ટોપ ન્યૂઝસ્પોર્ટસ

શૂટર મનુ ભાકર પહેલી વાર ઑલિમ્પિક્સની ફાઇનલમાં, ભારતને નિરાશામાંથી બહાર લાવી દીધું

શૅટોરૉઉક્સ (ફ્રાન્સ): ભારતની ટોચની નિશાનબાજ મનુ ભાકર પહેલી વાર ઑલિમ્પિક ગેમ્સની શૂટિંગની હરીફાઈની ફાઇનલમાં પહોંચી ગઈ છે. એ સાથે તેણે ભારત માટે એકંદરે નિરાશાજનક રહેલા શનિવારનો દિવસ થોડો સકારાત્મક બનાવ્યો હતો.

બાવીસ વર્ષની મનુ ભાકરે શનિવારે મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટની ક્વૉલિફિકેશનમાં 580 પૉઇન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. એ હરીફાઈમાં હંગેરીની વેરોનિકા મૅજર 582 પૉઇન્ટ સાથે મોખરે રહી હતી. હરિયાણાની મનુ ભાકરની શૂટિંગની હરીફાઈ રવિવાર, 28મી જુલાઈએ બપોરે 3.30 વાગ્યા પછી યોજાશે.

આ પણ વાંચો: ઑલિમ્પિક્સ ફૂટબૉલમાં વિવાદ વચ્ચે આર્જેન્ટિનાની હાર બાદ મેસીનું આવ્યું રીએક્શન…

શનિવારની આ ક્વૉલિફિકેશનની હરીફાઈમાં ભારતની રિધમ સંગવાન 573ના સ્કોર સાથે 15મા નંબરે રહી હતી. આ સ્પર્ધામાં ટોચના આઠ સ્થાનની સ્પર્ધકને જ ફાઇનલમાં જવા મળવાનું હતું અને એમાં મનુ ભાકર ત્રીજા ક્રમે રહી હતી.

2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં મનુ ભાકરની પિસ્તોલ સહિતના સાધનો ખરાબ થઈ જતાં તે વહેલી સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી અને ત્યારે તે ખૂબ રડી હતી. જોકે એ પછી તેણે પૅરિસ ઑલિમ્પિક્સમાં મેડલ જીતવાનો સંકલ્પ કર્યો હતો અને શનિવારે ભરપૂર આત્મવિશ્ર્વાસ સાથે પર્ફોર્મ કરીને ફાઇનલમાં પહોંચી ગઈ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button