દીકરા અગસ્ત્યને પહેલી વાર મળ્યો હાર્દિક પંડ્યા પછી…

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિકથી ડિવોર્સ લીધા પછી પ્રથમ વખત તેમના પુત્ર અગસ્ત્યને મળ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે અને ચાહકોને તે ઘણો જ પસંદ આવ્યો છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લગ્નના ચાર વર્ષ પછી એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું હતું. હાર્દિક અને નતાશાના લગ્ન મે 2020માં થયા હતા. હાર્દિક સાથે ડિવોર્સ બાદ નતાશા સર્બિયા પરત ફરી હતી. થોડા દિવસ પહેલા જ તે મુંબઈ પરત ફરી છે.
આ પણ વાંચો : Natasa Stankovik આ શું શીખવાડી રહી છે અગસ્ત્યને? Hardik Pandya જોશે તો…
નતાશા મુંબઈ પરત ફર્યા પછી, અગસ્ત્ય ચોક્કસપણે ડેડીના ઘરે ગયો હતો, જેની માહિતી હાર્દિક પંડ્યાની ભાભી પંખુડીએ તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી, પરંતુ તે દરમિયાન તે તેના પિતાને મળ્યો નહોતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં હાર્દિક તેના પુત્રને ઉંચકીને મસ્તી મજાક કરતા કાર તરફ જતો જોવા મળી રહ્યો છે. હાર્દિકના મોઢા પર દુનિયાભરની ખુશી જોવા મળી રહી છે. દીકરાને મળવાની ખુશી અણમોલ છે.
હાર્દિક પંડ્યા છેલ્લે શ્રીલંકા પ્રવાસ પર એક્શનમાં જોવા મળ્યો હતો. તેણે ટેસ્ટ ક્રિકેટથી અંતર જાળવી રાખ્યું છે જેના કારણે તે બાંગ્લાદેશ સામેની શ્રેણીનો ભાગ બન્યો નથી. જોકે, હાલમાં જ તે રેડ બોલ ક્રિકેટની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. કેટલાક અહેવાલો સામે આવ્યા છે જે કહે છે કે હાર્દિક આગામી રણજી ટ્રોફી દ્વારા રેડ બોલ ક્રિકેટમાં પુનરાગમન કરી શકે છે. જો રણજીમાં હાર્દિકનું પ્રદર્શન તેની ફિટનેસની સાથે સારું રહેશે તો તે ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે. ભારતે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે જ્યાં તેણે 5 મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણી રમવાની છે. ભારતીય ચાહકો એવું જરૂરથી ઈચ્છશે કે હાર્દિક આ શ્રેણીમાં ટીમમાં પાછો ફરે.