રાજકીય કટોકટી અકબંધ

*મુખ્ય પ્રધાનપદની ઓફર બાદ પણ એકનાથ એકના બે ન થયા *ઉદ્ધવ ઠાકરેનું લાગણીસભર ભાષણ *શરદ પવાર – સુપ્રિયા સુળે દોડયા વર્ષા બંગલે *કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પણ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા તૈયાર (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર સામે એકનાથ શિંદેના બળવા પછી ઊભી થયેલી કટોકટીનું નિરાકરણ કરવા માટે શિવસેનાના પક્ષાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, એનસીપીસુપ્રીમો […]

Continue Reading

ના હોય! 13 વર્ષના ટેણિયાએ તેના જ પપ્પાનો મોબાઈલ કર્યો હેક, બ્લેકમેલ કરતાં પિતાએ પોલીસનો સાધ્યો સંપર્ક અને પછી જે થયું…

Jaipur: રાજસ્થાનના જયપુર શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષના દીકરાએ પોતાના જ માતા-પિતાને સાઈબર એટેકથી ડરાવી દીધા હતાં. આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ તેના પિતાના સોશિયલ મીડિયા એકાઉટ્સ હેક કરીને તેમને ધમકી આપવા લાગ્યો હતો. પિતાએ ડરીને પોલીસ પાસેથી મદદ માંગી અને તપાસ થતાં દીકરાની કરતૂતો સામે આવી હતી. જોકે, પોલીસથી બચવા માટે […]

Continue Reading

સંપૂર્ણપણે હાઇડ્રો અને સોલાર એનર્જી પર ચાલતું ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું દિલ્હી

New Delhi: દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પહેલી જૂનથી હાઈડ્રો અને સોલાર પાવર એનર્જી પર ચાલનારું દેશનું પહેલું એરપોર્ટ બની ગયું છે. વર્ષ 2030 સુધીમાં ‘નેટ ઝીરો કાર્બન એમિશન એરપોર્ટ’ લક્ષ્ય હાંસલ કરવાનો હેતું છે, એવું દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ બુધવારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 1 જૂનથી, એરપોર્ટની લગભગ 6 ટકા […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જી તારાજી! મોતનો આંકડો 1,000ને પાર

Afghanista: બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનની ધરતી ભૂકંપથી હચમચી ગઈ હતી. મળતી મહતી મુજબ ૬.૧ રિકટર સ્કેલની તીવ્રતાના ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભારે તારાજી સર્જી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપના કારણે દેશમાં મૃતકોનો આંકડો 1,000ને પાર પહોંચી ગયો છે.  આ ઉપરાંત લગભગ ૧૫૦ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર […]

Continue Reading