મેટિની

ઉઘાડી ચેલેન્જ – (પ્રકરણ-12)

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
હવે હું આ બંને ટાબર-ટાબરી સાથે અહીં શા માટે આવ્યો છું તો આપ સાંભળશોને?' નાગપાલે તેને ટોકયો. એ માટે બિલકુલ માઠું લગાડયા વગર દેશાઈભાઈ પૂર્વવત અવાજે પોતાની જ ગાડી હાંકતો ગયો : ફરમાવો…’
વાત એમ છે નાગપાલસાહેબ...' દેશાઈભાઈ ગર્વથી છલકાતા અવાજે પોતાની દાસ્તાન શરૂ કરી, કોર્ટમાંથી નાસી છૂટેલા નરાધમ ડાકુ દિલાવરખાનનો મેં પીછો કર્યો હતો. હું જાણું છું…’ નાગપાલનો સ્વર સ્થિર હતો.
હેં...?' દેશભાઈનો અવાજ અચરજથી ફાટી ગયો. તે નાગપાલ સામે નર્યા આશ્ચર્ય થી ટગરટગર તાકી રહ્યો. હા, અને તમારે તેની સાથે ઝપાઝપી થઈ હતી. મને બધા રિપોર્ટ મળી ગયા હતા. પરંતુ દિલાવરખાન સાથે બાથ ભીડનાર તમે જ હશો, એ વાત ત્યારે હું નહોતો જાણતો. મને તો તમારું નામ જ જાણવા મળ્યું હતું. તમને ઈજા થઈ હતી. દિલાવરખાન છટકી ગયો, પછી તમે પોતે પોલીસની પૂછપરછથી બચવા માટે કોઈનેય જાણ કર્યા વગર ચુપચાપ ત્યાંથી છટકી ગયા હતા, ખરું ને?’
દેશાઈભાઈએ હકારાત્મક ઢબે માથું હલાવ્યું.
જુઓ દેશાઈભાઈ!'નાગપાલના સ્વરમાં હવે ભારોભાર ગંભીરતા હતી અને એકએક શબ્દો તોળી તોળીને બોલતો હોય એવું વજન તેની વાતમાંથી નીતરતું હતું : તમારી સાહસિકતાની હું કદર કરું છું. તમે ખૂબ જ નીડર, બાહોશ અને બુદ્ધિશાળી છો અને એ માટે મને તમારા પ્રત્યે માન છે. તમે અપરાધી આલમ છોડી દીધી છે, અને એક શરીફ માણસની જેમ જીવન વિતાવો છો, એ જાણીને મને ઘણો જ આનંદ થયો છે. રહી તમારા જાસૂસીના શોખની વાત ! તો જરૂર
તમારો શોખ પૂરો કરો, પરંતુ આ લાઈન બહારથી જેટલી બધી ખૂબસૂરત, આકર્ષક અને મનમોહક લાગે છે એટલી જ અંદરથી ભયંકર છે. કઈ પળે, કઈ ઘડીએ, કયા દિવસે, કયા રૂપમાં મોત આવશે, એની કોઈ જ ખાતરી કે ભરાસો નથી. માટે હંમેશાં સાવધ રહેવું જોઈએ. હવે દિલાવરખાનની વાત પર આવું છું…’
નાગપાલ પળભર અટકીને બોલ્યો, દેશાઈભાઈ, અત્યારે આપણા દેશમાં ચારે તરફ વિદેશી જાસૂસોએ પોતાના બદઈરાદાની અને કુચક્રની ભયંકર જાળ પાથરી છે. તમે અખબારોમાં વાંચતા હશો. એ પ્રમાણે તેઓની અનેક જાતની ધૃણિત પ્રવૃત્તિઓ વધતી જાય છે અને દોષનો ટોપલો આપણી સરકારના માથા પર ઓઢાડવામાં આવે છે. આ વિષે વિસ્તારથી હું ફરી કયારેક તમને જણાવીશ. હાલ તુરત તો તમે દેશના દુશ્મનોને શોધીને તેમની પાછળ પડી જાઓ. યાદ રાખો, અસલી અપરાધીઓ તો પરદા પાછળ જ રહીને દોરીસંચાર કરે છે, ખોટી અફવાઓ ફેલાવનાર, ખોટી તંગી ઊભી કરનાર અને લોકોમાં સરકાર તરફ ખોટો પ્રચાર કરનારાઓ સાધારણ માણસો જ છે. હોટલના વેઈટરથી માંડીને ઓફિસના કલાર્ક જેવા દેખાતા માણસો મારફત જ આવી અફવાઓ ભાડૂતી કુત્તાઓ ફેલાવે છે. આવા કુત્તાઓ તમને ચારે તરફ જોવા મળશે!' નાગપાલ એમ કહીને અટક્યો. દેશાઈભાઈ પૂરી ગંભીરતાથી તેની વાત સાંભળતો હતો. નાગપાલે પોતાની પાઈપ ભરીને તેને પેટાવી. પછી એક કશ ખેંચ્યો. વળતી જ પળે પ્રિન્સ હેનરી તંબાકુની કડવી-મીઠી સુગંધ એ ખંડમાં ફેલાઈ ગઈ. અચાનક તેને જોરથી ઉધરસ આવી, કેટલીએ વાર સુધી નાગપાલ ઉધરસ ખાતો રહ્યો એની આંખમાંથી પાણી નીકળી આવ્યાં. કદાચ ધુમાડો વધુ પડતો ફેફસામાં ઊતરી ગયો હતો. પછી તે સ્વસ્થ થઈ ગયો... હા,તો તમે બુદ્ધિશાળી માણસ છો દિવાકર ! અને ડેની જેવી કાબેલ જાસૂસી વિદ્યામાં પારંગત યુવતી તમારી સાથે છે. તમે ત્રણેય સાથે મળીને આવા ગદ્દાર, દેશના દુશ્મનો શોધી કાઢો. અત્યારે દિલાવરખાનને પડતો મૂકો. એને પકડવા માટેનું કામ સિવિલીયન્ટ પોલીસનું છે. બીજું દિલાવરખાન, મારે મન એક મચ્છર જેવો છે. એને મહત્ત્વ આપવાની જરૂર નથી. એને પછી જોઈ લેવાશે તમે સમજ્યા દેશાઈભાઈ!’ નાગપાલનો અવાજ તીખો થયો,
દિલાવરખાન કરતાંયે વધુ ભયંકર માણસો દેશદ્રોહી ગણાય. માટે તેઓને શોધો... અને...' એ જ પળે શાંતા કોફીની ટે્ર લઈને અંદર પ્રવેશી. દેશાઈભાઈ સહિત સૌએ તેને ન્યાય આપ્યો. ત્યારબાદ થોડી ઔપચારિક વાતો કરીને દેશાઈભાઈ, દિવાકર તથા ડેની સાથે નાગપાલની રજા લઈને વિદાય થયો. તેઓના ગયા પછી દિલીપ નાગપાલ સામે જોઈને બોલ્યો,બહારથી ભલે તમે સ્વસ્થ દેખાઓ, પરંતુ અંદરથી તમે ચોકકસ થાકેલા લાગો છો. તમને થોડીવાર પહેલાં ઉધરસ પણ કેટલી બધી આવી હતી ! આ જાસૂસી-ફાસૂસી બધું પડતું મૂકીને હવે તમારે આરામ કરવો જોઈએ.’
ઉધરસ....? નાગપાલ હસ્યો, એ તો મને આ પાઈપ ફૂંકવાની ટેવ…’ પળભર તે અચકાયો. પછી એણે વાક્ય પૂરું કર્યું, પડી ગઈ છે અને હવે આ વ્યસન વર્ષો જૂનું થઈ ગયું, એટલે સહેલાઈથી છૂટે તેમ નથી. જો તમાકું પીવાનું બંધ કરું તો આપો- આપ જ ઉધરસ મટી જાય.' એ ફરીથી હસ્યો. પરંતુ એનું હાસ્ય માત્ર પોતાને ખુશ કરવા માટે જ છે એવું દિલીપને લાગ્યું. પરંતુ નાગપાલ અત્યારે વિદેશી જાસૂસોના ચકકરમાં પડયો છે એટલે હવે કોઈ જ વાતનો સીધો જવાબ પોતાને નથી મળવાનો, એ વાત તે બરાબર રીતે સમજતો થયો હતો.તમે લોકો હવે જવાની તૈયારી કરો.’ નાગપાલ ઊભા થતાં બોલ્યો `હું બહાર જાઉં છું, એક વ્યકિતને ચેક કરવાની છે…’
દિલીપ નિરુત્તર રહ્યો…
નાગપાલ તૈયાર થઇને બહાર નીકળી ગયો.
બે મિનિટ પછી એની કાર નેતાજી સુભાષ રોડ પર પાણીના રેલાની જેમ જઈ રહી હતી! એની કારની પાછળ એક અન્ય કાર તેની પાછળ લાગી હતી અને સાંજના પાંચ વાગ્યા હતા.


અને નાગપાલના હોઠ પર સ્મિત ફરકી ગયું. એણે ઘડિયાળમાં સમય જોયો, છ વાગ્યા હતા. બેક-વ્યુ-મિરરમાં ક્રીમ કલરની એક કારને તે જોઇ રહ્યો હતો. ખરેખર જ એ કાર પોતાને માર્ગે જાય છે કે પીછો લઇ રહી છે એ જાણવા માટે એણે પોતાની કારની એક સડક પરથી બીજી પર અને બીજીથી ત્રીજી પર, એ રીતે ઇરાદાપૂર્વક જ દોડાવી હતી. એ કાર એકધારી એની પાછળ આવી રહી હતી એટલે હવે તેની શંકા ખાતરીમાં પલટાઇ ગઇ હતી, તો ભાડૂતી ગુંડાઓ પોતાને ખતમ કરવા માટે છેવટે તૈયાર થઇ જ ગયા!' એણે પોતાની કારને મુંબઇ-પૂના રોડ પર લીધી, ટ્રાફિક ઓછો થયો કે તુરંત જ એણે કારની ગતિ એકદમ ચાલીસ કિલોમીટર પરથી વધારીને એંસી પર લાવી મૂકી. પછી બેક-વ્યુ-મિરરમાં જોયું. ક્રીમ કલરની પૂર્વ પરિચિત કારની ગતિ પણ વધી ગઇ હતી... નાગપાલે હોઠ પીસ્યા. એના આંખો શિકારી વરૂની જેમ ચમકવા લાગી. ચહેરો ખેંચાઇને પથ્થર જેવો સખત થઇ ગયો. એણે પેટ્રોલ દર્શાતો કાંટો જોયો. હજુ બસો કિલીમીટર દૂર જવું પડે તો પણ વાંધો નહોતો. ઉપરાંત કારની ડીકીમાં સ્પેર વ્હીલ, મોબીલ ઓઇલ અને પેટ્રોલનાં બે કેન ભર્યાં હતાં. એનો પગ એક્સિલેટર પર જોરથી દબાયો અને પછી દબાતો જ ગયો. કારની ગતિ એંસી પરથી નેવું. પછી સો, એક્સો દસ, એક્સો વીસ એમ ક્રમશ: વધતી ગઇ. એની સાથે વીન્ડસ્કીમથી સામે ફેલાયેલી, વાકીચૂકી સડક અને બેક-વ્યુ-મિરર! બંને પર બેહદ સવચેતીમાંઘી જડાઇ ગઇ હતી. પાછલી કારની ગતિ પણ વધી હતી. ખંડાલા ઘાટની વાંકીચૂંકી અને ખતરનાક સડક શરૂ થઇ ગઇ હતી. એકેએક વળાંકો પર ગાડીનાં ટાયરો ચી ઇ ઇ... અવાજ સાથે પાડતા હતાં. પ્રત્યેક પળે નાગપાલના હાથ સ્ટીયરીંગને ખૂબ જ કુશાગ્ર રીતે ડાબી-જમણી દિશાએ વ્યવસ્થિત રીતે ઘુમાવતા હતા. પાછલી કાર ચલાવનારા શખસ પણ ડ્રાઇવિંગમાં એકસપર્ટ લાગતો હતો. કારણકે તેની કાર પણ એટલી જ ઝડપથી પાછળ આવતી હતી. ખંડાલા ઘાટનો આ વિસ્તાર બેહદ ભયંકર અને જીવલેણ હતો. ઠેરઠેર ઊંચીનીચી સડક તથા ખતરનાક વળાંક પર વળાંકો આવતા હતા. એ વાંકીચૂકી સડકો પર જિંદગી અને મોત વચ્ચે વાળ જેટલું જ અંતર હતું. નાગપાલ તદ્દન બેફિકરાઇથી કારને દોડાવતો હતો. સામેથી આવતા વાહનોની ટક્કરથી બચાવ માટે પણ તે પૂરેપૂરો સજાગ હતો. સડક સાંકડો હોવાથી જ્યારે સામેથી આવતા ંવાહનો બાજુમાંથી પસાર થતાં ત્યારે બંને વચ્ચે માંડ ચાર-પાંચ ઇંચનો ફાંસલો રહેતો. ભય અને ગભરાટથી હદય હચમચી ઊઠે એટલી ઝડપથી બંને કાર આગળપાછળ દોડતી હતી... બેક-વ્યુ-મિરરમાં પાછલી ગાડીનું પ્રતિબિંત સ્પષ્ટ રીતે ચમકતું હતું. વળાંકો બની ગયા હતા. દર પાંચ-સાત સેંકડે હવે સર્પ જેવી વાંકીચૂંકી સડક આવતી હતી. નાગપાલની કાર પ્રત્યેક વળાંક પરથી તીરની જેમ છૂટતી હતી અને હવે લગભગ નિર્જન બની ગયેલી સડક પર એનાં ટાયરો ચીસો પાડતાં ભીષણ શોર મચાવતાં હતાં. નાગપાલે બેક-વ્યુ-મિરરમાં નજર કરી. પાછળ છૂટી ગયેલા વળાંક પર બદમાશોની કાર આવી પહોંચી હતી. સહસા સરરર ફીસ સાથે એક ગરમાગરમ બે અવાજ ગોળી પાછળથી આવી- પરંતુ તે નાગપાલને ઇજા પહોંચાડયા વગર જ પસાર થઇ ગઇ.તો એ લોકો હવે સાઇલેન્સર ફીટ કરેલી રિવોલ્વરનો ઉપયોગ કરવા લાગ્યા.’ નાગપાલે વિચાર્યુ. ક્રોધથી એનાં ભવાં સંકોચાયાં અને પછી તો ઉપરાઉપરી ગોળીઓ પાછળથી છૂટવા લાગી, પરંતુ ખતરનાક વળાંકો જ નાગપાલને બચાવતા હતા. પહાડો પર ઊંચી નીચી થતી હતી. એની કારનું એન્જિન જોરજોરથી ગર્જના કરતું હતું. બેક-વ્યુ- મિરરમાં ફરી એક વાર પાછલી કારનો પડછાયો ઊપસી આવ્યો. નાગપાલ પળભર ખમચાયો-ફરીથી એનો પગ એકસીલેટર અને જોરથી દબાવ્યો. સ્પીડે મીટરનો કાંટો એક્સો સાઠ પર થરથરવાં લાગ્યો અને વળતી જ પળે બંદુકમાંથી છૂટેલી ગોળી જેટલી ગતિથી કાર આગળ ધસમસવા લાગી.
અને પછી એકાએક નાગપાલની નજર મુખ્ય સડક પરથી આડે માર્ગે ફંટાતી એક કાચી સડક પર સ્થિર થઇ. એ કાચા રસ્તા પર દૂર… દૂર… એકાદ કિલ્લાના ખંડિયેર જેવી ઇમારત પર નજર પડી. આપોઆપ જ એના હાથ-ફર્યા અને કાર એક જોરદાર આંકચો ખાઇને પછી મુખ્ય સડક છોડીને, ઊછળતી -કૂદતી એ કાચી અને ધૂળ તેમ જ ખાડાટેકરાવાળા સડક પર ઊતરી ગઇ. નાગપાલે સ્પીડ ઓછી કરી નાંખી… આ કાચા રસ્તા પર કાર ચાલીસ કિલોમીટરથી વધુ સ્પીડે ચલાવવામાં જોખમ હતું. પરંતુ નાગપાલને એની પરવા નહોતી. પાછલી કાર પર પાછળ આવતી હતી. માત્ર દશ જ મિનિટમાં નાગપાલ કિલ્લા જેવી ઇમારત પાસે પહોંચી ગયો એણે કારને ઊભી રાખી, અને પછી ઝડપથી નીચે ઊતરીને તીરની જેમ સડસડાટ કરતો એ ઇમારતમાં ઘૂસી ગયો…
(વધુ આવતી કાલે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Power Up Your Mornings: 3 Breakfast Mistakes to Avoid Cricketers Surprisingly Younger Than Their Partners ચૈત્રીય અષ્ટમીએ બને છે આ શુભ સંયોગ Race for the Orange Cap Heats Up in IPL 2024!