Mallikarjun Kharge: ટ્રેન દુર્ઘટના અંગે ખડગેએ મોદી સરકાર સામે ગંભીર સવાલો ઉભા કર્યા
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે થયેલા ટ્રેન અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને જયારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદી સરકારને રેલવે અકસ્માત અંગે સાત પ્રશ્નો પૂછ્યા હતા.
ખડગેએ પ્રશ્ન કર્યો હતો કે, બાલાસોર જેવા ગમખ્વાર અકસ્માત બાદ પણ, અત્યાર સુધીમાં એક પણ કિલોમીટરમાં કવચ પ્રણાલી લગાવવામાં કેમ નથી આવી?
તેમણે પૂછ્યું કે રેલ્વેમાં લગભગ 300,000 ખાલી જગ્યાઓ શા માટે ખાલ છે જે છેલ્લા એક દાયકાથી ભરવામાં આવી નથી.
NCRBના અહેવાલને ટાંકીને, કોંગ્રેસ અધ્યક્ષે નોંધ્યું હતું કે રેલ અકસ્માતોમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા, આ જાનહાનિ માટે જવાબદારી સ્વીકારવા સરકારને માંગણી કરી હતી.
તેમણે x પર પોસ્ટ કર્યું રેલ્વે બોર્ડે પોતે સ્વીકાર્યું છે કે મેનપાવરની તીવ્ર અછતને કારણે લોકો પાયલોટના કામનો ગાળો વધારે છે, જે અકસ્માતોની વધતી સંખ્યાનું મુખ્ય કારણ છે. તો પછી શા માટે જગ્યાઓ ભરવામાં ન આવી?
આ પણ વાંચો : Train Accident: પશ્ચિમ બંગાળના ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, મૃતકના પરિજનોને 10 લાખના વળતરની જાહેરાત
કમિશન ફોર રેલવે સેફટી (CRS) અંગે ખડગેએ પૂછ્યું કે શા માટે સીઆરએસને મજબૂત કરવામાં આવ્યું નથી. તેમણે પૂછ્યું કે ‘રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ’ માટે 75% ભંડોળ કેમ ઘટાડવામાં આવ્યું, કથિત રીતે ખોટી જગ્યાએ ફાળવવામાં આવ્યું. તેમણે પૂછ્યું.”શા માટે આ નાણાનો ઉપયોગ રેલ્વે અધિકારીઓ બિનજરૂરી ખર્ચ અને લક્ઝરી સુવિધાઓ પર કરી રહ્યા છે?”
ખડગેએ સ્લીપર ક્લાસમાં મુસાફરી કરવા વધતા ખર્ચ અને સ્લીપર કોચની સંખ્યામાં થયેલા ઘટાડા અંગે શોક વ્યક્ત કર્યો, જેના કારણે ભીડ અને ટિકિટ કેન્સલ થઈ રહી છે. તેમણે કહ્યું કે “રેલવે મંત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે “ભીડ ભરેલા” રેલ કોચમાં લોકો સામે પોલીસ બળનો ઉપયો કરે. પરંતુ શું તેઓ નથી જાણતા કે ગયા વર્ષે સીટોની અછતને કારણે 2.70 કરોડ લોકોએ તેમની ટિકિટો કેન્સલ કરવી પડી હતી – જે કોચ ઘટાડવાની મોદી સરકારની નીતિનું સીધું પરિણામ છે?”
ખડગેએ એ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું મોદી સરકારે જવાબદારીથી બચવા માટે રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કર્યું છે.
તેમણે કહ્યું કે “જ્યારે પણ કોઈ ટ્રેન દુર્ઘટના થાય છે, ત્યારે મોદી સરકારના રેલ્વે પ્રધાન કેમેરા સાથે સ્થળ પર પહોંચી જાય છે એવી રીતે વર્તે છે કે જાણે બધું બરાબર છે! નરેન્દ્ર મોદીજી, અમને કહો કે કોને જવાબદાર ઠેરવવા જોઈએ, રેલ્વે પ્રધાનને કે તમને?”
તેમણે કહ્યું કે “ભારતીય રેલ્વે અંગે મોદી સરકાર દ્વારા આચરવામાં આવેલી ગુનાહિત બેદરકારીને પોતાની વાહવાહીથી સુધરશે નહીં!”