આમચી મુંબઈમહારાષ્ટ્ર

Weather forecast: બાપ્પાના વિસર્જનમાં વરસાદની હાજરી: મહારાષ્ટ્ર સહિત દેશભરમાં રહેશે મેધ મહેર: હવામાન ખાતાની આગાહી

મુંબઇ: હવે ચોમાસું પૂરું થવાના આરે છે ત્યાં ઘણાં વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે આજે અનંત ચતુર્થીના દિવસે હવામાન વિભાગ દ્વારા મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દસ દિવસના ગણપતી બાપ્પાનું વિસર્જન છે ત્યારે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ઠેર ઠેર વરસાદની હાજરી જોવા મળશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. દેશમાં આજથી આગામી કેટલાંક દિવસો સુધી વરસાદની આગાહી છે. મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યમાં 28મી સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતાઓ છે.

મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદની શક્યતાઓ છે. હવામાન ખાતાની આગાહી મુજબ મહારાષ્ટ્ર સહિત ગોવા, રાજસ્થાન, તમીલનાડૂ અને ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. ઉપરાંત કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, બિહારમાં પણ વરસાદ થઇ શકે છે છત્તીસગડ, ઓડિશા, તેલંગણા ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશમાં મૂશળધાર વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

મુંબઇ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદની શક્યતાઓ છે. મુંબઇના કેટલાંક વિસ્તારોમાં ગાજવીડ સાથે વરસાદની શક્યતાઓ છે. તો ઘણાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અહમદનગર, ઔરંગાબાદ, સાતારા, નાંદેડ અને લાતૂર જિલ્લામાં જોરદાર વરસાદ થઇ શકે છે. બીડ, પરભણી, સોલાપૂર, જાલના અને હિંગોલી જિલ્લામાં મૂશળધાર વરસાદની શક્યતાઓ રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ મુંબઇ શહેર અને ઉપનગરમાં આગામી 48 કલાકમાં વાદળછાયા વાતાવરણ સહિત મધ્યમ વરસાદની શક્યતાઓ છે. કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા મુંબઇ, થાણે, રાયગઢ અને પાલઘર માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza