મરણ નોંધ

જૈન મરણ

રાધનપુરી જૈન
રાધનપુર તીર્થ હાલ કાંદિવલી, સ્વ. કોકિલાબેન ભણસાલી (ઉં. વ. ૭૨) તે સ્વ. અમૃતલાલ હરજીવનદાસ ભણસાલીના ધર્મપત્ની. તેજસ-શ્રેયના માતુશ્રી. પૂર્વી, નેહલકુમારના સાસુ. વૃષ્ટી, ધર્વના દાદી. સ્વ. ડાહ્યાલાલ દલપતભાઈ કોઠારીના પુત્રી તા. ૧૨-૯-૨૩ના મંગળવારના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરત વિશા ઓસવાલ શ્ર્વે. મુ. જૈન
રતનચંદ દિપચંદ ઝવેરી (ઉં. વ. ૯૧) તે સ્વ. નિરંજનાબેનના પતિ. સ્વ. શાંતિચંદભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. મંગલાબેન માણેકચંદ ઝવેરીના ભાઈ. મનન, બીના પંકજ દોશી, સ્મિતા સ્મિતેશ શાહ, પ્રજ્ઞા ધર્મેન્દ્ર દોશી તથા સંગીતાના પિતા. રીનાના સસરા, દિવમ તથા રિધમના દાદા. ૧૨/૯/૨૩ ના રોજ અરિહંત શરણ
પામેલ છે.
વિશા નીમા જૈન
વેજલપુર, હાલ કાંદિવલી શ્રી નંદીવર્ધન રતિલાલ મોદી, અવંતિકા બેનના પતિ. રવિશ તથા રોશનીના પિતા. સિદ્ધાર્થ શાહ તથા માનસીના સસરા. સ્વનિક, પણિક, નિતાંશના દાદા. ચંદ્રવદનભાઇ, ચંદ્રકળાબેન, વિદુલાબેન, હર્ષાબેન, ગીતાબેન, અર્ચનાબેનના ભાઈ. તા. ૧૨-૦૯-૨૩ ના અરિહંત શરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગુંદાલાના અ.સૌ. બેલા છેડા (ઉં. વ. ૪૧) તા. ૧૨-૯-૨૩ ના અવસાન પામેલ છે. પુષ્પા જાદવજીના પુત્રવધૂ. સચિનના પત્ની. રોનિત, મહેકના માતા. નાના ભાડીયા હેમલતા/હંસાબેન અજીત ગાલાના સુપુત્રી. સુચિતના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રા. યોગી સભાગૃહ, દાદર (ઈ), શુક્રવાર, તા. ૧૫-૯-૨૩, ટા. ૨ થી ૩.૩૦ ક. નિ. સચિન છેડા, બી. ૧૦૧ સ્મિતા, ડો. આંબેડકર રોડ, મુલુંડ (વે), મું. ૮૦.
ફરાદીના અમૃતલાલ હંસરાજ ગાલા (ઉં. વ. ૭૩) તા.૧૩-૯-૨૩ ના અવસાન પામેલ છે. ભાણબાઈ હંસરાજના પુત્ર. આશા (મંજુ) ના પતિ. તેજસ, હિતેનના પિતા. હીરજી, શામજી (હરીલાલ), હસમુખ, પરેશ, રૂક્ષ્મણીબેન (કમળા), કેસરબેન (હંસા)ના ભાઈ. મણીબેન જેઠાલાલના જમાઈ. પ્રા. શ્રી માટુંગા ક.શ્ર્વે.મૂ.જૈન સંઘ નારાણજી શામજી વાડી. ટા. ૪ થી ૫.૩૦. નિ: અમૃતલાલ ગાલા. ૪૦૧, ખીમજી ભુવન, ખીમજી લેન, ઘાટકોપર (ઈ), મું – ૭૭.
સમાઘોઘાના માતુશ્રી હેમકુંવરબેન સંગોઇ (ઉં. વ. ૭૮) તા. ૧૨-૯-૨૩ના અવસાન પામેલ છે. કુંવરબાઇ મોરારજીના પુત્રવધૂ. ભૂપેન્દ્ર સંગોઇના ધર્મપત્ની. જુબીન, અંકુલના માતુશ્રી. કારાઘોઘા રતનબેન મોણશી સાવલાના સુપુત્રી. પ્રેમજી, અરવિંદ, વિનોદ, અનિલ, કેસરબેન, નિર્મળાબેનના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. હેમકુંવરબેન સંગોઇ, ૪૦૧, વિન્ડસર, પ્લોટ નં. ૮૦, સેક્ટર-૧૨, વાશી, નવી મું. ૪૦૩.
દેશલપુરના વસંત હીરજી નંદુ (ઉં. વ. ૮૧) તા. ૧૨-૯-૨૩ ના અવસાન પામેલ છે. કુંવરબાઇ હીરજીના પુત્ર. પિંકી, પરેશ, સ્વ. રાજનના પિતાશ્રી. પત્રીના વેજબાઇ (વીણા) રાઘવજી છેડા, બિદડાના ચંચળ પ્રેમજી અજાણી, દેશલપુરના લીલાવંતી હીરાલાલ વિસરીયા, ફરાદ્રીના મણી (મંજુલા) રમણીક વીરાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પિંકી છેડા, એ-૪૦૪, અશોકા સમૃધ્ધિ ગાર્ડન, ઇશ્ર્વરનગરની સામે, એલ.બી.એસ.રોડ, ભાંડુપ (વે), મુંબઈ-૭૮.
રાયણના નાનબાઈ બોરીચા (ઉં. વ. ૯૨) તા.૧૨/૯/૨૩ના અરિહંતશરણ પામેલ છે. જયંતિલાલના ધર્મપત્ની. વેલબાઈ ટોકરશીના પુત્રવધૂ. તલવાણાના વેજબાઈ કુંવરજીના પુત્રી. દમયંતી, ઉષા, પ્રીતિના માતુશ્રી. રતનશી, નાંગલપુરના કંકુબાઈ, કોડાયના કસ્તુરબેન નેમજી, લાયજાના ભાનુબેન ગોવિંદજી, દેવચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. જયંતિલાલ ટોકરશી, દલાસ બિલ્ડીંગ, રૂ.નં.૪૪, જ્ઞાનમંદિર રોડ,દાદર (વે.), મું. ૨૮.
હાલાપુરના શ્રીમતી પ્રેમાબેન મુરજી ગોસર (ઉં. વ. ૯૨) તા.૧૨-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. ખેતબાઈ તેજશી રવજીના પુત્રવધૂ. મુરજીના પત્ની. વિનોદ, કમળા, દમયંતી, રંજન, જ્યોત્સના, મૃદુલાના માતુશ્રી. સાભરાઇ શાંતિબેન દેવજી શીવજી ગડાના પુત્રી. વિશનજી, રાયધણજર વિજ્યા જેઠાલાલ, હાલાપુર મણીબેન રવજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિનોદ મુરજી ગોસર, અમી ઝરણા, ૬૦ ફીટ રોડ, માલેગામ, જિલ્લો નાસિક, પીન – ૪૨૩૨૦૩.
પાટણ જૈન
કનાસાનો પાડાના વિશા શ્રીમાળી શ્રીમતી જ્યોત્સનાબેન નરેન્દ્ર શાહ (ઉં.વ. ૮૩) તે દિપકભાઈ તેમજ મલ્લિકાબેનના માતુશ્રી. લીના અને બીમલકુમાર પારેખના સાસુ. તન્વીના દાદી, રોહન રાશી જેહ તીરોડકરના નાની. ગોદડના પાડાના સ્વ. જયંતીલાલ પોપટલાલ સફરીના દિકરી બુધવાર, તા. ૧૩-૯-૨૩ના દેવલોક થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દીહોર હાલ મુલુંડ જયંતીલાલ ડાહ્યાલાલ લાખાણીના પુત્ર દીપકભાઈ (ઉં.વ. ૬૬) તા. ૧૩-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોતિબેનના પતિ. વિદીશા, રિચા, વર્ષિલના પિતા. મેહુલકુમાર, ભાવિનકુમાર, પ્રાચિના સસરા. હર્ષાબેન વિનોદરાય શાહ, બીનાબેન પ્રવિણકુમાર મહેતા, અશ્ર્વિનભાઈના ભાઈ. ત્રાપજ નિવાસી વોરા મનસુખલાલ ભગવાનદાસના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
સુરેન્દ્રનગર હાલ દાદર સ્વ. અરવિંદભાઈ જયંતીલાલ લવજી શાહના ધર્મપત્ની શ્રીમતી હંસાબેન (ઉં.વ. ૮૪) તે જય-કલ્પા, અલ્પા-યશેષ લવિંગીયા, દર્શના-રાજેશ કપાસીના માતુશ્રી. સ્વ. પોપટલાલ ગોકળદાસ શાહના પુત્રી. ભાવેનના દાદી. શર્લી જય રાજડા, શચિ ઉદિત શાહ, માનુષી, નેહલના નાની તા. ૧૪-૯-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. ત્વચા દાન
કરેલ છે.
પાટણ ઓશવાલ જૈન
મુળ ઢંઢેરવાડા પાટણના હાલ મુંબઇ અ. સૌ. દક્ષાબેન (ઉ. વ. ૬૭) તા. ૧૩-૯-૨૩ના અરિહંતશરણ થયેલ છે. તે યોગેનભાઇ રસિકલાલ ઝવેરીના ધર્મપત્ની. યશ, માનસી, સલોનીના માતુશ્રી. સ્વ. નિર્મળાબેન રસિકલાલ ઝવેરીના પુત્રવધૂ તે કેયુરભાઇ, અવિશભાઇ તથા ભાવિકાબેનના સાસુમા. પિયર પક્ષે સ્વ. સેવંતિભાઇ તથા સુભદ્રાબેન-તારાબેનની સુપુત્રી. તેમ જ સ્વ. અશ્ર્વિનભાઇ, કિરીટભાઇ, પંકજભાઇ, રશ્મિબેન, બિંદુબેન અને દિપાલીના બેન ભાવ ભક્તિ. ઠે. જયહિન્દ કોલેજ, ચર્ચગેટ, એ.રોડ, મુંબઈ-૨૦. સવારના ૧૧થી ૧૨-૩૦. તા. ૧૭-૯-૨૩ના રવિવારે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…