મેટિની

તલત `ગઝલ’ મેહમૂદ

ગાયકીમાં लर्ज़िश और तलफ़्फ़ुज़ (કંપન અને ઉચ્ચારશુદ્ધિ)માં માહેર ગણાયેલા અને શહેનશાહ – એ – ગઝલનું બિદ મેળવનારા ગાયક-અભિનેતાની આવતી કાલે જન્મ શતાબ્દી છે

ઢળતી સાંજ હોય, દૂર દૂર ક્ષિતિજમાં સૂરજ આકાશના બાહુપાશમાં સમેટાઈ જવાની ઉતાવળમાં હોય ત્યારે 'शाम - ए - ग़म की कसम, आज ग़मगीं है हम, आ भी जा, आ भी जा आज मेरे सनम' સૂર રેલાતા હોય એ સમયે તો હૃદયની ચાર દીવાલો પણ સીમા ઉલ્લંઘન કરી મેહબૂબાનું સ્વાગત કરવા સજ્જ થઈ જાય. જોકે, એ જ ક્ષણે કોઈના દીવાનખાનામાં‘फिर वोही शाम, वोही ग़म, वोही तनहाई है, दिल को समझाने तेरी याद चली आई है’ પંક્તિના સૂર જાણે કે સૂરજ માં આકાશ છીનવાઈ ગયું'ની ફરિયાદની પ્રતીતિ કરાવતા હોય. ઇશ્ક ઔર તનહાઈ, પ્રેમ અને વિરહ, મનુષ્ય જીવનના અમૃત કુંભના બે અમૂલ્ય રસાયણનું પ્રતિનિધિત્વ એટલે ઢાકાની મલમલને પણ ક્યાંય મૂકી આવે એવો તલત મેહમૂદનો મખમલી સ્વર. વોઇસ ઓફ રફી, વોઇસ ઓફ કિશોર કુમાર - મુકેશ - હેમંત કુમાર વગેરે થયા પણ વોઇસ ઓફ તલત મેહમૂદનો જન્મ ક્યારેય ન થયો. એમના જેવું કોઈ ગાઈ જ નથી શક્યું. ગાયકીમાં लर्ज़िश और तलफ़्फ़ुज़ (કંપન અને ઉચ્ચારશુદ્ધિ)માં માહેર ગણાયેલા અને શહેનશાહ - એ - ગઝલનું બિદ મેળવનારા તલત મેહમૂદની આવતી કાલે જન્મ શતાબ્દી છે એ નિમિત્તે મશની તળાઈ જેવી એમની આહલાદક ગાયન યાત્રાનું આચમન લેવાનો આનંદ લઈએ. અવાજમાં કંપન ગાયકની નબળાઈ માની લેવાય કે એના માટે માઇનસ પોઇન્ટ સાબિત થાય. જોકે, એ જ કંપન તલતજીની સબળાઈ સાબિત થઈ, એમનો પ્લસ પોઇન્ટ સાબિત થયો. પ્રસ્તુત લેખ ભૂતકાળમાં તેમના નિવાસસ્થાને થયેલી વાતચીત તેમજ તેમના નામ સાથે પ્રકાશિત થયેલા લેખને આધારે તેમના જ શબ્દોમાં તૈયાર કરવામાં આવ્યો છે. * * * * * મારો જન્મ 24 ફેબ્રુઆરી, 1924ના રોજ લખનઊમાં થયો હતો. બાળપણથી જ સંગીત પ્રત્યે અને વિશેષ તો ગાયકી પ્રત્યે લગાવ હતો. પોતાના ઘરે મ્યુઝિક મેહફિલનું નિયમિતપણે આયોજન કરતા મારાં ફૈબા મને કાયમ પ્રોત્સાહિત કરતા. એમના સંગીત કાર્યક્રમોમાં રોશન આરા બેગમ, બડે ગુલામ અલી ખાં, નારાયણરાવ વ્યાસ અને હીરાબાઈ બડોદેકર જેવા મહારથીની હાજરી રહેતી. મારા પિતાશ્રી મંઝૂર મોહમ્મદને ગીત સંગીત પ્રત્યે લગાવ અને આદર હતા પણ ગાયકી અને અભિનયને તેઓ સન્માનીય વ્યવસાય નહોતા માનતા. મને કુંદનલાલ સાયગલ માટે પારાવાર પ્રીતિ અને અનહદ આદર હતા અને એટલે હું તેમની દરેક ફિલ્મ અવશ્ય જોતો. એમનાં ગીતો સાંભળતો અને એ ગાવાની કોશિશ પણ કરતો. સંગીત શીખવાના નાદમાં શિક્ષણની અવગણના ન કરી. મેટ્રિક પાસ કર્યા પછી લખનઊની કોલેજમાં વિદ્યાભ્યાસ જારી રાખ્યો. સદનસીબે ફૈબાના આગ્રહથી પિતાશ્રીએ સંગીતની તાલીમ લેવાની અનુમતિ આપી. કોલેજ શિક્ષણને સમાંતર સંગીત શીખવાની શરૂઆત થઈ. શિસ્તબદ્ધ તાલીમનો ફાયદો એ થયો કે ઓલ ઈન્ડિયા રેડિયો પર ગાવાની તક મળી. દિલ્હી, લાહોર અને પેશાવરનાં રેડિયો સ્ટેશનો પર રજૂઆતને પગલે મારા આત્મવિશ્વાસમાં ગુણાકાર થયો. રેડિયો માટે ગાલિબ અને ઈકબાલની ગઝલ પેશ કરતો અને દાગ દેહલવી, મીર તકી મીર અને મિર્ઝા મુહમ્મદ રફીસૌદા’ના શેર પણ ફરમાવતો. અનેક પ્રકારો પર મેં માં ગળું અજમાવ્યું હતું, પણ ગઝલ પ્રત્યે પહેલેથી જ વિશેષ પ્રીતિ બંધાઈ ગઈ હતી. મારે પ્રામાણિકતાથી કબૂલવું જોઈએ કે ગઝલ ગાયકીએ જ મને કીર્તિ – ખ્યાતિ અપાવ્યા.
મારા પ્રથમ ગીત સબ દિન એક સમાન નહીં થે'ના રેકોર્ડિંગ વખતે ન્યુ થિયેટર્સના અદભુત ગાયક - સંગીતકાર શ્રી પંકજ મલિક હાજર હતા. મારો અવાજ તેમને પસંદ પડ્યો અને મને કહ્યું કેતારે તાબડતોબ એચએમવી સાથે કોન્ટે્રક્ટ કરવો જોઈએ. જોકે ‘કોઈ કાળે ફિલ્મોમાં કામ નહીં કરવાનું’ એ પિતાશ્રીની ચેતવણી મને યાદ આવી ગઈ. ના પાડ્યા વિના અભ્યાસ પૂર્ણ કરી હું તમારી પાસે આવીશ એમ પંકજ મલિકને સમજાવી દીધું. એ દોરમાં એક્ટર – સંગીતકારનું પલડું ભારે રહેતું અને એ વ્યાખ્યામાં હું ફિટ બેસતો હતો. 1941માં માં પહેલું ગીત રિલીઝ થયું અને 1944માં ફૈયાઝ હાશ્મી સાબના મેં ગાયેલા ગીત તસવીર તેરી દિલ મેરા બેહલા ન સકેગી'ની લોકપ્રિયતા વર્ષો સુધી રહી હતી. એ ગીત પછી તો જ્યુથિકા રોય, જગમોહન અને હેમંત કુમારે પણ ગાયું હતું. મેં ગાયકીની શરૂઆત કરી ત્યારે સાયગલ સાબ માટે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં આદર - અહોભાવ હતા. હું તેમને ઉસ્તાદ માનતો. એક એવા ઉસ્તાદ જેમની પાસેથી ઘણું શીખવા મળ્યું. ગાયકી સાથે અભિનય કરવાની મેં બહુ મોટી ભૂલ કરી હતી એમ માં માનવું છે. સાચું કહું તો મને અભિનય માટે ચિ જ નહોતી, પણ ક્યારેક સંબંધ સાચવવા તો ક્યારેક પૈસા મેળવવા મેં એક્ટિંગની ઓફરો સ્વીકારી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગળ આવવા માટે મુંબઈ આવવું જરૂરી હતું. 1949માં માયાનગરીમાં આવ્યો અને મારી મુલાકાત એ સમયના ટોચના સંગીત દિગ્દર્શક અનિલ વિશ્વાસ સાથે થઈ. એ સમયે દિલીપ કુમારનીઆરઝૂ’ માટે સંગીત તૈયાર કરી રહ્યા હતા. તેમણે મને તક આપી અને મારા અવાજમાં અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ના હો' રેકોર્ડ થયું. ફિલ્મમાં એકમાત્ર ગીત ગાવા માટે મને 500 રૂપિયા મળ્યા હતા. સોન્ગને ફાંકડી સફળતા મળી અને મારી કારકિર્દીને દોડવા માટે ઢાળ મળી ગયો. ત્યારબાદ ધડાધડદાગ’, સંગદિલ,દેખ કબીરા રોયા’, પતિતા',ટેક્સી ડ્રાઈવર’, ફૂટપાથ'... ફિલ્મોમાં ગાવાની તક મળવા લાગી. મેં કારકિર્દી દરમિયાન અનેક અભિનેતાને પ્લેબેક આપ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે શમ્મી કપૂર માટે મેં ગીત ગાયા છે. શમ્મી કપૂરના છેલબટાઉ રોમેન્ટિક દોર શ થવાને હજુ વાર હતી એ સમયની વાત છે. 1953માંલૈલા મજનુ’ નામની ફિલ્મ આવી હતી જેમાં શમ્મી મજનુ બન્યો હતો. એના પર ફિલ્માવાયેલું અને અનેક વર્ષો સુધી સંગીત રસિયાઓને સ્મરણમાં રહેલું ચલ દિયા કારવાં, લૂટ ગએ હમ યહાં, તુમ વહાં' મેં ગાયું છે. ગીતકાર હતા શકીલ બદાયૂંની અને સ્વરકાર હતા ગુલામ મોહમ્મદ. શમ્મીનીચોર બજાર’ (1954)માં પુષ ગાયકના અવાજમાં એક જ ગીત છે (તેરે દર પે આયા હૂં ફરિયાદ લેકર) જેમાં પણ શમ્મી કપૂરને પ્લેબેક મેં જ આપ્યું છે. બીજી એક ફિલ્મ હતી `મેમ સાહિબ’ જેમાં મીના કુમારી, શમ્મી કપૂર અને કિશોર કુમાર હતાં. એમાં શમ્મી અને મીના કુમારી પર ફિલ્માવાયેલા બે યુગલ ગીતમાં મેં આશા ભોસલે સાથે પ્લેબેક આપ્યું હતું. દિલીપ કુમાર સાથે મારી જોડી જામી હતી. ટે્રજિક ફિલ્મોના દોરમાં સંગીતકારો મારા પ્લેબેકનો આગ્રહ રાખતા હતા. જોકે, પછી દિલીપ કુમાર જે પ્રકારના રોલ કરતા હતા એ માટે રફીનો અવાજ વધુ અનુકૂળ હતો.

1950 – 60ના દાયકામાં સંગીતકારો દોડ્યા દોડ્યા આવતા હતા. 1970ના દાયકાથી એમાં ઓટ આવવા લાગી. રોક એન્ડ રોલ – ડિસ્કો મ્યુઝિકના વધી રહેલા પ્રભાવમાં ફિલ્મોમાંથી ગઝલની બાદબાકી થવાની શરૂઆત થઈ અને રફીના અવસાન પછી સારા સિંગરની ઊણપ હોવા છતાં સંગીતકારો કેમ મારી પાસે નહોતા ગવરાવતા એનું કારણ સમજવું બહુ અઘં નહોતું. જવાબ સ્પષ્ટ છે કે મારા અવાજની મર્યાદા જ મને આડી આવી. લાઉડ મ્યુઝિક, ફાસ્ટ સોંગની ડિમાન્ડ વધી અને દરેક પ્રકારના ગીત ગાવાની મારી ક્ષમતા નહોતી. એટલે સંગીતકારો વિવિધ શૈલીના ગીત ગાઈ શકતા ગાયકોને પ્રાધાન્ય આપે એ સ્વાભાવિક છે. ઉગમણી દિશા પછી સૂર્ય પણ આથમણી દિશા જોતો જ હોય છે ને. કેપ્ટ્ન કિશોર' ફિલ્મનું મેં ગાયેલું ગીત યાદ આવે છે:બદલ જાએ દુનિયા ન બદલેંગે હમ, તુમ્હારી કસમ, તુમ્હારે હૈં કી જબ તક દમ મેં હૈ દમ, તુમ્હારી કસમ.’

એક્ટિંગના અભરખા

તલત મેહમૂદના પગરણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થયા ત્યારે ગાયક – અભિનેતાને પ્રાધાન્ય હતું. ફિલ્મના નિર્માણ વખતે એવા કલાકારની પ્રથમ પસંદગી થતી જેની પાસે એક્ટિંગ અને સિંગિંગ બંને આવડત હોય. તલતજી એમાં ફિટ બેસતા હતા. વળી દેખાવે હેન્ડસમ હોવાથી હીરોના રોલમાં શોભી ઊઠતા હતા. 1947માં કુંદનલાલ સાયગલના અવસાન પછી મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગાયક – અદાકારની શોધમાં હતી અને 1949ની આસપાસ મુંબઈ આવેલા તલત મેહમૂદ એ જરૂરિયાતમાં ગોઠવાઈ ગયા. કુલ 13 ફિલ્મમાં અભિનય કર્યો. જોકે, પ્રારંભિક સમયમાં અભિનયના અભરખા ધરાવતા તલતજીને બહુ જલદી અભિનયમાં પોતાની મર્યાદા સમજાઈ ગઈ. પ્રસ્તુત છે તેમની એક્ટિંગ કરિયરની હેરત પમાડનારી વાતો.

ટકોરાબંધ નહીં, `કટોરાબંધ’ હીરો

યૌવન કાળ એક એવી અવસ્થા છે જેમાં આવેશ – જુસ્સો વધુ અને ડહાપણ – વિવેક વિચાર ઓછા હોય. ગીત ગાવાની સાથે સાથે પડદા પર અભિનેતા તરીકે ચમકવાની તીવ્ર ઈચ્છા તલતજીના દિલના કોઈ ખૂણે પોષણ મેળવી રહી હતી. એટલે 1944માં જ્યારે ન્યુ થિયેટર્સના પ્રમથેશ બઆ પાસેથી એક્ટિંગની ઓફર આવી ત્યારે એમનો આનંદ રેકોર્ડિંગ સ્ટુડિયોની દીવાલ તોડી ગ્લેમરથી ઝળહળા થતા ફિલ્મના સેટ પર પહોંચી ગયો. રાજલક્ષ્મી' ફિલ્મ માટે બઆએ તેમને માત્ર ગાયક તરીકે સાઈન કર્યા હતા, પણ કેટલાક લોકોએ હીરો તરીકે પણ લેવા રજૂઆત કરી અને બઆ માની ગયા. શૂટિગના પહેલા દિવસ વિશે તલત મેહબૂબે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સવારમાં મેં એવી રીતે દાઢી કરી કે જેથી પડદા પર મારો ચહેરો ઝગારા મારે. જોકે, સ્ટુડિયો પહોંચ્યા પછી મેકઅપ મમાં મારા ચહેરા પર એક લાંબી દાઢી એવી સજજડતાથી ચોંટાડી દેવામાં આવી કે હસવું યા રડવું એ હું નક્કી ન કરી શક્યો. દેખાવે માં રૂપાંતર ફકીર સ્વરૂપમાં થયું અને મને ગીતના શબ્દો આપી પરફોર્મ કરવા કહેવામાં આવ્યું. હું હતાશ થઈ ગયો. મને એમ કે હું ટકોરાબંધ હીરોનો રોલ કરીશ, પણ અહીં તો કટોરા સાથે ફરતા હોય એવા ફકીરનો એક એક્સ્ટ્રાનો રોલ મને મળ્યો હતો. જોકે, મેં જાતને સાંત્વના આપી અને મન મનાવ્યું કે આ ગેટઅપમાં પિતાશ્રી મને ઓળખી નહીં શકે અને હું ફિલ્મ લાઈનમાં એક્ટિંગ કરવા લાગ્યો છું એની એમને જાણ નહીં થાય. એ ગીત હતુંજાગો મુસાફિર જાગો’ અને મને પડદા પર ચમકાવનારી પ્રથમ ઘટના બહુ જલદી ભૂલાઈ ગઈ.’

દોઢ દિવસની `સંપત્તિ’

ન્યુ થિયેટર્સ સાથે જોડાયા બાદ ફિટ ન બેસે એવી હિરોઈન નહીં મળવાથી હીરો હોવા છતાં તલતજી બે વર્ષ ઝીરો બની બેસી રહ્યા. જોકે, બંને વર્ષ કંપનીએ માસિક 1500 રૂપિયાના હિસાબે વેતન આપવાનું ચાલુ રાખ્યું હતું. ત્રીજા વર્ષે અન્ય બેનરે ભારતી દેવી નામની અભિનેત્રી સાથે સંપત્તિ' નામની ફિલ્મ ઓફર કરતા તેમણે ન્યુ થિયેટર્સને આવજો કરી દીધું. ભારતીય સિનેમાના ઈતિહાસમાંસંપત્તિ’નું નામ કથીર અક્ષરે લખવું જોઈએ. એનું એકમાત્ર કારણ એ છે કે આ ફિલ્મ કલકત્તામાં ગણીને માત્ર દોઢ દિવસ ચાલી ઊતરી ગઈ હતી. નિર્માતાએ ફિલ્મ બનાવવા અઢળક પૈસા ખર્ચ્યા હતા. એ સમયમાં મોટાભાગના નિર્માતા 70 – 75 હજાર રૂપિયામાં આખી ફિલ્મ બનાવી લેતા જ્યારે `સંપત્તિ’ના નિર્માણમાં નિર્માતાએ પોતાની કેટલાક લાખ રૂપિયાની સંપત્તિની કોથળીઓ ખુલ્લી મૂકી દીધી હતી.

બ્યુટી કોન્ટેસ્ટ

ફિલ્મમેકર એ આર કારદાર તલતજીના ગળા સાથે એમના દેખાવથી પણ પ્રભાવિત થયા હતા. એટલે જ કેટલીક ફિલ્મોમાં હીરો બન્યા પછી એક્ટિંગને આવજો કરી દેનારા તલત મેહમૂદને દિલ - એ - નાદાન'માં હીરો બનાવી બીજી ઈનિંગ્સ શરૂ કરી. એક નોંધ અનુસાર કારદાર સામે નવી રૂપાળી હિરોઈન મેળવવાઓલ ઈન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટ’નું આયોજન કર્યું હતું જેમાં પીસ કંવલ (પ્રદીપ કુમાર – મીના કુમારીની `આરતી’માં એક નાનકડો રોલ કર્યો હતો) વિજેતા બની હિરોઈન બની હતી. આના પરથી તલતજીની લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે.

અભિનયનું આંગણું નકામું

ફિલ્મમાં પાર્શ્વ ગાયનની સાથે અભિનયની ઓફર પણ મળવા લાગી. તલત સાબને એક્ટિંગ માટે બહુ લગાવ નહોતો, પણ એ એક એવું આકર્ષક વમળ હતું જેમાં તેઓ ખૂંપી રહ્યા હતા અને તેમાંથી બહાર નીકળવા પણ ઉત્સુક નહોતા. જોકે, એક્ટર-સિંગરની ફિલ્મો સાઈન કરવાને કારણે એક્ટિંગ કર્યા વિના છૂટકો પણ નહોતો. માત્ર આર્થિક લાભ માટે એક્ટિંગની જવાબદારી સ્વીકારી હોવાની કબૂલાત તેમણે કરી હતી. સુરૈયા સાથેની વારિસ'ને બાદ કરતાં અન્ય કોઈ પણ ફિલ્મમાં પોતાના અભિનયની આવડત નજરે નહોતી પડી એવું ખુદ તેમણે જણાવ્યું હતું.રાજલક્ષ્મી’ અને સંપત્તિ'ના અનુભવ પછી તેમણે એક્ટિંગ પર ચોકડી મારી દીધી હતી. જોકે, એ. આર.કારદાર સાહેબના આગ્રહથી તેમનીદિલ – એ – નાદાન’માં હીરોનો રોલ કરવો પડ્યો. અભિનયના એ બીજા દોરમાં કારદારની ફિલ્મ ઉપરાંત વારિસ' (સુરૈયા),સોને કી ચીડિયા’ (નૂતન), રફતાર' (નાદિરા),એક ગાંવ કી કહાની’ (માલા સિંહા), લાલા ખ (સુરૈયા), રફતાર (નાદિરા) વગેરે ફિલ્મોમાં ગાયક – અભિનેતા બન્યા. ત્યારબાદ એક્ટિંગને રામરામ કરવાનું નક્કી કર્યું કારણ કે અભિનયના આંગણામાં પોતાનું કામ નથી એનો ખ્યાલ આવી ગયો અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે તેમની ગાયકીને નુકસાન થઈ રહ્યું હતું. શ્યામા સાથેની `લાલા ખ’ ગાયક-અભિનેતા તરીકે અંતિમ ફિલ્મ હતી.ઉ

છોટી છોટી બાતેં
ગુજરાતી ગીતો…
તલત મેહમૂદ નામ સાથે મુખ્યત્વે ઉર્દૂ ગઝલ એ હદે વણાઈ ગઈ છે કે તેમણે બીજા અને ખાસ તો અન્ય ભાષામાં ગાયાં છે એ ગીતો યાદ કરવા માથું ખંજવાળીએ તો ટાલ પડી જાય. ખાંખાંખોળાં કરવાથી જાણવા મળે છે કે મખમલી અવાજના ધણીએ હિન્દી – ઉર્દૂ ઉપરાંત બીજી અગિયાર ભાષામાં ગીત ગાયાં છે જેમાં ગુજરાતી, જી હા, ગુજરાતી ગીતોનો પણ સમાવેશ છે. અન્ય ભાષા જેમાં તેમણે સ્વર આપ્યો એ છે મરાઠી, બંગાળી, ભોજપુરી, આસામી, તેલુગુ, મલયાલમ, પંજાબી, સિંધી, મારવાડી અને અવધિ. તલત સાબનાં ગુજરાતી ગીતોને કદાચ એ સમયે પણ લોકપ્રિયતા નહીં મળી હોય, એટલે જ ગણ્યાગાંઠ્યા લોકો એનાથી પરિચિત છે. એમના સ્વરમાં રેકોર્ડ થયેલાં છ ગુજરાતી ગીતોનો ઉલ્લેખ મળે છે. પહેલું ગીત છે શ્રી નીનુ મજુમદારએ લખેલું અને તેમણે જ સ્વરબદ્ધ કરેલું સુકાની જા તું મારે નાવ કરવી પાર નથી' આજે પણ સાંભળવામાં મજા પડે એવું છે. મ્યુઝિક કંપનીએ બહાર પાડેલાગઝલ અને ગીતો’ આલબમ (1952)માં આ ગીતનો સમાવેશ છે. આ જ આલબમમાં મુરબ્બી નિનુભાઈ લિખિત – રચિત બીજું એક ગીત પણ તલત મેહમૂદના સ્વરમાં છે: ચઢ્યાં અણમોલ કિસ્તી પર, પવન તરફેણનો લીધો, છતાં નાવિક મળ્યો એવો સમુંદર પાર ન કીધો.' આ ગીત યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે અને રેકોર્ડિંગની ગુણવત્તા પણ સારી છે. સાંભળજો, ખૂબ ગમશે. તલતજીના અન્ય ગુજરાતી ગીત છે:બંધનો તૂટ્યા’, જવાબ દે',અરે ઓ બેવફા’ અને અવધૂત આવ્યો'. અન્ય ગીતોની વિગતો ઉપલબ્ધ નથી. સૌપ્રથમ વિદેશમાં કોન્સર્ટ 1970ના દાયકા પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક ગાયક - સંગીતકારની વિદેશમાં કોન્સર્ટ થવા લાગી. જાણકારોના અભિપ્રાય અનુસાર તલત મેહમૂદ પ્રથમ ભારતીય ગાયક હતા જેમણે છેક 1956માં ઈસ્ટ આફ્રિકામાં 45 કાર્યક્રમ કર્યા હતા. આફ્રિકામાં શો કરતી વખતે ગાયકશ્રીને જાણ થઈ કે વિદેશમાં અન્ય ઠેકાણે સુધ્ધાં સંગીત રસિયા તેમની કોન્સર્ટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પહેલી સફળ કોન્સર્ટ પછી તેમણે યુએસ, કેનેડા, યુકે, વેસ્ટ ઈન્ડિઝમાં પણ કોન્સર્ટ કરી ધૂમ મચાવી. બ્રિટનના વિશ્વ વિખ્યાત રોયલ આલ્બર્ટ હોલમાં કોન્સર્ટ કરનારાં લતા મંગેશકર પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તેઓ બીજા પાર્શ્વગાયક હતા. હરિપ્રસાદ ચૌરસિયા અને સુમન કલ્યાણપુર તલત મેહમૂદનું નામ વિખ્યાત બાંસુરી વાદક હરિપ્રસાદ ચૌરસિયા અને ગાયિકા સુમન કલ્યાણપુર સાથે વિશિષ્ટ રીતે સંકળાયું છે. ભારત ભૂષણ - માલા સિન્હાનીજહાં આરા’ ફિલ્મ તો વિસરાઈ ગઈ છે, પણ એનું ગીત ફિર વોહી શામ વોહી ગમ વોહી તન્હાઈ હૈ' ગીત આજે અનેક લોકોના સ્મરણમાં છે. આ ગીતમાં બાંસુરી વાદક હરિપ્રસાદ ચૌરસિયાએ પ્રથમ વાર ફિલ્મમાં બાંસુરી વગાડી હતી. પહેલું રેકોર્ડિંગ આજ દિન સુધી તેઓ નથી ભૂલ્યા. સુમન હેમાડી (પછી સુમન કલ્યાણપુર) ઈન્ડસ્ટ્રીમાં નવાં હતાં ત્યારેદરવાઝા’ નામની ફિલ્મમાં એક યુગલ ગીત ગાવાની તક મળી હતી. દરવાઝા' માટે તલતજીએ ગાયિકા સાથેએક દિલ હૈ તલબગાર’ ડ્યુએટ ગાયું. તલત સાબ એ સમયે ખાસ્સા લોકપ્રિય હતા એટલે ઈન્ડસ્ટ્રીએ સુમન હેમાડીની ખાસ નોંધ લીધી.
નામ તપન કુમાર
ફિલ્મ કારકિર્દી શરૂ થવા પૂર્વે તલત મેહમૂદ કલકત્તામાં હતા ત્યારે એ સમયના સંગીતકાર કમલદાસ ગુપ્તાના પરિચયમાં આવ્યા. બંગાળીઓમાં ગઝલ લોકપ્રિય થઈ રહી હતી, પણ શુદ્ધ હિન્દી – ઉર્દૂ ઉચ્ચાર ધરાવતા ગાયક નહોતા મળી રહ્યા. એ શોધ જાણે કે તલતજીમાં પૂરી થઈ અને કમલજીએ તેમને તાલીમ આપી તૈયાર કર્યા અને એમની પાસે ગઝલ ઉપરાંત અનેક બંગાળી ગીત રેકોર્ડ કરાવ્યા. અલબત્ત બંગાળી ગીત તપન કુમાર સિન્હાના નામે રજૂ થયા. બંગાળી ભાષાના ભાવકોને ગાયક આપણો' છે એવું લાગે એ માટે આવો કીમિયો કરવામાં આવ્યો હોવાની સંભાવના છે. બંગાળમાં સર્વત્ર તપન કુમારનાં ગીતોએ ધૂમ મચાવી દીધી હતી. મરાઠી પ્લેબેક સિંગર એવોર્ડ 1960માં ગુજરાત - મહારાષ્ટ્ર સ્વતંત્રપણે અસ્તિત્વમાં આવ્યા પછી 1961માં મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મરાઠી ફિલ્મ એવોર્ડની શરૂઆત કરી હતી. મજાની વાત એ છે કેશ્રેષ્ઠ મરાઠી પાર્શ્વગાયક’ માટે અપાયેલો પ્રથમ એવોર્ડ શ્રી તલત મેહમૂદને મળ્યો હતો. મરાઠી ફિલ્મ પુત્ર વ્હાવા અસા'ના મરાઠી ગીતયશ હે અમૃત જાલે’ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સમાચાર જાહેર થયા પછી તલતજીને અભિનંદન આપતો સૌપ્રથમ ફોન લતા મંગેશકરનો આવ્યો હતો. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…