ટોપ ન્યૂઝનેશનલ

આ વર્ષે નવ કેન્દ્રીય પ્રધાન સહિત 68 સાંસદ રાજ્યસભામાંથી થશે નિવૃત્ત

નવી દિલ્હીઃ નવ કેન્દ્રીય પ્રધાન સહિત રાજ્યસભાના 68 સભ્યનો કાર્યકાળ આ વર્ષે પૂરો થઈ રહ્યો છે, જેમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સહિત 57 નેતાનો કાર્યકાળ તો એપ્રિલ મહિનામાં પૂરો થઈ રહ્યો છે. રાજકીય પાર્ટીના નેતાઓની નજરે સંસદના ઉચ્ચ ગૃહમાં છ વર્ષના કાર્યકાળ માટે સૌથી ઊંચા હોદ્દા છે.

68 ખાલી પડેલા પદમાંથી દિલ્હીની ત્રણ બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી (આપ)ના સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ કુમાર ગુપ્તાનો કાર્યકાળ 27મી જાન્યુઆરીના પૂરો થશે. સિક્કિમમાં રાજ્ય સભાની એક માત્ર બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (એસડીએફ)ના સાંસદ હિશે લાચુંગપા 23 ફેબ્રુઆરીએ નિવૃત્ત થશે.

આ ઉપરાંત, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ સહિત 57 નેતાનો કાર્યકાળ એપ્રિલ મહિનામાં પૂરો થશે.
ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ બેઠક 10 ખાલી થશે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને બિહારમાં છ-છ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પાંચ-પાંચ, કર્ણાટક અને ગુજરાતના ચાર-ચાર, ઓડિશા, તેલંગણા, કેરળ અને આંધ્ર પ્રદેશમાં ત્રણ-ત્રણ, ઝારખંડ અને રાજસ્થાનમાં બે-બે અને ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને છતીસગઢમાં એક-એક સીટ ખાલી થશે.

રિટાયર થનારા સભ્યોમાં મનમોહન સિંહ અને ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ, પ્રશાંત નંદા, અમર પટનાયક, ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બલુની (ઉત્તરાખંડ), મત્સ્ય ઉદ્યોગ ખાતાના પ્રધાન પુરુષોત્તમ રુપાલા, કોંગ્રેસના સભ્ય નારણભાઈ રાઠવા અને ગુજરાતના અમી યાગ્નિકનો પણ સમાવેશ થાય છે.

વિદેશ ખાતાના રાજ્ય પ્રધાન વી મુરલીધરન, એમએસએમઈ ખાતાના પ્રધાન નારાયણ રાણે, પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, કોંગ્રેસના કુમાર કેતકર, એનસીપીના વંદના ચવ્હાણ અને શિવસેનાના અનિલ દેસાઈ રિટાયર થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર