- નેશનલ
વિપક્ષો સનાતન ધર્મનો નાશ કરવા માગે છે: મોદી
બીના (મધ્ય પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિપક્ષના જોડાણને અહંકારી ગણાવ્યું હતું અને આરોપ મૂક્યો હતો કે તે સનાતન ધર્મનો નાશ કરવા અને દેશને હજાર વર્ષની ગુલામીમાં ધકેલી દેવા માગે છે. જી-વીસ સમિટની સફળતાનો શ્રેય દેશના લોકોને જાય છે…
ઑક્ટોબરથી સરકારી સેવાઓ માટે બર્થ સર્ટિફિકેટ સર્વમાન્ય દસ્તાવેજ
નવી દિલ્હી: નવા સુધારિત કાયદાને કારણે બર્થ સર્ટિફિકેટ ઑક્ટોબર મહિનાથી સરકારી સેવાઓ, શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા, ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા, આધાર કાર્ડ તેમ જ પાસપોર્ટની અરજી કરવા અને લગ્નની નોંધણી સહિતના અનેક કામ માટે સર્વમાન્ય દસ્તાવેજ ગણાશે.ગયા ચોમાસુ સત્રમાં સંસદે અને…
મુંબઇમાં ગુજરાતીઓની કંપની પર ઇડીના દરોડા
₹ ૨૦.૧૧ કરોડની માલમત્તા જપ્ત નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં મુંબઈ સ્થિત કંપનીના પરિસરમાં દરોડા દરમિયાન રૂપિયા ૨૦.૧૧ કરોડની માલમત્તા જપ્ત કરી હતી.અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે સોમવાર અને મંગળવારે હિતેશ આર જોબલિયા અને નિમેશ એન શાહની…
બિહારમાં બોટ પલટીજતાં દસ બાળક લાપતા
મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગુરુવારે બાગમતી નદીમાં એક હોડી પલટી જવાથી ઓછામાં ઓછા દસ બાળક ગુમ થયા હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.બોટમાં ૩૦ બાળકો સવાર હતા અને તેમાંથી વીસને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બાગમતી નદીના કિનારે…
ઓટો ડીલરો વાહન સ્ક્રેપિંગ સુવિધા શરૂ કરે: ગડકરી
નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે ઓટોમોબાઈલના ડીલરોએ પણ વાહન સ્ક્રેપિંગ સુવિધા શરૂ કરવી જોઈએ. પાંચમા ઓટો રિટેલ કોન્ક્લેવને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરી રહી છે અને તે…
ગુજરાતમાં ત્રણ વર્ષમાં હિટ એન્ડ રનના ૪,૮૬૦ કેસ, ૩,૪૦૦થી વધુ લોકોનાં મોત, ૨,૭૦૦ લોકો ઘાયલ
ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં હિટ એન્ડ રનના કેસોમાં ૩,૪૦૦ થી વધુ લોકો માર્યા ગયા અને ૨,૭૦૦ લોકો ઘાયલ થયા હોવાનું રાજ્ય વિધાનસભામાં ગુરુવારે જણાવવામાં આવ્યું હતુ. ગૃહમાં રજૂ કરાયેલા ડેટા મુજબ, ગુજરાતમાં હિટ એન્ડ રનના ૪,૮૬૦ કેસ…
રાજસ્થાનમાં બસ અકસ્માતનો ભોગ બનેલાની દિહોરમાં એકસાથે ૧૧ અર્થી ઉઠતાં શોકનું મોજું
ભાવનગર : રાજસ્થાન નેશનલ હાઇ-વે પર બુધવારે વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામેથી યાત્રા પ્રવાસે નીકળેલ બસના ૧૧ મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં. આ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાયા બાદ આજે તેઓને વતન લાવવામાં આવ્યા ત્યારે કરુણ…
ડભોઈમાં બાળકીનું રિક્ષા ચાલકે અપહરણ કર્યું
અમદાવાદ: ડભોઇ વડોદરા ભાગોળ પાસે રાધે કોમ્પ્લેક્ષની સામે ઝૂંપડપટ્ટીમાં રહેતા મહેન્દ્ર રાજુ નાયકની પત્ની એક માસ પહેલાં પરપુરુષ સાથે ફરાર થઇ ગયા બાદ ૩ વર્ષની દિવ્યા (નામ બદલ્યું છે) સાથે રહે છે અને છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.મહેન્દ્ર…
અંજારના જોગણીનાળના દરિયાકાંઠેથી મળ્યું પાંચ કરોડનીકિંમતનું ‘મેક્સિકન’ હેરોઇનનું બિનવારસુ પેકેટ
ભુજ: પાકિસ્તાન,ઈરાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ માટે સીમાવર્તી કચ્છ જાણે મુખ્ય ટ્રાન્સિટ પોઇન્ટ જેવું બની રહ્યું હોય તેમ આ સરહદી જિલ્લામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો સતત મળી રહ્યાં છે.ગુજરાતના સાગરકાંઠે આવેલા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા કચ્છના…
આયુષ્માન કાર્ડ કૌભાંડ: નવ હોસ્પિટલસસ્પેન્ડ, બેને બ્લેક લિસ્ટ કરાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતમાં એ.બી.-પી.એમ.જે.એ.વાય.-માથથ યોજના એટલે કે આયુષ્માન કાર્ડમાં કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા ગરીબોના નામે કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઊઠતાં આખરે તંત્ર જાગ્યું હતું અને આયુષ્માન કાર્ડમાં ગેરરીતિના મામલે નવ ખાનગી હોસ્પિટલોને યાદીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે…