નેશનલ

મણિપુરમાં હાલ શું સ્થિતિ છે?: આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ આપ્યું આ નિવેદન..

ભારતની સીમા ચીન, બાંગ્લાદેશ,પાકિસ્તાન,મ્યાંમાર જેવા દેશો સાથે જોડાયેલી છે. આ દેશો સાથે ભારતના સંબંધો બનતા અને બગડતા રહ્યા છે, આથી હંમેશા જે ભારતીય સરહદો આ દેશો સાથે જોડાયેલી હોય ત્યાં મોટાપાયે ભારતનું સૈન્યબળ સતત તૈનાત રહે છે. એવામાં દેશના આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ભારતની વિવિધ સરહદોને લઈને સુરક્ષા અપડેટ અંગે પત્રકારોને માહિતી આપી હતી. દેશના ઉત્તર ભાગની સરહદો વિશે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે અહીં સ્થિર અને સંવેદનશીલ બંને પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તરની સરહદો પર મોટાપાયે સૈન્યબળ ખડકાયું છે અને કોઈપણ પ્રકારના ઓપરેશન માટે સેનાની તૈયારીઓ ખૂબ જ ઉચ્ચ સ્તરે છે. આર્મી ચીફે કહ્યું હતું કે તૈયારીઓની સાથે સાથે વિવિધ મુદ્દાઓ પર સૈન્ય સ્તર અને રાજદ્વારી સ્તરે પણ વાતચીત ચાલી રહી છે.

પૂર્વી લદ્દાખ પર આર્મી ચીફ જનરલ પાંડેએ કહ્યું છે કે અમારી પાસે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતા સંરક્ષણ દળો છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ માહિતી આપી હતી કે જમ્મુ-કાશ્મીરમાં સતત ઘુસણખોરીના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રગ્સની દાણચોરી અને ડ્રોનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ સેના તેને નિષ્ફળ બનાવી રહી છે. તેમણે કહ્યુ હતું કે રાજૌરી અને પુંછમાં આતંકવાદીઓને આપણા પાડોશીઓ મદદ કરી રહ્યા છે અને અંદરના વિસ્તારોમાં તેમને મિલિટન્ટ્સની પણ મદદ મળી રહી છે. જો કે પ્રવાસનને હાનિ નથી પહોંચી.

આર્મી ચીફે ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી હિંસા અને ત્યાંની સ્થિતિને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મણિપુરમાં હિંસા જોવા મળી રહી છે પરંતુ ભારતીય સેના અને આસામ રાઈફલ્સના સંયુક્ત પ્રયાસોને કારણે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઇ રહી છે. આર્મી ચીફે ધ્યાન દોર્યું છે કે સુરક્ષાના મુદ્દે ભૂતાન અને ભારતની ચિંતાઓ એકસમાન છે, પરંતુ ભારત-મ્યાંમાર સરહદ પરની સ્થિતિ ચિંતાનો વિષય છે. વિદ્રોહી જૂથો પણ મ્યાંમાર પાર કરીને મણિપુરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી અમે તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. આસામ રાઈફલ્સની 20 બટાલિયન ત્યાં મૂકવામાં આવી છે. તેમણે કહ્યું કે ભારત-મ્યાંમાર સરહદ પરની સ્થિતિ પર સતત વિચાર કરવામાં આવી રહ્યો છે. આર્મી ચીફે કહ્યું છે કે અલગ-અલગ રેન્કની 120 મહિલા ઓફિસર સેનામાં કમાન્ડિંગ ઓફિસરની ભૂમિકા નિભાવી રહી છે. આ સિવાય આર્મી ચીફે કહ્યું કે રાષ્ટ્રીય હિત અમારા માટે સર્વોપરી છે. અત્યારના સમયમાં સેનામાં ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ ઉચ્ચ સ્તરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids…