લોઅર પરેલનો બ્રિજસોમવારથી ખુલ્લો મુકાશે
મુંબઈ: છેલ્લાં પાંચ વર્ષથી રખડેલા લોઅર પરેલના રેલવે ઓવરબ્રિજને ગણેશોત્સવ પહેલાં ખુલ્લો મૂકવામાં આવશે. ગણેશોત્સવ પહેલાં બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે એ માટે સ્થાનિક રહેવાસીઓનું દબાણ વધવા લાગ્યું હતું. લોઅર પરેલ નાગરિક બ્રિજ નાગરિક કૃતિ સમિતિએ બુધવારે સાંજે આંદોલન કરવાનો ઈશારો આપ્યો હતો. જોકે એ પહેલાં જ પ્રશાસને બ્રિજ ખુલ્લો મૂકવા માટે હિલચાલ શરૂ કરી દીધી હતી અને આખરે સોમવારથી આ બ્રિજ ખુલ્લો મુકાશે એવી માહિતી મળી હતી. ત્રીજી જૂને બ્રિજની એક દિશાને વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવી હતી. જોકે હવે સોમવારથી બીજી દિશા પણ શરૂ કરવામાંં આવશે, એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાયબ કમિશનર ઉલ્હાસ મહાલેએ જણાવ્યું હતું.લોઅર પરેલ (ડિલાઈલ રોડ) બ્રિજ જોખમી થઇ ગયો હોવાને કારણે જુલાઈ, ૨૦૧૮ના રોજ બંધ કરી દેવામાં આવ્યો હતો. વિવિધ અડચણોને કારણે પુલનું કામ રખડી પડ્યું હતું. લોઅર પરેલ રેલવે સ્ટેશન નજીક એન.એમ. જોશી માર્ગ અને ગણપતરાવ કદમ માર્ગ પર આ પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. લોઅર પરેલના પુલની પશ્ર્ચિમ દિશાની એક બાજુ જૂન મહિનામાં ખુલ્લી મૂકવામાં આવી હતી. એ સમયે આખો બ્રિજ ખુલ્લો મૂકવા માટે જુલાઈ મહિનાની મુદત આપવામાં આવી હતી. જોકે આ મુદત નીકળી ગઇ હતી.ઉ