મધ્ય પ્રદેશમાં શંકાસ્પદ ઓરી-ગોવરુંને કારણે બે બાળકનાં મોત
મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના મલ્હારમાં શંકાસ્પદ ઓરી-ગોવરુંને કારણે બે બાળકનાં મોત થયાં હોવા ઉપરાંત 17 બાળકને ચેપ લાગતા આસપાસના આઠ ગામડાંની શાળાઓ બંધ રાખવાની જિલ્લા વહીવટીતંત્રને ફરજ પડી હોવાનું અધિકારીઓએ સોમવારે કહ્યું હતું. બીમારી વધુ ન ફેલાય તે માટે તકેદારીના…
મરાઠા અનામત: આજે વિધાનસભાનું વિશેષ સત્ર
મુંબઈ: મરાઠા સમાજને કુણબી જાતિપત્ર આપીને તેમને ઓબીસી અંતર્ગત અનામત આપવા બાબતે મહારાષ્ટ્ર વિધાનસભાનું આજે મંગળવારે વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું છે. આ અધિવેશનમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના ઉપર બધાની નજર છે.મરાઠા આંદોલનનું નેતૃત્વ કરનારા ચળવળકાર મનોજ જરાંગેને અનશન…
સંદેશખાલીની મુલાકાત બાદ રાષ્ટ્રીય મહિલા આયોગનાં વડાંએ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી
કોલકાતા : તૃણમૂલ કૉંગ્રેસના અત્યાચાર વિરુદ્ધના દેખાવો દરમિયાન પશ્ચિમ બંગાળની સરકારે અનેક મહિલાઓના અવાજ રૂંધી દીધો હતો એવો આક્ષેપ કરતાં રાષ્ટ્રીય મહિલા આયોગનાં વડાં રેખા શર્માએ સોમવારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી હતી. દિવસ દરમિયાન શર્માના નેતૃત્વ હેઠળના એક…
- આમચી મુંબઈ
ધૂંધળું
મુંબઈમાં શિયાળો પૂરો થયો, પણ પ્રદૂષણના પ્રમાણમાં કોઈ ઘટાડો થયો નથી. સોમવારે સવારે શહેરમાં ધુમ્મસનું પ્રમાણ વધુ હતું.(અમય ખરાડે
રાજકોટ ટેસ્ટમાં હાર બાદ અમ્પાયર્સ કોલ હટાવવાની બેન સ્ટોક્સે કરી માગ, રેફરી સાથે કરી મુલાકાત
રાજકોટ: રાજકોટમાં ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં હાર બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માંથી અમ્પાયર્સ કોલને હટાવવાની માગ કરી હતી. વાસ્તવમાં ઇગ્લેન્ડના બેટ્સમેન જેક ક્રાઉલીને બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહના બોલ પર એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યો હતો. અમ્પાયર કુમાર…
કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવ્યો, પણ આયાતકારો ખરીદીથી દૂર રહેવાનો ડર
નાસિક: સરકાર દ્વારા કાંદાની નિકાસ પર લદાયેલા પ્રતિબંધને કારણે 3,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાતી લાલ ડુંગળીના ભાવ ગગડીને ત્રણ દિવસમાં 1,700 રૂપિયામાં વેચવાનો સમય આવી ગયો હતો. હવે ફરી નિકાસ શરૂ થવાનો લાભ અંશત: માર્ચથી બજારમાં આવી રહેલી ઉનાળાની…
- આમચી મુંબઈ
થાણે હોમ ઉત્સવ: પ્રોપર્ટી પ્રદર્શન 2024ની વૈભવશાળી કામગીરી: જીતેન્દ્ર મહેતા
થાણે: મુંબઈ મહાનગર ક્ષેત્ર સહિત થાણે સ્થિત રિયલ એસ્ટેટ વિશ્વમાં ગ્રાહકોની સૌથી વધુ પસંદગી ધરાવતા ‘ક્રેડાઈ એમસીએચઆઈ, થાણા’ પ્રોપર્ટી પ્રદર્શન 2024એ આ વર્ષે વૈભવશાળી કામગીરી બજાવી છે. 30 હજાર 217 લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. થાણે શહેરમાં ઘર લેવાનું…
- સ્પોર્ટસ
લોકસભા ચૂંટણી માટે શુભમન ગિલને પંજાબનો સ્ટેટ આઇકોન બનાવ્યો, મતદાતાઓને મતદાન માટે કરશે જાગૃત
ચંડીગઢ: પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે ભારતીય ક્રિકેટર શુભમન ગિલને આગામી લોકસભા ચૂંટણી માટે સ્ટેટ આઇકોન' બનાવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી સિબિન સીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગિલ મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ ઝુંબેશનો ભાગ બનશે જેથી મતદાનની…
ઘરની મહિલા સભ્યના કોહવાયેલા મૃતદેહ સાથે પરિવાર 10 દિવસ સાકીનાકાની હોટેલમાં રહ્યો
મુંબઈ: ચાર લોકોએ પરિવારની મહિલા સભ્યના કોહવાયેલા મૃતદેહ સાથે 10 દિવસ સાકીનાકાની હોટેલમાં વિતાવ્યા હતા, જ્યાં તેઓ 41 દિવસ અગાઉ આવ્યા હતા. મૃત મહિલાના યુકેથી પાછા આવેલા પુત્રએ શનિવારે રાતે પોલીસને આની જાણ કર્યા બાદ મૃતદેહ તાબામાં લેવાયો હતો અને…
ઓપરેશન લોટસ ભાજપ અને રાજ ઠાકરેનું `મનસે’ મિલન?
મનસે અધ્યક્ષે ભાજપ નેતાઓની મુલાકાત લેતા રાજકીય છાવણીઓ ધમધમી મુંબઈ: રાજ્યસભાની ચૂંટણી માથે છે અને લોકસભાની ચૂંટણી પણ ટૂંક સમયે બારણે ટકોરા દેશે એવામાં દેશ અને ખાસ કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓ…