ફરી એક વાર હાર્બર લાઈનમાં ટ્રેનસેવા ખોરવાઈ
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં ફરી એક વખત ટ્રેનસેવા ખોરવાઈ હોવાના સમાચાર જાણવા મળ્યા છે. હાર્બર લાઈનમાં સીએસએમટી અને વડાલા વચ્ચે ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવતા પ્રવાસીઓ માટે આજનો રજાનો દિવસ હાલાકીભર્યો બન્યો છે.
હાર્બર લાઈનમાં અનિવાર્ય સંજોગોને કારણે સીએસએમટી અને વડાલા વચ્ચેની ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવી છે, જ્યારે મેઈન લાઈનમાં પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં પરવાનગી આપી છે. કુર્લા સેક્શનમાં પ્રવાસીઓને ટ્રાવેલ કરવાની મંજૂરી આપી છે, એવી મધ્ય રેલવેએ જાહેરાત કરી હતી.
આપણ વાંચો: મુંબઈના રેલવે સ્ટેશન અને એક્સપ્રેસ ટ્રેનોમાં ‘રેલનીર’ પાણીની બોટલની તંગી?
આજે બુધવારે સવાચાર વાગ્યાના સુમારે સીએસએમટી નજીક ખાલી ટ્રેનના કોચનું ડિરેલમેન્ટ થયું છે. ડિરેલમેન્ટને કારણે ફરી એક વાર ટ્રેનસેવા ખોરવાઈ છે, જેમાં અઠવાડિયામાં બીજી વખત ટ્રેનનું ડિરેલમેન્ટ થયું છે, જે રેલવેમાં ચાલતી બેદરકારી છતી કરે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
કુર્લા સેક્શનમાં કોઈ સમસ્યા ઊભી થઈ હોવાને કારણે મેઈન લાઈનમાં કુર્લાથી સીએસએમટી વચ્ચે અપ એન્ડ ડાઉન વચ્ચે પ્રવાસીઓ ટ્રાવેલ કરી શકે છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સોમવારે હાર્બર લાઈનમાં સીએસએમટી સ્ટેશન નજીક પનવેલ લોકલનું ડિરેલમેન્ટ થયું હતું. લગભગ ચાર કલાક પછી ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હતી, પરંતુ સિંગલ કોરિડોર હોવાને કારણે નાની મોટી સમસ્યાને સમગ્ર કોરિડોરને બંધ કરવામાં આવે છે.