ટોપ ન્યૂઝનેશનલ

‘….તો ભારતમાં WhatsApp બંધ થઇ જશે?’ દિલ્હી હાઈ કોર્ટમાં Metaની મોટી ચેતવણી

નવી દિલ્હી: ભારત સરકારે વર્ષ 2021માં બનવેલા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો પડકારતી અરજી અંગે દિલ્હી હાઈ કોર્ટ(Delhi Highcourt)માં સુનાવણી દરમિયાન વોટ્સએપ (WhatsApp)એ ભારતમાં સર્વિસ બંધ કરવાની ચેતવણી આપી હતી. કોર્ટ સમક્ષ વોટ્સએપે સ્પષ્ટ કહ્યું છે કે જો અમને એન્ક્રિપ્શન દૂર કરવાની ફરજ પાડવામાં આવશે અમે ભારતમાં સર્વિસ બંધ કરી દેશું. મેટા-માલિકીની કંપની વ્હોટ્સએપે કહ્યું કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન યુઝર્સની પ્રાયવસીને સુરક્ષિત રાખે છે, જેને કારણે ફક્ત સેન્ડર અને રિસીવર જ ચેટની સામગ્રી જોઈ શકે છે.

મેટા માલિકીની WhatsApp અને Facebook એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમિડીએટરી ગાઈડલાઈન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 ના નિયમ 4(2) ને કોર્ટમાં પડકાર્યો છે. આ નિયમ મુજબ, WhatsApp જેવા પ્લેટફોર્મ્સને યુઝર્સના મેસેજને ટ્રેસ કરવા માટે કહેવામાં આવ્યું છે કે એ જાણવા માટે કે કોઈ મેસેજ પહેલીવાર કોને મોકલ્યો છે. જો વોટ્સએપને આવું કરવાની ફરજ પડે, તો તેણે તમામ યુઝર્સના તમામ મેસેજને ટ્રેસ કરવા પડશે અને વર્ષો સુધી તેનો રેકોર્ડ રાખવો પડશે. જેને કારણે આ નિયમોને કોર્ટમાં પડકારવામાં આવ્યા છે.

એક અહેવાલ મુજબ વોટ્સએપ વતી હાજર રહેલા એડવોકેટ તેજસ કારિયાએ દેલ્હી હાઈ કોર્ટની ડિવિઝન બેંચને કહ્યું, ‘જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો ભારતમાં વોટ્સએપ સર્વિસ બંધ કરી દેશું. લોકો WhatsAppનો ઉપયોગ તેના પ્રાઈવસી ફીચર્સને કારણે કરે છે, જે કંપનીએ આપેલી છે. WhatsAppના ભારતમાં 40 કરોડથી વધુ યુઝર્સ છે, ભારત આ પ્લેટફોર્મ માટે વિશ્વનું સૌથી મોટું બજાર છે.”

બેન્ચે પૂછ્યું કે શું આવો કાયદો વિશ્વમાં બીજે ક્યાંય છે? શું આ બાબતો વિશ્વમાં ક્યાંય પણ ઉઠાવવામાં આવી છે? તમને વિશ્વમાં ક્યાંય પણ માહિતી શેર કરવાનું કહેવામાં આવ્યું નથી? દક્ષિણ અમેરિકામાં પણ?

વોટ્સએપના વકીલ કારિયાએ કહ્યું, ‘દુનિયામાં બીજે ક્યાંય આવો નિયમ નથી. બ્રાઝિલમાં પણ નહીં. અમારે આખી ચેઈન સાચવી રાખવી પડશે. અમને ખબર નથી કે કયા સંદેશાઓને ડિક્રિપ્ટ કરવા માટે સુચના આપવામાં આવશે, આનો અર્થ એ છે કે લાખોના લાખો મેસેજને ઘણા વર્ષો સુધી સ્ટોર કરવા પડશે.’

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા કિર્તિમાન સિંહે નિયમોનો બચાવ કર્યો હતો અને મેસેજ મોકલનારાઓને ટ્રેસ જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કીર્તિમાનસિંહે દલીલ કરી હતી કે આજના વાતાવરણમાં આવી વ્યવસ્થા જરૂરી છે. તેમણે કહ્યું કે વોટ્સએપને યુએસ કોંગ્રેસ સમક્ષ કેટલાક આકરા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે.

વોટ્સએપે દલીલ કરી છે કે આ નિયમો એનક્રિપ્શન તેમજ યુઝર્સની પ્રાઈવસીને નકારાત્મક અસર કરે છે. આ નિયમ ભારતના બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળ બાંયધરી આપવામાં આવેલા યુઝર્સના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે.

વોટ્સએપની અરજીનો વિરોધ કરતા, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કોર્ટને કહ્યું છે કે વોટ્સએપે પહેલાથી જ ભારતના યુઝર્સનેને દેશમાં કોઈપણ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન અધિકારોને ન આપીને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.

દિલ્હી હાઈકોર્ટે વોટ્સએપ અને મેટાની અરજીઓને 14 ઓગસ્ટે સુનાવણી માટે સૂચિબદ્ધ કરી. બેન્ચે કહ્યું કે ગોપનીયતાનો અધિકાર સંપૂર્ણ નથી અને ક્યાંક સંતુલન જાળવવું જરૂરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…