Natasa Stankovik આ શું શીખવાડી રહી છે અગસ્ત્યને? Hardik Pandya જોશે તો…
Hardik Pandya અને Natasa Stankovik 18મી જુલાઈ, 2024ના ડિવોર્સ લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા. હાલમાં નતાસા દીકરા અગત્સ્યને લઈને પોતાના પિયર સર્બિયા પહોંચી ગઈ છે. હાર્દિક અને નતાસાના છુટાછેડા થવાના અલગ અલગ કારણો સામે આવી રહ્યા છે, પરંતુ હાર્દિક કે નતાસા બંનેમાંથી કોઈએ કંઈ સ્પષ્ટતા નથી કરી. નતાસા તેના સંતાન સાથે સર્બિયામાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરી રહી છે અને તે સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહી છે. હાલમાં જ નતાસાએ દીકરા અગત્સ્યને કંઈક એવું શિખવાડતી જોવા મળી રહી છે કે જે જોઈને કદાચ હાર્દિક પંડ્યાનું રિએક્શન કેવું હશે એ તો એ જ જણાવી શકશે.
આ પણ વાંચો : Natasa Stankovik બાદ આ ખાસ વ્યક્તિએ પણ છોડ્યો Hardik Pandyaનો સાથ?
નતાસા સ્ટેનકોવિક એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અગસ્ત્ય સાથે મસ્તી કરતાં જોવા મળી રહી છે. નતાસા અગત્સ્ય અને અન્ય બાળક સાથે પાર્કમાં મસ્તી કરી રહ્યા છે અને નતાસા અગત્સ્યને સર્બિયન ભાષા શિખવી રહી છે અને ત્રણેય જણા સર્બિયન ભાષામાં વાત કરતાં જોવા મળી રહ્યા છે. નેટિઝન્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વર્ષાવી રહ્યા છે.
નેટિઝન્સ કહી રહ્યા છે કે અગત્સ્ય ભારતથી ગયા બાદ હવે તેની માતા નતાસાની માતૃભાષા શિખી ગયો છે. બીજા એક યુઝરે લખ્યું છે કે બધી ભાષા આવડવી જોઈએ. હાર્દિકના ફેને આ વીડિયો પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે મા-દીકરો હાર્દિક સાથે દુર્વવ્યવહાર કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. નતાસાએ પોસ્ટ કરેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નતાસા અને હાર્દિકે 2020માં લગ્ન કર્યા હતા. જ્યારે 2023માં આ કપલે હિંદુ અને ક્રિશ્ચિયન એમ બંને પ્રકારે લગ્ન કર્યા હતા. પરંતુ તેમ છતાં બંનેના લગ્ન ટકી શક્યા નહોતા.