ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં પહેલી વખત મહાવીર જયંતિની ઉજવણી

વોશિંગ્ટનઃ કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં પ્રથમ વખત મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને જૈન સમુદાયના પ્રખ્યાત નેતાએ ઓનલાઈન નફરતને નાબૂદ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું.

મીડિયા રિલીઝમાં જણાવ્યા અનુસાર સોમવારે સેક્રામેન્ટોમાં પ્રાંતીય એસેમ્બલીમાં ભગવાન મહાવીરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને શાંતિ, કરુણા, અહિંસા અને પ્રેમના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જૈન સમુદાયના આધ્યાત્મિક નેતા લોકેશ ભારતથી અહીં આવ્યા હતા અને ઉત્તર અમેરિકામાં ફેડરેશન ઓફ જૈન એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ પ્રેમ જૈન, ડિરેક્ટર બિરેન શાહ સહિત અન્ય આગેવાનો સાથે સમારોહમાં ભાગ લીધો હતો.

લોકેશ મુનિએ જણાવ્યું હતું કે જૈન ધર્મના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીરની જન્મજયંતિ કેલિફોર્નિયા પ્રાંતીય એસેમ્બલીમાં ખાસ કરીને કેલિફોર્નિયાના સેનેટર્સ અને એસેમ્બલી સભ્યોની ગૌરવપૂર્ણ હાજરીમાં ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવી રહી છે.

આપણ વાંચો: અમેરિકાના કેલિફોર્નિયામાં પણ ઉજવાયો છઠનો તહેવાર…

રાજ્ય વિધાનસભા પરિસરમાંથી ડિજિટલ ડિટોક્સ ઝુંબેશની શરૂઆત કરતાં જૈન સમુદાયના અગ્રણી અજય ભુટોરિયાએ રાજ્યના સેનેટર ડેવ રાકોટિસ, કેલિફોર્નિયા એસેમ્બલીના સભ્યો એસ કાલરા, એલેક્સ લી અને લિઝ ઓર્ટેગા સાથે ચાલી રહેલા ડિજિટલ ડિટોક્સ ઝુંબેશના લાભ સાથે સંબંધિત વાતો કરી હતી. ભુટોરિયાએ જૈન આધ્યાત્મિક નેતા આચાર્ય મહાશ્રમણના ઉપદેશોને ફેલાવવા અનુવ્રત ડિજિટલ ડિટોક્સ ઝુંબેશની રજૂઆત કરી હતી.

ભુટોરિયાએ જણાવ્યું હતું કે અનુવ્રત ડિજિટલ ડિટોક્સ ઝુંબેશના પ્રારંભને યોગેશ મુનિ અને જાગૃત મુનિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તમામની સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ એવા એસેમ્બલી સભ્યો અને સેનેટરો તરફથી પૂરા દિલથી સમર્થન પ્રાપ્ત થયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…